Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ગુજરાતમાં મેઘરાજા મહેરબાન- આ વિસ્તારોમાં મન મુકીને મેઘાએ વરસાવ્યો વરસાદ

અમદાવાદ સહિતનાં પાટનગર ગાંધીનગરમાં પણ અતિભારે વરસાદ વરસી રહ્યો હોવાના અહેવાલ મળી રહ્યાં છે. પવનની સાથે-સાથે અતિભારે વરસાદને પગલે એક્સપ્રેસ-વે પર વિઝિબિલિટી પણ પૂઅર થઈ છે.

Sukhadev Thakor
Sukhadev Thakor
ગુજરાતના આ ભાગોમાં ભારે વરસાદ નોંધાયો છે
ગુજરાતના આ ભાગોમાં ભારે વરસાદ નોંધાયો છે

બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થતાં જ વરસાદ અટકી ગયો હતો. જેને લીધે 30 જુલાઈથી લઈને 8 ઓગસ્ટ સુધીમાં અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી હતી. ત્યારે આજે 25 તારીખથી રાજ્યના ઘણાં વિસ્તારમાં વરસાદ ખાબકી પણ રહ્યો છે. અમદાવાદ સહિતનાં પાટનગર ગાંધીનગરમાં પણ અતિભારે વરસાદ વરસી રહ્યો હોવાના અહેવાલ મળી રહ્યાં છે. પવનની સાથે-સાથે અતિભારે વરસાદને પગલે એક્સપ્રેસ-વે પર વિઝિબિલિટી પણ પૂઅર થઈ છે.

2 ફૂટ આગળનું કશું દેખાતું ન હોવાનું પણ વાહનચાલકો જણાવી રહ્યા છે. અમદાવાદના ગ્રામીણ વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.કાલાવડ શહેર તથા આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં પણ જોરદાર વિજળીના કડાકાની સાથે જોરદાર વરસાદ વરસી રહ્યો છે. તાલુકાના નવાગામ, ઉમરાળા, ફગાસ, ટોળા, માછેડા, ધુન ધોરાજી તથા જામવાડી જેવા ઘણાં ગામોમાં જોરદાર વરસાદ પણ શરૂ થયો છે. માત્ર અડધી કલાકમાં જ તોફાની હવાની સાથે કુલ 1 ઈંચથી પણ વધુ વરસાદ પડ્યો છે.

છેલ્લા ઘણાં દિવસથી ભારે બફારા અને ઉકળાટની વચ્ચે આજે ફરી અમદાવાદમાં વરસાદનું આગમન થયુ હતું તથા શહેરના વાડજ, શાહપુર, દરિયાપુર, SG હાઇવે, IIM રોડ, બોપલ, આશ્રમ રોડ, રાણીપ ઓગણજ, નિકોલ, ઈસનપુર, સીટીએમ, વસ્ત્રાપુર, સેટેલાઈટ, શિવરંજની, જીવરાજપાર્ક, વેજલપુર સહિતના વિસ્તારોમાં પણ સાંજે વરસાદે ધમાકેદાર એન્ટ્રી મારી હતી. વિજળીના કડાકા અને ઠંડા પવનો ફૂંકાયા પછી છાંટા પણ શરૂ થયા હતાં.

વરસાદ પડતા જ બફારામાં સેકાઈ રહેલ અમદાવાદીઓએ પણ રાહતનો શ્વાસ લીધો છે. લોકોને આહલાદક ટાઢકનો પણ અનુભવ થયો છે. ત્યાં જ ઓફિસથી ઘરે જવાનો સમય હોવાને લીધે ઘણાં લોકો રસ્તામાં જ ફસાઈ ગયા છે. તો ઘણાં વિસ્તારોમાં તો પાણી પણ ભરાઈ ગયાં છે. 30મી જુલાઈથી દક્ષિણ ગુજરાતના ભાગોમાં, મુંબઈ-મહારાષ્ટ્રના ઘણાં ભાગોમાં પણ વહન સક્રિય થાય તથા 30 જુલાઈથી લઈને 8મી ઓગસ્ટ સુધીમાં આહવા, ડાંગ, વલસાડના ભાગો, નવસારી, સુરત, બારડોલીના ભાગો, ભરૂચ-નર્મદાના ભાગો, સાપુતારાના ભાગો, પંચમહાલના ભાગો, અરવલ્લીના ભાગો, મહેસાણાના ભાગો, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, બેચરાજી, માંડલ, વિરમગામ, સાણંદ અને ધંધૂકા-ધોળકાના ઘણાં ભાગોમાં પણ વરસાદ આવવાની શક્યતા રહેલી છે.

Share your comments

Subscribe Magazine

More on News

More