રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગના ડાયરેકટર મનોરમાં મોહંતીએ આ મામલે જણાવ્યું છે કે, રાજ્યમાં કેટલાક વિસ્તારો એવા પણ છે કે જ્યાં હજુ વરસાદની રાહ જોવાઇ રહી છે. તેવા વિસ્તારોમાં પણ ચાલુ વર્ષે સારો એવો વરસાદ વરસવાની શક્યતા છે
હાલની વાત કરીયે તો બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થયું છે. જેના પગલે આગામી પાંચ દિવસ સુધી ઘણા ખરા વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેશે. આ ઉપરાંત કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેકટર મનોરમાં મોહંતીએ આ મામલે જણાવ્યું છે કે, રાજ્યમાં કેટલાક વિસ્તારો એવા પણ છે કે જ્યાં હજુ વરસાદની રાહ જોવાઇ રહી છે. તેવા વિસ્તારોમાં પણ સારો વરસાદ ચાલુ વર્ષે સારો એવો વરસાદ થવાની આશા છે. 24થી 26 જુલાઈ વચ્ચે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
23 જુલાઈ
હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે 23 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ ખાબકી શેક તેમ છે
24 જુલાઈ
શનિવારે એટલે કે 24 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી, બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, આણંદ, દાહોદ, મહીસાગર, ભરૂચ, ડાંગ, તાપી, જામનગર, મોરબી, દ્વારકા અને કચ્છ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી.
25 જુલાઈ
ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, આણંદ, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, રાજકોટ, અમરેલી, ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી.
26 જુલાઈ
નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી, બનાસકાંઠા, પાટણ, પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. ચાલુ વર્ષે વરસાદની વાત કરવામાં આવે તો અત્યારસુધી ગુજરાતમાં સરેરાશ 25.79 ટકા વરસાદ થયો છે. જેમાં કચ્છમાં 27.09 ટકા, ઉત્તર ગુજરાતમાં 19.28 ટકા, મધ્ય પૂર્વ ગુજરાતમાં 21.90 ટકા અને સૌરાષ્ટ્રમાં 24.04 ટકા, દક્ષિણ ગુજરાતમાં 31.75 ટકા વરસાદ નોંધાયો છે. અત્યારસુધી ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ થયો છે. હવામાન વિભાગનું અનુમાન છે કે લો પ્રેશરના કારણે સારો વરસાદ થશે અને વરસાદની ઘટ પણ પૂર્ણ થશે.
અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી
હવામાલ ખાતા દ્વારા કરવામાં આવેલ વરસાદની આગાહી બાદ ગુજરાતના જાણીતા એવા અંબાલાલ પટેલ કે જે વારંવાર વરસાદને લઈને આગાહી કરતા હોય છે અને તેમની વરસાદની આગાહી સાચી પણ પડતી હોય છે ત્યારે તેમણે સૌરાષ્ટ્રમાં વરસાદને લઈને આગાહી કરી છે કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં સારો વરસાદ થયો છે પરંતુ ઉત્તર ગુજરાતમાં જોઈએ તેવો વરસાદ થયો નથી. 24 અને 25 જુલાઇના ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ થશે. ચારથી આઠ ઇંચ સુધી વરસાદ થવાની અગાહી અંબાલાલ પટેલે કરી છે.
Share your comments