જો આપ બેંકમાં એકાઉન્ટ ધરાવો છો અને આપનું ખાતુ જો અલ્હાબાદ સરકારી બેંકમાં છે તો આ સમાચાર સ્પેસિયલ આપના માટે છે એક વાર આ લેખ આપને જરૂર વાંચજો કેમ અલ્હાબાદ બેન્ક દ્વારા ચેક સંબંધિત કેટલાક ફેરફારો કર્યા છે જે આપને જાણવા ખુબજ જરૂરી છે. તો ચાલો જાણીએ કે અલ્હાબાદ બેંક દ્વારા શુ ફેરફાર કરવામાં આવ્યા છે
ચેક સંબંધિત નિયમો બદલાવા જઈ રહ્યા છે
જો તમારું બેંક ખાતું સરકારી બેંક અલ્હાબાદ બેંકમાં છે, તો તમારા માટે આ મહત્વનાં સમાચાર છે. બેંક ચેક સંબંધિત નિયમોમાં ફેરફાર થવાનો છે. ગયા વર્ષે જ સરકારે ઇન્ડિયન બેંક અને અલ્હાબાદ બેંકનું મર્જર કર્યું હતું, ત્યારબાદ બેંકની ચેકબુક અને IFSC કોડ અને MICR કોડ બદલવામાં આવ્યા હતા.
અલ્હાબાદ બેંક હવે સરકારી બની ગઈ છે
બેંકોનાં વિલીનીકરણ બાદ હવે ઈન્ડિયન બેંકનાં ગ્રાહકો અલ્હાબાદ બેંકનાં ગ્રાહક બની ગયા છે. આવી સ્થિતિમાં, ઇન્ડિયન બેંકનાં ખાતાધારકોએ નવી ચેકબુક મેળવવી પડશે, જેમાં નવો IFSC કોડ અને તેમની બેંક શાખાની વિગતો હશે. બેંકે પોતે ટ્વિટ કરીને આ માહિતી આપી છે.
1 ઓક્ટોબર પહેલા તેમની નવી ચેકબુક મેળવી લેવી
બેંકે ગ્રાહકોને 1 ઓક્ટોબર પહેલા તેમની નવી ચેકબુક મેળવવા માટે કહ્યું છે, જો બેંક ધારક પોતાની ચેકબુક બદલશે નહી તો તે 1 લી ઓક્ટોબર બાદ ચેક દ્વારા કોઈ નાણાકીય વ્યવહાર કરી શકશે નહી. બેંકે કહ્યું છે કે, 1 ઓક્ટોબર પછી ગ્રાહકો જૂની ચેકબુકથી ટ્રાન્ઝેક્શન કરી શકશે નહીં. નવી ચેકબુક મેળવવાની અરજી કેવી રીતે કરવી તે અંગે પણ બેંક દ્વારા જાણકારી આપવામાં આવી ચૂકી છે.
આ રીતે મેળવો નવી ચેકબુક
- ખાતાધારકો ઇન્ટરનેટ બેન્કિંગ અથવા મોબાઇલ બેન્કિંગ અથવા નેટ બેન્કિંગની મદદથી નવી ચેક બુક માટે સરળતાથી અરજી કરી શકે છે.
- બેંક શાખામાં આવીને તેમની નવી ચેકબુક પણ એકત્રિત કરી શકે છે.
- 1 ઓક્ટોબર પછી ખાતાધારકો તેમની જૂની ચેકબુકનો ઉપયોગ કરી શકશે નહીં.
- બેંકે સ્પષ્ટતા કરી છે કે 1 ઓક્ટોબરથી જૂની ચેકબુક કામ કરશે નહીં, જેના કારણે ગ્રાહકોને પૈસા ટ્રાન્સફર કરવામાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
- ડેડલાઈન સમાપ્ત થાય તે પહેલાં તમે નવી ચેકબુક ઇશ્યુ કરાવી લો.
નવી ચેકબુક નહી હોય તો આ કામ નહી કરી શકો
- નવી ચેકબુક વિના, તમે ચેક પેમેન્ટ તેમજ ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરી શકશો નહીં.
- ઓનલાઇન માધ્યમ દ્વારા કોઈને પણ ભંડોળ મોકલવા માટે તમારે ખાતાધારકનો IFSC કોડ જાણવો આવશ્યક છે.
- નવી ચેકબુકમાં, તમને એક નવો IFSC કોડ મળશે, જેની મદદથી તમે ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરી શકો છો.
- જ્યારે MICR કોડ 9 અંકનો છે, જેની મદદથી બેંકની શાખાને ઓળખવામાં આવે છે.
- આ અંકોમાં બેંક કોડ, ખાતાની વિગતો, ચેક નંબર જેવી વિગતો હોય છે.
Share your comments