અમેરિકાની અર્થવ્યવસ્થામાં મંદીના સંકેતો દેખાવા લાગ્યા છે. આવી સ્થિતિમાં વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સામે અનિશ્ચિતતાનું વાતાવરણ છે.
અમેરિકા અભ્યાસ માટે સૌથી મોઘા સ્થળોમાંનુ એક
વિશ્વ આખુ મંદી તરફ આગળ વધી રહ્યુ છે, ત્યારે અમેરિકાની અર્થવ્યવસ્થામાં મંદીના સંકેતો દેખાવા લાગ્યા છે. આવી સ્થિતિમાં વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સામે અનિશ્ચિતતાનું વાતાવરણ છે. નોંધપાત્ર રીતે, જો અમેરિકામાં આર્થિક મંદી આવે છે, તો રહેવા અને ખાવાના ખર્ચ, ટ્યુશન ફી અને અન્ય નાના મોટા ખર્ચમાં વધારો થશે. અમેરિકા પહેલાથી જ અભ્યાસ માટે સૌથી મોંઘા સ્થળોમાંનું એક છે, આ સંજોગોમાં વિદ્યાર્થીઓને ટ્યુશન ફી અને જીવનનિર્વાહના ખર્ચમાં વધારો થવાને કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
એક મીડિયા રિપોર્ટમાં વિદેશમાં ભણતા વિદ્યાર્થીઓને મદદ કરતી એક કંપનીના CEOને ટાંકીને લખવામાં આવ્યું છે કે, 'યુએસમાં મંદીના કારણે કંપનીઓમાં મોટા પાયે કર્મચારીઓની છટણી થશે, ત્યાં નવી નોકરીઓ મળવાની શક્યતાઓ ઘટી જશે. આવી સ્થિતિમાં આટલા પૈસા ખર્ચીને અમેરિકા જવાનો અને અભ્યાસ કરવાનો હેતુ સફળ નહીં થાય.
બીજી તરફ, યુનિવર્સિટીઓમાં એડમિશનમાં મદદ કરતી એક કંપનીના CEOને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, 'હાલમાં મંદીની કોઈ અસર દેખાઈ રહી નથી. જો કે, વિદ્યાર્થીઓમાં ચોક્કસપણે ચિંતા છે. કેટલાક વિદ્યાર્થીઓએતો નોકરીની શોધ પણ શરૂ કરી દીધી છે, જેથી તેમના H-1B વિઝા જાળવી શકાય.
આ પણ વાંચો:Zomato Layoffs: Zomato માં મંદીના આસાર, કંપની કરશે 4 ટકા કર્મચારીઓની છટણી
Share your comments