Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

જો હવે ખેડૂતોને નુકશાન થયું તો સરકાર કરશે ભરપાઈ- બસ 31 જુલાઈ પહેલા કરી લો આ કામ થશે મોટો ફાયદો

જો ખરીફ પાકને દુષ્કાળ, પૂર, ભૂસ્ખલન, ધોધમાર વરસાદ, કરા, વાવાઝોડા, જંતુઓના હુમલા, કુદરતી આગ અને ચક્રવાતનાં જોખમથી સુરક્ષિત રાખવો હોય તો પ્રધાનમંત્રી પાક વીમો (PMFBY-Pradhan Mantri Fasal Bima Yojana) જરૂર કરાવો. જેનાથી ખેડૂતોને ખુબ રાહત મળી શકે છે.

Sukhadev Thakor
Sukhadev Thakor
પ્રધાનમંત્રી પાક વીમો
પ્રધાનમંત્રી પાક વીમો

અવારનવાર ખેડૂતો માટે સારા સમાચાર અથવા અગત્યની જાહેરાતો આવતી રહે છે. હાલ પણ ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. જેના કારણે ખેડૂતોને ફાયદો પણ થઇ શકે છે. જો તમે પણ ખેડૂ હોવ તો તમારા માટે આ સમાચાર ખુબ મહત્વના સાબિત થઇ શકે છે. જો ખરીફ પાકને દુષ્કાળ, પૂર, ભૂસ્ખલન, ધોધમાર વરસાદ, કરા, વાવાઝોડા, જંતુઓના હુમલા, કુદરતી આગ અને ચક્રવાતનાં જોખમથી સુરક્ષિત રાખવો હોય તો પ્રધાનમંત્રી પાક વીમો (PMFBY-Pradhan Mantri Fasal Bima Yojana) જરૂર કરાવો. જેનાથી ખેડૂતોને ખુબ રાહત મળી શકે છે.

પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર પાક વીમાની નોંધણી ફ્રી કરવામાં આવી છે. એટલે કે નોંધણી કરાવવા માટે કોઈ પણ પ્રકારની રકમ લેવામાં આવશે નહિ. ફક્ત પ્રીમિયમ જ જમા કરાવવું પડશે. અનાજ અને તેલીબિયાંના પાક માટે, ફક્ત 2 ટકા અને વાણિજ્યિક અને બાગાયતી પાક માટે 5 ટકાની વીમા રકમ પર વીમો મેળવી શકાય છે. બાકીનું પ્રીમિયમ ભારત સરકાર અને રાજ્યો દ્વારા જમા કરવામાં આવશે. મીડિયા દ્વારા પ્રાપ્ત થયેલી માહિતી પ્રમાણે કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે ખેડૂતોને પાકોનો વીમો કરાવવા માટે અપીલ કરી છે. જેથી ખેડૂતોનું જોખમ ઘટાડી શકાય. અને જો કોઈ આફત આવી પડે તો ખેડૂતોને મોટી રાહત મળી શકે.

પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર કોઈ પણ પ્રાકૃતિક આપત્તિ આવી પડે તો ખેડૂતોને વીમા કંપની ભરપાઈ કરશે. કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આ યોજનાની અંતિમ તારીખ 31 જુલાઈ છે. કૃષિ મંત્રીએ જણાવતા કહ્યું છે કે, આ યોજના ખેડૂતોને પાકના નુકસાન સામે સુરક્ષા પ્રદાન કરે છે. આ યોજનાને બધા ખેડૂતો માટે ખરીફ સીઝન-2020થી સ્વૈચ્છિક કરવામાં આવી છે. હવે, દેવા બાકીવાળા ખેડૂતો નોમિનેશનની કટ-ઓફ તારીખના સાત દિવસ પહેલા તેમની બેંક શાખાને એક સરળ ઘોષણા ફોર્મ આપીને યોજનામાંથી પોતાને અલગ કરી શકે છે. તો ખાસ ખેડૂતો આ વાતનું ધ્યાન રાખે… હવે આ નોંધણી ક્યાંથી કરાવશો તે જાણી લઈએ…

ક્યાંથી કરાવશો…?

તમારા નજીકની બેંક, પ્રાથમિક કૃષિ ધિરાણ સોસાયટી, સામાન્ય સેવા કેન્દ્ર(સીએસસી), ગ્રામ્ય કક્ષાના ઉદ્યમીઓ(VLE), કૃષિ વિભાગની કચેરી, વીમા કંપનીના પ્રતિનિધિ અથવા સીધી જ રાષ્ટ્રીય પાક યોજનાના પોર્ટલની મુલાકાતે જઈ શકો છો. નોમિનેશન માટે ક્યા ક્યાં પુરાવાઓની જરૂર પડશે? તો આધાર કાર્ડ, બેંક પાસબુક, ભૂમિ રેકોર્ડ/ભાડાકરાર અને સ્વ-ધોષણા પ્રમાણ પત્રની જરૂર પડશે. ખેડૂતોને રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર નિયમિત રીતે એસએમએસના માધ્યમથી અરજીની સ્થિતિ અંગે સૂચના મળશે. એટલે કે નોમિનેશન કરાવા જતા દરેક ખેડૂતોએ મોબાઇલ અવશ્ય લઈને જવો

Share your comments

Subscribe Magazine

More on News

More