Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

રાજ્યમાં જો ખેડૂતોને SDRF યોજનાનો લાભ નહી મળે તો આંદોલન થવાની શક્યતા, જાણો શુ છે સમગ્ર મામલો

ખેડૂત અને પશુપાલક વર્ગને લગતી યોજનાઓનો અમલ અને વિવિધ માગણીઓને લઇને રાજ્યના તમામ જિલ્લાઓમાં કલેક્ટરના માધ્યમથી મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર પાઠવવામાં આવશે.

Sukhadev Thakor
Sukhadev Thakor
Farmer
Farmer

ખેડૂત અને પશુપાલક વર્ગને લગતી યોજનાઓનો અમલ અને વિવિધ માગણીઓને લઇને રાજ્યના તમામ જિલ્લાઓમાં કલેક્ટરના માધ્યમથી મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર પાઠવવામાં આવશે.

રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ ખેંચાતા ખેડૂતોને વાવેતરને લઇને ખૂબ જ નુકસાન થયું છે. આ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે ખેડૂતોને સરકાર તરફથી કાયદેસર મળવી જોઇએ તે અસડીઆરએફ અને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ સઘળા લાભ આપવામાં આવ્યા નથી, આ બાબતે ગુજરાતના ખેડૂત આલમ સાથે સંકળાયેલા આમ આદમી પાર્ટીના નેતાઓ સાગરભાઇ રબારી અને ભેમાભાઇ ચૌધરીએ ખેડૂતોને ઉપરોક્ત યોજનાનો લાભ આપવા માગ ઉઠાવી છે. ખેડૂતોને સહાય અને દુષ્કાળ મેન્યુઅલના અમલની માગણી સાથે આપ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવશે, તેમ છતાં સરકારની ઊંઘ નહીં ઉડે તો પછી આંદોલનના મંડાળ થશે તેવી ચિમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.

kishan Andolan
kishan Andolan

આમ આદમી પાર્ટીના નેતા સાગરભાઇ રબારી અને ભેમાભાઇ ચૌધરીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, રાજ્યમાં લાંબા સમયથી વરસાદના અભાવે ખેડૂતોની સ્થિતિ વાવેતર વાવ્યા પછી કફોડી બની છે. આ સ્થિતિમાં સંવેદનશીલ ગણાતી સરકારે સામેથી ખેડૂતોને સહાય, રાહત આપવાની જાહેરાત કરવી જોઇએ, પરંતુ તેમ નથી થયું. ખેડૂતોને એસડીઆરએફ હેઠળ તેમજ રાજ્યની પોતાની મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ ત્વરિત સહાય આપવાની માગણી કરતા નેતાઓએ જણાવ્યું હતું કે, તે તાલુકાઓમાં નહિવત્ વરસાદ છે ત્યાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાઇ રહી છે. તેમાં વહેલામાં વહેલી તકે દુષ્કાળ મેન્યુઅલનો અમલ કરવો જોઇએ. તે બાબતની સરકાર અવગણના કરી રહી છે. આ બાબતે ખેડૂત અને પશુપાલક વર્ગને લગતી યોજનાઓનો અમલ અને વિવિધ માગણીઓને લઇને તમામ જિલ્લાઓમાં કલેક્ટરના માધ્યમથી મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર પાઠવવામાં આવશે, તેવો નિર્દેષ અપાયો હતો.

Share your comments

Subscribe Magazine

More on News

More