Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

સેંકડો કેદી બન્યા ખેડૂત! ટ્રેનિંગ પછી શરૂ કરી મશરૂમની ખેતી

સમાજની રાહથી ભટકી ગયેલા લોકોને જોડવા માટે બિહારની જેલોમાં સ્વરોજગાર માટે શિક્ષા આપવામાં આવી રહી છે. પુસાના ડૉ.રાજેન્દ્ર પ્રસાદ કેન્દ્ર કૃષિ વિશ્વવિદ્યાલય દ્વારા મશરૂમની ખેતી માટે એક શિક્ષા શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, ખાસ કરીને થોડા દિવસો પછી જેલમાંથી બહાર આવનારા દોષિત અથવા આરોપીઓના જીવનનિર્વાહ માટે આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

Sagar Jani
Sagar Jani

સમાજની રાહથી ભટકી ગયેલા લોકોને જોડવા માટે બિહારની જેલોમાં સ્વરોજગાર માટે શિક્ષા આપવામાં આવી રહી છે. પુસાના ડૉ.રાજેન્દ્ર પ્રસાદ કેન્દ્ર કૃષિ વિશ્વવિદ્યાલય દ્વારા મશરૂમની ખેતી માટે એક શિક્ષા શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, ખાસ કરીને થોડા દિવસો પછી જેલમાંથી બહાર આવનારા દોષિત અથવા આરોપીઓના જીવનનિર્વાહ માટે આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

સમાજની રાહથી ભટકી ગયેલા લોકોને જોડવા માટે બિહારની જેલોમાં સ્વરોજગાર માટે શિક્ષા આપવામાં આવી રહી છે. પુસાના ડૉ.રાજેન્દ્ર પ્રસાદ કેન્દ્ર કૃષિ વિશ્વવિદ્યાલય દ્વારા મશરૂમની ખેતી માટે એક શિક્ષા શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, ખાસ કરીને થોડા દિવસો પછી જેલમાંથી બહાર આવનારા દોષિત અથવા આરોપીઓના જીવનનિર્વાહ માટે આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરમાં મશરૂમની ખેતીની રીત અને મશરૂમના ઉપયોગ વિશે જણાવાયું છે. આની સાથે પાપડ, બિસ્કીટ, અથાણું, ભુજિયા, લાડુ, મીઠાઈ બનાવવાની રીત પણ શીખવવામાં આવી રહી છે. ક્રમશઃ બિહારની જુદી જુદી જેલોમાં યુનિવર્સિટીની આખી ટીમ ડૉ. દયારામની દેખરેખ હેઠળ મશરૂમની ખેતી વિશે માહિતી આપી રહી છે અને ઉગાડવા માટે દરેક જેલમાં મશરૂમ્સની થેલીઓ આપી રહી છે. એટલે કે જેલમાં જ મશરૂમ ઉગાડવામાં આવે છે.

IFFCO: લિક્વિડ નેનો યુરિયાનું કોમર્શિયલ ઉત્પાદન શરૂ, ગુજરાતમાંથી આ રાજ્યમાં મોકલાયો પ્રથમ જથ્થો

સમસ્તીપુર જેલમાં બિહારના મશરૂમ મેન તરીકે જાણીતા મશરૂમ વૈજ્ઞાનિક ડો.દયારામના નેતૃત્વમાં કેદીઓને તાલીમ આપવામાં આવી છે. તાજેતરમાં આ તાલીમ શિબિરમાં 43 કેદીઓએ ભાગ લીધો હતો. જેને વધતી મશરૂમની પ્રક્રિયા તરીકે વર્ણવવામાં આવ્યું છે. ડૉ. દયારામ સમજાવે છે કે કેદીઓને વધતી મશરૂમની તકનીકો વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે આમાં, છીપ અને દૂધિયું મશરૂમ ત્યાંના  તાપમાન અનુરુપ સરળતાથી ઉગાડવામાં આવે છે. આ અંગે કેદીઓને સંપૂર્ણ જાણકારી આપવામાં આવી છે.

આ ઉપરાંત કમ્પોસ્ટ બનાવવા માટે જેલ પરિસરમાં જ યુનિવર્સિટી દ્વારા લાઈવ ડેમોશસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. જેના કારણે જેલમાં જ મશરૂમની ખેતી શરૂ થઈ ગઈ છે. અહીંથી શીખ્યા પછી જ્યારે આ કેદીઓ તેમના ઘરે પરત ફરે, ત્યારે તેઓ આ તાલીમના આધારે સરળતાથી મશરૂમ ઉગાડી શકે છે અને તેમનું જીવનમાં આગળ વધી શકે છે

શિક્ષા પછી સેંકડો કેદી બન્યા ખેડૂત

ડૉ.દયારામ કહે છે કે બિહારની જુદી જુદી જેલોમાં આ શિબિરો સતત યોજવામાં આવી હતી અને જ્યારે કેદીઓ જેલની બહાર આવ્યા ત્યારે તે પ્રમાણ પત્રના ખેડુતો બન્યા હતા. જેલમાંથી બહાર આવ્યા પછી મશરૂમેં તેમનું જીવન બદલી નાખ્યું.

કેદીઓનું જીવન બદલાઈ ગયું

રામ ચરણ (નામ બદલ્યું છે) બે વર્ષ પહેલાં પટના જેલથી બહાર આવ્યો હતો, તેણે હાજીપુરની કોલોનીમાં મશરૂમ ઉગાડીને તે પરિવારનું ગુજરાન ચલાવતો હતો. સાથે જ તે આસપાસના લોકોને પણ મશરૂમની ખેતી કેવી રીતે કરી શકાય તે ભણવતા હતા..

આ મામલે રામ ચરણ જણાવે છે કે જ્યારે તેમણે તાલીમ લીધા પછી મશરૂમ ઉગાડવાનું શરૂ કર્યું, ત્યારે કોલોનીનાં લોકો આ વાત માનવામાં નહોતી આવતી, પરંતુ મશરૂમે અમારું જીવન બદલી નાખ્યું.  હવે આ સોસાયટીના લોકો અમારી પાસેથી મશરૂમ પણ ખરીદી રહ્યા છે અને પ્રતિષ્ઠા પણ આપી રહ્યા છે.

સમસ્તીપુર જેલના ડેપ્યુટી એસપી મનોજ કુમાર સિંહ કહે છે કે કેદીઓને સમાજમાં સારા વલણથી જોવામાં આવતા નથી, જેના કારણે તેમને રોજગાર પણ સરળતાથી મળતો નથી. તેથી જ આ પ્રકારની તાલીમ મોટાભાગના કેદીઓના જીવનમાં ઘણો મોટો બદલાવ લાવ્યું છે.

જેલમાં જેટલા દિવસો સુધી રહેવાનું થાય એટલો સમય મશરૂમ ઉગાડો અને ખાઓ સાથે સાથે જો વધારે મશરૂમ હોય તો પાપડ, અથાણું, ખીર, લાડુ, મીઠાઇ, ચિપ્સ સહિતની ઘણી ચીજો બનાવવાની તાલીમ આપવામાં આવી છે. માર્કેટમાં તેમના દ્વારા બનાવેલ માલ વેચતી વખતે કેટલાક પૈસા પણ તેમને આપવામાં આવશે જેથી તેઓ ફરીથી નવું જીવન શરૂ કરી શકે.

વાસ્તવમાં  સુપ્રીમ કોર્ટના આદેશમાં કેદીઓને આપવામાં આવેલા અધિકારોમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ કેદીઓને મુખ્ય ધારામાં લાવવા સરકારી પ્રયત્નો કરવા જોઈએ. પરંતુ બિહાર જેવા રાજ્યમાં જ્યાં રોજગારની તીવ્ર અછત છે, ત્યાં કેદીઓને સ્વરોજગાર માટે તાલીમ આપવાથી તેમના જીવનમાં ચોક્કસપણે પરિવર્તન આવશે.

Share your comments

Subscribe Magazine

More on News

More