Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ગુજરાત સરકારની મત્સ્ય પાલન યોજનામાં અરજી કરવાનો આજે છેલ્લો દિવસ, જાણી લેજો પ્રક્રિયા

મત્સ્ય પાલન યોજના ૨૩-૨૪ હેઠળ રાજ્ય સરકાર મત્સ્યપાલન કરતાં માછીમારો માટે વિવિધ સહાય યોજના અમલા માં મૂકી છે જેમાં નાના માછીમાર થી માંડી ને મોટા પાયા ના માછીમાર માટે યોજનાનો સમાવેશ થાય છે. આ યોજના માં મહીલાઓ માટે પણ યોજના નો સમાવેશ કરવામાં આવે છે.

Chetna Rajesh Raja
Chetna Rajesh Raja
I Khedut Matsya Palan Yojana
I Khedut Matsya Palan Yojana

ગુજરાત મત્સ્ય પાલન માં ખૂબ જ આગળ નું સ્થાન ધરાવે છે. ગુજરાત ભારત તમામ રાજ્યો કરતાં લાંબો દરીયા કાંઠો ધરાવે છે.ગુજરાત માં માછલી ઉધ્યોગ ખૂબ મોટા પ્રમાણમાં થાય છે. અને આ મત્સ્ય પાલન સાથે ખૂબ મોટા પ્રમાણ માં નાગરિકો જોડાયેલા છે.જેથી અન્ય ખેડૂત ની જેમ જ મત્સ્ય પાલન કરતાં ખેડૂતો પણ આર્થીક રીતે સધ્ધર થાય અને અને તેઓ સરકારી યોજના ની સહાય મેળવી મત્સ્ય પાલન માં ખૂબ સારું કામ કરી શકે તે માટે આર્થીક સહાય આપવાનું આયોજન અને યોજના બહાર પાડેલ છે.

મત્સ્ય પાલન યોજના ૨૩-24 હેઠળ રાજ્ય સરકાર મત્સ્યપાલન કરતાં માછીમારો માટે વિવિધ સહાય યોજના અમલા માં મૂકી છે જેમાં નાના માછીમાર થી માંડી ને મોટા પાયા ના માછીમાર માટે યોજના નો સમાસ થાય છે. આ યોજના માં મહીલાઓ માટે પણ યોજના નો સમાવેશ કરવામાં આવે છે.

 

MATSYA PALAN YOJANA 23 ની અરજી કરવા માટે જરૂરી પ્રાથમિક માહીતી

 

યોજનાનું નામ:  મત્સ્ય પાલન યોજના 23-24

વિભાગનું નામ: મત્સ્યોદ્યોગ ખાતું ગુજરાત રાજ્ય

અરજી કોણ કરી શકે:   ગુજરાત રાજ્ય ના નાગરીક લાયકાત મુજબ

અરજી ક્યાં કરવાની:    i-khedut પોર્ટલ પર

અરજી કરવાની છેલ્લી તારીખ:   તા:01/05/2023 

સરકાર ના i khedut પોર્ટલ પર આ યોજના માટે ની ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે જેમાં વિવિધ ઘટકો આપેલ છે. જે ઘટક મુજબ આપ અરજી કરવા માગતા હોવ તે મુજબ ની લાયકાત આપ ધરાવતા હોય તો ઓનલાઈન અરજી કરવાની હોય છે.નાના માછીમારો જેમને નાની રકમની સહાય ની જરૂર હોય તેઓને આ યોજનાઓ ખૂબ આશીર્વાદરૂપ અને ઉપયોગી સાબિત થાય છે.

આ પણ વાંચો: Ludhiana Gas Leak: પંજાબના ગ્યાસપુરામાં ઝેરી ગેસ લીક થવાથી 9ના મોત, 11 ઘાયલ, પોલીસે સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો

ક્રમ ઘટકનું નામ વિગતો છેલ્લી તારીખ 

    ઈનપુટ ફોર બ્રેકીશ વોટર એકવાકલ્ચર (PMMSY)

    પ્રોજેક્ટની યુનિટ કોસ્ટ રૂા.૬.૦૦ લાખ/ હેકટર રહેશે યુનિટ કોસ્ટના ૪૦% જનરલ કેટેગરી માટે તથા યુનિટ કોસ્ટના ૬૦% મહીલા/એ.સી. અને એસ.ટી. કેટેગરી માટે જેમા ૬૦% ભારત સરકારશ્રીનો ફાળો અને ૪૦% રાજય સરકારશ્રીનો ફાળા પેટે સહાય ચુકવવામાં આવે છે.

    તા 02/04/2023 થી

    01/05/2023 સુધી

    2. 

    ઈન્સ્યુલેટેડ વ્હીકલ (PMMSY)

    લાભાર્થીએ “ઈન્સ્યુલેટેડ વાહન” યુનિટ કોસ્ટ ૨૦.૦૦ લાખની સામે જનરલ કેટેગરી માટે ૪૦ ટકા સહાય એટલે કે રુ.૮.૦૦ લાખ સુધીની સહાય અથવા ખરેખર ખરીદીના ૪૦ ટકા એ બે માંથી જે ઓછું હોય તે સહાય જનરલ કેટેગરી તેમજ મહીલા અને એસ.ટી./એસ.સી કેટેગરીના લાભાર્થી માટે ૬૦ ટકા એટલે કે રુ.૧૨.૦૦ લાખ સુધીની મહત્તમ સહાય અથવા ખરેખર ખરીદીના ૬૦ ટકા એ બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર થાય છે. કુલ મળવાપાત્ર સહાયમાં ૬૦% કેન્દ્ર સરકારશ્રીનો અને ૪૦% રાજ્ય સરકારશ્રીનો ફાળો રહેશે.

    તા 13/04/2023 થી

    30/04/2023 સુધી

    ૩. 

     

    એસ્ટાબ્લીસમેન્ટ ઓફ સી-વીડ કલ્ચર વીથ મોનોલાઈન/ટયુબનેટ મેથડ ઈનક્લુડીંગ ઈનપુટસ (વન યુનિટ ઈઝ એપ્રોકશીમેટલી ઈકવલ ટુ ૧૫ રોપ્સ ઓફ ૨૫ મીટર લેન્થ)

    પ્રોજેક્ટની યુનિટ કોસ્ટ રૂા.૦.૦૮લાખ રહેશે યુનિટ કોસ્ટના ૪૦% જનરલ કેટેગરી માટે તથા યુનિટ કોસ્ટના ૬૦% મહીલા/એ.સી. અને એસ.ટી. કેટેગરી માટે જેમા ૬૦% ભારત સરકારશ્રીનો ફાળો અને ૪૦% રાજય સરકારશ્રીનો ફાળા પેટે સહાય ચુકવવામાં આવે છે.

    તા 02/04/2023થી

    01/05/2023 સુધી

     4.

    કન્સ્ટ્રકશન ઓફ ન્યુ પોન્ડ ફોર બ્રેકીશ વોટર એક્વાકલ્ચર (PMMSY)

    પ્રોજેક્ટની યુનિટ કોસ્ટ રૂા.૮.૦૦ લાખ/ હેકટર રહેશે યુનિટ કોસ્ટના ૪૦% જનરલ કેટેગરી માટે તથા યુનિટ કોસ્ટના ૬૦% મહીલા/એ.સી. અને એસ.ટી. કેટેગરી માટે જેમા ૬૦% ભારત સરકારશ્રીનો ફાળો અને ૪૦% રાજય સરકારશ્રીનો ફાળા પેટે સહાય ચુકવવામાં આવે છે.     

    તા 02/04/2023થી

    01/05/2023 સુધી

    5.

    કન્સ્ટ્રકશન ઓફ બાયોફલોક પોન્ડસ ફોર બ્રેકીશવોટર/સલાઈન/આલ્કલાઈન એરીયાઝ ઈનક્લુડીંગ ઈનપુટસ ઓફ રૂા. ૮ લાખ/હેકટર (PMMSY)

    પ્રોજેક્ટની યુનિટ કોસ્ટ રૂા.૧૮.૦૦ લાખ રહેશે યુનિટ કોસ્ટના ૪૦% જનરલ કેટેગરી માટે તથા યુનિટ કોસ્ટના ૬૦% મહીલા/એ.સી. અને એસ.ટી. કેટેગરી માટે જેમા ૬૦% ભારત સરકારશ્રીનો ફાળો અને ૪૦% રાજય સરકારશ્રીનો ફાળા પેટે સહાય ચુકવવામાં આવે છે

    તા 02/04/2023 થી

    01/05/2023 સુધી

    6.

    નવા આઈસ પ્લાન્‍ટ/ કોલ્ડ સ્ટોરેજની સ્થાપવા ૧૦ ટન (PMMSY)

    યુનિટ કોસ્ટ રૂ. રૂ.૪૦.૦૦ લાખ છે. જનરલ કેટેગરી માટે યુનિટ કોસ્ટના ૪૦ ટકા મહત્તમ સહાય અથવા ખરેખર ખર્ચના ૪૦ ટકા એ બે માંથી જે ઓછું હોય તે સહાય તેમજ મહિલા/એસ.ટી./એસ.સી. કેટેગરી માટે યુનિટ કોસ્ટના ૬૦ ટકા સહાય મહત્તમ સહાય અથવા ખરેખર ખર્ચના ૬૦ ટકા એ બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર થાય છે. કુલ મળવાપાત્ર સહાયમાં ૬૦ ટકા કેન્દ્ર સરકારશ્રીનો અને ૪૦ ટકા રાજ્ય સરકારશ્રીનો ફાળો રહેશે.   

    તા 13/04/2023 થી

    30/04/2023 સુધી

    7. નવા આઈસ પ્લાન્‍ટ/ કોલ્ડ સ્ટોરેજની સ્થાપવા ૨૦ ટન

     

    યુનિટ કોસ્ટ રૂ. રૂ.૮૦.૦૦ લાખ છે. જનરલ કેટેગરી માટે યુનિટ કોસ્ટના ૪૦ ટકા મહત્તમ સહાય અથવા ખરેખર ખર્ચના ૪૦ ટકા એ બે માંથી જે ઓછું હોય તે સહાય તેમજ મહિલા/એસ.ટી./એસ.સી. કેટેગરી માટે યુનિટ કોસ્ટના ૬૦ ટકા સહાય મહત્તમ સહાય અથવા ખરેખર ખર્ચના ૬૦ ટકા એ બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર થાય છે. કુલ મળવાપાત્ર સહાયમાં ૬૦ ટકા કેન્દ્ર સરકારશ્રીનો અને ૪૦ ટકા રાજ્ય સરકારશ્રીનો ફાળો રહેશે.

     

    તા 13/04/2023 થી

    30/04/2023 સુધી

    8. નવા આઈસ પ્લાન્‍ટ/ કોલ્ડ સ્ટોરેજની સ્થાપવા ૩૦ ટન

     

    યુનિટ કોસ્ટ રૂ. રૂ.૧૨૦.૦૦ લાખ છે. જનરલ કેટેગરી માટે યુનિટ કોસ્ટના ૪૦ ટકા મહત્તમ સહાય અથવા ખરેખર ખર્ચના ૪૦ ટકા એ બે માંથી જે ઓછું હોય તે સહાય તેમજ મહિલા/એસ.ટી./એસ.સી. કેટેગરી માટે યુનિટ કોસ્ટના ૬૦ ટકા સહાય મહત્તમ સહાય અથવા ખરેખર ખર્ચના ૬૦ ટકા એ બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર થાય છે. કુલ મળવાપાત્ર સહાયમાં ૬૦ ટકા કેન્દ્ર સરકારશ્રીનો અને ૪૦ ટકા રાજ્ય સરકારશ્રીનો ફાળો રહેશે.   

    તા 13/04/2023થી

    30/04/2023 સુધી

    9. નવા આઈસ પ્લાન્‍ટ/ કોલ્ડ સ્ટોરેજની સ્થાપવા પ૦ ટન યુનિટ કોસ્ટ રૂ. રૂ.૧૫૦.૦૦ લાખ છે. જનરલ કેટેગરી માટે યુનિટ કોસ્ટના ૪૦ ટકા મહત્તમ સહાય અથવા ખરેખર ખર્ચના ૪૦ ટકા એ બે માંથી જે ઓછું હોય તે સહાય તેમજ મહિલા/એસ.ટી./એસ.સી. કેટેગરી માટે યુનિટ કોસ્ટના ૬૦ ટકા સહાય મહત્તમ સહાય અથવા ખરેખર ખર્ચના ૬૦ ટકા એ બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર થાય છે. કુલ મળવાપાત્ર સહાયમાં ૬૦ ટકા કેન્દ્ર સરકારશ્રીનો અને ૪૦ ટકા રાજ્ય સરકારશ્રીનો ફાળો રહેશે.

    તા 13/04/2023થી

    30/04/2023 સુધી

    10. પરંપરાગત માછીમારો માટે હોડી (રિપ્લેસમેન્ટ) અને જાળી પ્રદાન કરવી યુનિટ કોસ્ટ 5.00 લાખ. જનરલ કેટેગરીના લાભાર્થી માટે સહાયની રકમ યુનિટ કોસ્ટના ૪૦% લેખે મળવાપાત્ર રહેશે અથવા ખરેખર થયેલ ખર્ચના ૪૦% બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે.જેમાં ૬૦% કેન્દ્ર સરકારશ્રીનો ફાળો તેમજ ૪૦% રાજ્ય સરકારશ્રી ફાળો રહેશે. મહિલા/ST/SC કેટેગરીના લાભાર્થી માટે સહાયની રકમ યુનિટ કોસ્ટના ૬૦% લેખે મળવાપાત્ર રહેશે અથવા ખરેખર થયેલ ખર્ચના ૬૦% બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે.જેમાં ૬૦% કેન્દ્ર સરકારશ્રીનો ફાળો તેમજ ૪૦% રાજ્ય સરકારશ્રી ફાળો રહેશે.      

    તા 13/04/2023 થી

    30/04/2023 સુધી

    11.

     

    બાયો ટોયલેટ યુનિટ કોસ્ટ રૂ. ૫૦,૦૦૦/- છે. જનરલ કેટેગરી માટે યુનિટ કોસ્ટના ૪૦ ટકા મહત્તમ સહાય અથવા ખરેખર ખર્ચના ૪૦ ટકા એ બે માંથી જે ઓછું હોય તે સહાય તેમજ મહિલા/એસ.ટી./એસ.સી. કેટેગરી માટે યુનિટ કોસ્ટના ૬૦ ટકા મહત્તમ સહાય અથવા ખરેખર ખર્ચના ૬૦ ટકા એ બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર થાય છે. કુલ મળવાપાત્ર સહાયમાં ૬૦ ટકા કેન્દ્ર સરકારશ્રીનો અને ૪૦ ટકા રાજ્ય સરકારશ્રીનો ફાળો રહેશે.

    તા 13/04/2023થી

    30/04/2023 સુધી

    12. મોર્ડનાઈઝેશન ઓફ કોલ્ડ સ્ટોરેજ/આઈસ પ્લાન્ટ લાભાર્થીને કોલ્ડ સ્ટોરેજ / આઈસ પ્લાન્ટના આધુનિકીકરણ યુનિટ કોસ્ટ ૫૦.૦૦ લાખની સામે જનરલ કેટેગરી માટે ૪૦ ટકા સહાય એટલે કે રુ.૨૦.૦૦ લાખ સુધીની સહાય અથવા ખરેખર ખરીદીના ૪૦ ટકા એ બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર થાય છે. મહીલા અને એસ.ટી./એસ.સી કેટેગરીના લાભાર્થી માટે ૬૦ ટકા એટલે કે રુ.૩૦.૦૦ લાખ સુધીની સહાય અથવા ખરેખર ખરીદીના ૬૦ ટકા એ બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર થાય છે. મળવાપાત્ર સહાયમાં ૬૦% કેન્દ્ર સરકારનો અને ૪૦% રાજ્ય સરકારનો ફાળો રહેશે.

     

    તા 13/04/2023થી

    30/04/2023 સુધી

    13. રેફરીજરેટેડ વ્હીકલ લાભાર્થીએ રેફ્રીજરેટર વ્હીકલ યુનિટ કોસ્ટ ૨૫.૦૦ લાખની સામે જનરલ કેટેગરી માટે ૪૦ ટકા સહાય એટલે કે રુ.૧૦.૦૦ લાખની સહાય અથવા ખરેખર ખરીદીના ૪૦ ટકા એ બે માંથી જે ઓછું હોય તે સહાય જનરલ કેટેગરી લાભાર્થીને મળવાપાત્ર થાય છે. મહીલા અને એસ.ટી./એસ.સી કેટેગરીના લાભાર્થી માટે ૬૦ ટકા એટલે કે રુ.૧૫.૦૦ લાખની સહાય અથવા ખરેખર ખરીદીના ૬૦ ટકા એ બે માંથી જે ઓછું હોય તે સહાય મહીલા અને એસ.ટી./એસ.સી કેટેગરીના લાભાર્થીને મળવાપાત્ર થાય છે. મળવાપાત્ર સહાયમાં ૬૦% કેન્દ્ર સરકારનો અને ૪૦% રાજ્ય સરકારનો ફાળો રહેશે. 

    તા 13/04/2023થી

    30/04/2023 સુધી

    14. સી કેજ કલ્ચર સી-કેઈજના એક યુનિટની યુનિટ કોસ્ટ રૂ. રૂ.૫.૦૦ લાખ છે. જનરલ કેટેગરી માટે યુનિટ કોસ્ટના ૪૦ ટકા મહત્તમ સહાય અથવા ખરેખર ખર્ચના ૪૦ ટકા એ બે માંથી જે ઓછું હોય તે સહાય તેમજ મહિલા/એસ.ટી./એસ.સી. કેટેગરી માટે યુનિટ કોસ્ટના ૬૦ ટકા મહત્તમ સહાય અથવા ખરેખર ખર્ચના ૬૦ ટકા એ બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર થાય છે. કુલ મળવાપાત્ર સહાયમાં ૬૦ ટકા કેન્દ્ર સરકારશ્રીનો અને ૪૦ ટકા રાજ્ય સરકારશ્રીનો ફાળો રહેશે. સ્વતંત્ર લાભાર્થી દીઠ મહત્તમ ૧૦ સી-કેઈજ યુનિટ ઉપર સહાય મળવાપાત્ર છે. મત્સ્ય સહાકરી મંડળીઓ/ સ્વ સહાય જુથ વગેરેને પ્રત્યેક સભ્ય દીઠ ૨ સી-કેઈજ યુનિટ લેખે મહત્તમ ૧૦૦ સી-કેઈજ યુનિટ ઉપર સહાય મળવાપાત્ર છે.    તા 13/04/2023 થી

    30/04/2023 સુધી

    Share your comments

    Subscribe Magazine

    More on News

    More