ખેડુતોને પણ લસણના સારા ભાવ મળી રહ્યા છે.
ઔષધીય ગુણોથી ભરપુર હિમાચલ પ્રદેશના લસણની માંગ તમીલનાડુમાં ખુબ ઝડપથી વધવા લાગી છે. હિમાચલ પ્રદેશના લસણની માંગ વધવાથી પ્રદેશના ખેડુતોને પણ લસણના સારા એવા ભાવ મળી રહ્યા છે. આ વખતે લસણનો આકાર ઘણો સારો છે. તેથી જ લસણની માંગ ખુબ વધી ગઈ છે. જોકે, ગ્રેડ પ્રમાણે સોલન શાકમાર્કેટમાં લસણ 25 થી 80 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યું છે, જ્યારે તમિલનાડુના શાકમાર્કેટમાં લસણની કિંમત 100 રૂ. પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે.
દક્ષિણ ભારતના બજારોમાં લસણની માંગ વધારે
હિમાચલ પ્રદેશનુ લસણ ઔષધીય ગુણોથી ભરપુર છે. આ લસણની માંગ પુરા દેશમાં તેમજ વિદેશમાં પણ જોવા મળે છે. સિરમૌરમાં લસણનુ સૌથી વધારે ઉત્પાદન થાય છે. કુલ્લુમાં પણ લસણની મોટા પાયે ખેતી કરવામાં આવે છે. સોલન અને શિમલામાં પણ લસણનુ ઉત્પાદન ખુબ વધારે થાય છે. સિરમૌર અને સોલનમાં પાક મે મહિના સુધીમાં તૈયાર થઈ જાય છે. અહીંનુ લસણ માત્ર દેશમાં જ નહીં પણ વિદેશોમાં પણ ધૂમ મચાવે છે. આ લસણની દક્ષિણ ભારતના બજારોમાં ખુબ વધારે માંગ છે.
આ પણ વાંચો:કલાઈમેટમાં ફેરફારને કારણે 2050 સુધીમાં વિશ્વના 80 ટકા વિસ્તારોમાં પાક નહિ ઉગે
ખેડુતોને ગ્રેડના હિસાબથી ભાવ મળી રહ્યા છે.
કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તમિલનાડુ ઉપરાંત ત્રિપુરા અને સિક્કિમમાં પણ લસણ મોકલવામાં આવી રહ્યું છે. શાકમાર્કેટ સોલનના સેક્રેટરી રવિન્દ્ર શર્માએ કહ્યું કે બજારમાં લસણ વધુ માત્રામાં આવવા લાગ્યું છે. ખેડુતોને પણ ગ્રેડના હિસાબથી ભાવ મળી રહ્યા છે. આ દિવસોમાં તમિલનાડુ અને કર્ણાટકમાં લસણની માંગ વધારે છે. તમિલનાડુમાં 100રૂ. પ્રતિ કીલો લસણ વેચાઈ રહ્યુ છે.
આ પણ વાંચો:કાસગંજના ખેડૂતે ઉગાડ્યું પીળું તરબૂચ, લોકોને પસંદ આવ્યો તેનો સ્વાદ
Share your comments