ખેડૂત(Farmer) માટે ખૂબ જ ઉપયોગી સેવા કૃષિ અને સહકાર વિભાગ, કૃષિ અને ખેડૂતોના કલ્યાણ મંત્રાલય, 21 જાન્યુઆરી, 2004 ના રોજ ભારત સરકારે ખેડુત સમુદાયને વિસ્તરણ સેવાઓ પૂરી પાડવા માટે 21 જાન્યુઆરી 2004 ના રોજ કિસાન કૉલ સેન્ટર (KCC) શરૂ કર્યું હતું. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે ખેડૂતોના પ્રશ્નોના જવાબ ટેલિફોન કોલ પર (ટોલફ્રી નં: 1800 180 1551) સહેલાઇથી મળી રહે. જેથી બધા ખેડૂતો ઉપલબ્ધ વિસ્તણ સુવિધા ધ્વારા અને ટેક્નોલોજીનો સહેલાઈ ઉપયોગ કરી શકે. આ કોલ કેન્દ્રોનો હેતુ મુખ્યત્વે ખેડૂતોને મુંઝવતા પ્રશ્નોનું સ્થાનિક અને ઝડપી ધોરણે જવાબ મળી રહે.
કિસાન કોલ સેન્ટરની કાર્યપધ્ધતિ કિસાન કોલ સેન્ટર ત્રણ સ્તર ધરાવે છે:
સ્તર ૧:
કિસાન કોલ સેન્ટરના એજન્ટો જે ફાર્મ ટેલિ સલાહકાર (એફટીએ) તરીકે ઓળખાય છે, તે મૂળભૂત કોલ સેન્ટર ઇન્ટરફેસ છે, તેઓ કૃષિ અથવા સંલગ્ન (બાગાયત, પશુપાલન, મત્સ્યોદ્યોગ, મરઘા, મધમાખી- પાલન, સેરિકલ્ચર, એક્વાકલ્ચર, કૃષિ ઇજનેરી, કૃષિ માર્કેટિંગ, બાયો-ટૅકનોલૉજી, હોમ સાયન્સ વગેરે. અને સંબંધિત સ્થાનિક ભાષામાં ઉત્તમ સંચાર કૌશલ્ય ધરાવે છે.)
સ્તર ૨:
સંબંધિત વિષય નિષ્ણાતને (SMS) નો સમાવેશ થાય છે જે કામના તેમના સ્થાને (રિસર્ચ સ્ટેશન્સ, એટીક, કેવીકે, એગ્રીકલ્ચર કોલેજો) સ્થિત છે. જો પ્રથમ સ્તરના ઑપરેટર પ્રશ્નનો જવાબ આપી ન શકે, તો ઓપરેટર ફોરવર્ડ (કોલ શેરિંગ મોડમાં) સંબંધિત વિષય નિષ્ણાતને કૉલ કરે છે.
સ્તર ૩:
મેનેજમેન્ટ ગ્રૂપ જે તમામ ખેડૂતોના પ્રશ્નોના અંતિમ જવાબ અને રીઝોલ્યુશનને સુનિશ્ચિત કરવા માટે છે, જે સ્તર૨ પર ઉકેલાતા નથી
કિસાન કૉલ સેન્ટરની મુખ્ય લાક્ષણિકતાઓ
- ખેડૂત મિત્રએ ખેતીવાડી, બાગાયતી પાકોની, પશુપાલનની, મત્સ્યપાલનની, હવામાન ની માહિતી કેન્દ્ર સરકારની કે રાજય સરકારની ની ખેડૂત કલ્યાણકારી યોજનાની માહિતી મેળવવા માટે સવારે 6:00 થી રાત્રે 10:00 વાગ્યા સુધી 365 દિવસ અવિરત કોલ કરી શકે છે.
- ખેડૂત પોતાના સ્થાનિકભાષામાં જવાબ મેળવી શકે છે.
- ખેડૂત પોતે હવામાન અને વિસ્તાર આધારિત કિસાન કોલ સેંટર માંથી પાક વિષેની તાંત્રિક માહિતી મેળવી શકે છે.
- 22 ભારતીય ભાષાઓમાં ટોલ ફ્રી નંબર 1800-180- 1551 દ્વારા ઉપલબ્ધ.
- દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આવરી લેતા કોલ કેન્દ્ર સ્થાનો.
- (સવારે 6:00 થી રાત્રે 10:00 વાગ્ય સુધી કાર્યરત 365 દિવસ)
- ખેડૂતોને એસએમએસ (જવાબનો સારાંશ)
- પાક સલાહકારી એસએમએસ.
- દરેક કિસાન કોલ સેન્ટર રાજ્ય સ્તરે નોડલ એજન્સી (સ્તર -૩) દ્વારા નિયંત્રિત છે. 10. ફાર્મ ટેલિ સલાહકારો માટેના તાલીમ કાર્યક્રમો વિવિધ અંતરાલે હાથ ધરવામાં આવે છે.
મુકેશ ટાંક & શ્રદ્ધાબેન પટેલ સૂપરવાઇજર કિસાન કોલ સેન્ટર, ગુજરાત
Share your comments