Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

કેવી રીતે 'કેન્ડી લેક' જંગલમાંથી તળાવમાં થયુ પરિવર્તિત

કઝાકિસ્તાનના સાતી ગામમાં કેન્ડી નામનું એક બહુ મોટું તળાવ છે, આ તળાવની સુંદરતા જોઈને લોકો હતપ્રત થઈ જાય છે, હકીકતમાં આ તળાવની અંદર એક આખું જંગલ વસેલું છે, અને તેને જોઈને એવું લાગે છે કે તે પાણીમાં ઊંધું થઈ ગયું છે. આ જગ્યા વિચિત્ર છે પરંતુ અહીં તળાવ કેવી રીતે બન્યું તેની પણ એક રસપ્રદ વાર્તા છે.

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar
kaindy lake
kaindy lake

તળાવ પર ઊંચી ઊંચી વાંસની લાકડીઓ જોઈ શકાય

આ સુંદર સ્થળ વિશે ઈતિહાસકારોનું માનવું છે કે વર્ષ 1911માં તિયાન શાન પર્વતમાળામાં એક મોટો ભૂકંપ આવ્યો હતો અને તે ભૂકંપને કારણે આસપાસના વિસ્તારોમાં ભારે ભૂસ્ખલન થયું હતું અને પછી તે ઊંડી ખીણમાં ફેરવાઈ ગયું હતું. અને ઉભી થયેલી જમીનો કુદરતી ડેમ બની ગઈ. સમય જતાં, વરસાદે સમગ્ર વિસ્તારને પાણીથી ભરી દીધો અને જોત જોતામાં જ આખું જંગલ 1360 ફૂટ એટલે કે 400 મીટર લાંબા તળાવમાં ફેરવાઈ ગયું. આજે તળાવ પર ઊંચી ઊંચી વાંસની લાકડીઓ જોઈ શકાય છે. આ વાંસની લાકડીઓ વૃક્ષો હતા પરંતુ તળાવ બન્યા બાદ તેના મૂળ પાણીમાં ડૂબી ગયા હતા.

તેનું પાણી ઠંડુ હોવાની સાથે સાથે એટલું સાફ પણ છે જો તેને કિનારા પરથી જોવામાં આવે તો તેની ઊંડાઈ ખૂબ જ નીચે સુધી જોઈ શકાય છે. ઉનાળામાં પણ આ તળાવનું પાણી 6 ડિગ્રી સેલ્સિયસથી વધુ નથી હોતું. શિયાળામાં લોકો અહીં ડ્રાઇવિંગ અને માછીમારીનો શોખ પૂરો કરવા આવે છે. જો તમે પણ શિયાળામાં અહીં જવા ઈચ્છો છો તો જાણી લો કે તમે અહીં કેન્ડી લેક નહીં જોઈ શકો. કારણ કે તે સમયે આ તળાવ બરફમાં ફેરવાઈ જાય છે. સ્થાનિક લોકો તળાવના અતિવાસ્તવ લેન્ડસ્કેપની ઝલક મેળવવા માટે આ સ્થિર પાણી પર તરવા પણ જાય છે.

આ પણ વાંચો:IMD Rainfall Alert: ઉત્તર ભારતના આ રાજ્યોમાં 4-5 દિવસ સુધી વરસાદની આશંકા, આ પાકને થઈ શકે છે નુકસાન

તળાવની સુંદરતાનો આનંદ માણવો હોય તો શિયાળો શ્રેષ્ઠ સમય

આ અદ્ભુત તળાવ હવે પર્યટનનું કેન્દ્ર બની ગયું છે, તેને જોવા માટે દૂર-દૂરથી લોકો અહીં આવે છે. સૌથી મોટા શહેર અલમાટીની નજીક સ્થિત આ સ્થળે પહોંચવા માટે પ્રવાસીઓને ઉબડ ખાબડ રસ્તાઓ પાર કરવા પડે છે. આ સાથે પ્રશાસન દ્વારા આપવામાં આવતા વાહનોની પણ મદદ લેવામાં આવે છે, જ્યારે આ તળાવની સુંદરતાનો આનંદ માણવો હોય તો શિયાળો શ્રેષ્ઠ સમય છે. કારણ કે તે સમયે તળાવની સુંદરતા તેમજ તેની આસપાસનો વિસ્તાર ખૂબ જ આકર્ષક હોય છે.

આ પણ વાંચો:બ્રહ્માંડ કેવું દેખાય છે? નાસાના જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપમાંથી "બ્રહ્માંડનું પ્રથમ રંગીન ચિત્ર".

Share your comments

Subscribe Magazine

More on News

More