Maharashtra Rain Damage: મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં ભારે વરસાદને કારણે ઓછા માં ઓછા પાંચ લોકોના મોત નિપજ્યા છે અને બે લોકો લાપતા થઈ ગયા છે. બીજી તરફ, અવિરત વરસાદને કારણે નાશિક જિલ્લામાં ઘણી નદીઓના જળસ્તરમાં વધારો થયો છે, જ્યારે મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં સોમવારે હળવો વરસાદ થયો હતો. અધિકારીઓએ જણાવ્યુ કે ગઢચિરોલીમાં અમુક લોકો ટ્રકમાં સવાર થઈને એક ગ્રામીણના અંતિમ સંસ્કારમાં જઈ રહ્યા હતા ત્યારે જ ભારે વરસાદને કારણે તેમનુ વાહન પાણીમાં વહી ગયુ હતુ. જેમાં ત્રણ મૃતદેહ મળી આવ્યા હતા જ્યારે બે લાપતા હોવાનું કહેવાય છે. અલગ-અલગ બનાવમાં વધુ બેના મોત નિપજ્યા હતા.
સીએમ અને ડેપ્યુટી સીએમની વિદર્ભ વિસ્તારની મુલાકાત
આ દરમિયાન મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે નુકસાનની સમીક્ષા કરવા રાજ્યના વિદર્ભ વિસ્તારની મુલાકાત લીધી. તેમને નાગપુરથી એક ભારતીય વાયુસેનાના હેલીકેપ્ટરથી જવાનુ હતુ, પરંતુ ખરાબ હવામાનને કારણ તે બંને ગઢચિરોલી માટે રોડ પરથી ગયા, જ્યાં તેમને નાગપુરના ડિવિઝનલ કમિશનર ડૉ. માધવી ખોડે દ્વારા પરિસ્થિતિ વિશે જણાવવામાં આવ્યું હતું. દરમિયાન, નાસિક જિલ્લામાં ભારે વરસાદ ચાલુ રહ્યો હતો, જેના કારણે અનેક નદીઓના જળસ્તરમાં વધારો થયો હતો અને ગોદાવરી નદીના તળેટીમાં આવેલા અનેક મંદિરો ડૂબી ગયા હતા.
આ પણ વાંચો:આગામી 5 દિવસ સુધી ભારે વરસાદ પડશે, હવામાન વિભાગે આ રાજ્યો માટે આ ચેતવણી જારી કરી છે
1 જુનથી અત્યાર સુધી મહારાષ્ટ્રમાં આટલા મોત
ભારતીય હવામાન વિભાગ (IMD) એ નાસિક જિલ્લા માટે 14 જુલાઈ સુધી "રેડ" એલર્ટ જારી કર્યું છે, જેમાં 24 કલાકમાં 20 સેમીથી વધુ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. માહિતી અનુસાર, મહારાષ્ટ્રમાં 1 જૂનથી ભારે વરસાદને કારણે 83 લોકોના મોત થયા છે, જ્યારે 64 લોકો ઘાયલ થયા છે. આ દુર્ઘટનામાં પૂર, ભૂસ્ખલન, મકાન ધરાશાયી, દરિયામાં ડૂબવું, પાણીમાં ડૂબવું, વીજળી પડવી અને શોર્ટ સર્કિટનો સમાવેશ થાય છે. આ ભારે વરસાદમાં અત્યાર સુધીમાં 164 પશુઓના પણ મોત થયા છે. તેમજ અત્યાર સુધીમાં 5873 લોકોને બચાવી લેવામાં આવ્યા છે એટલે કે તેમને સુરક્ષિત સ્થળે મોકલવામાં આવ્યા છે.
આ પણ વાંચો:અમરનાથ ગુફાથી 2 કિમી દુર વાદળ ફાટ્યુ, 16 લોકોના મોત નિપજ્યા, 40 લોકો હજુ સુધી લાપતા
Share your comments