જાણો કયા શહેરોમાં ઠંડી લોકોને ધ્રૂજાવશે ?
રાજ્યમાં હજી 3 દિવસ ભારે ઠંડી પડશે તેવી આગાહી કરવામાં આવી છે, અને અમદાવાદમાં 2 દિવસ કોલ્ડવેવની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. બે દિવસ સુધી કચ્છના નલિયામાં સિવીયર કોલ્ડવેવની અસર વર્તાશે. અને ત્યારબાદ ઠંડીનુ પ્રમાણ ઓછુ થઈ શકે છે. ભારે ઠંડીને કારણે લોકોને સાવચેતી રાખવા માટે હવામાન વિભાગે આગાહી કરી છે. અને 25મી જાન્યુઆરીએ અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 6.7 ડિગ્રી તાપમાન નોંધાયુ છે, જ્યારે ગાંધીનગરમાં સૌથી ઓછું 4.3 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.
કોલ્ડ વેવની આગાહી
ઉત્તર પશ્ચિમથી ઠંડો પવન સીધો આવતા ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે. તેની સીધી અસર આગામી 4 દિવસ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં જોવા મળશે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આ કોલ્ડ વેવ દરમિયાન નલિયામાં 4 ડિગ્રી અને અમદાવાદમાં 7 ડિગ્રીની નીચે તાપમાનનો પારો જઈ શકે છે.
10 વર્ષ બાદ અમદાવાદમાં ઠંડીનો ચમકારો
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બાદ સિવિયર કોલ્ડવેવની અસરના કારણે અમદાવાદમાં 10 વર્ષ બાદ ઠંડીએ જાન્યુઆરી મહિનાનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ ઉપરાંત રાજ્યના દરિયાકાંઠાના શહેરોને બાદ કરતા રાજ્યના 16 શહેરોમાં ઠંડીનો પારો 10 ડિગ્રીની આસપાસ નોંધાતા રાજ્યમાં લોકો ધ્રૂજી ગયા છે.
અનેક રાજ્યોમાં પડશે હાડ થિજવતી ઠંડી
આ સાથે દેશના કેટલાંક રાજ્યોમાં ઠંડીનો કહેર જોવા મળી રહ્યો છે, અને દેશના અનેક રાજ્યોમાં ગાઢ ધુમ્મસ સહિત વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. જેને પગલે ઠંડીનું પ્રમાણ વધી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 25થી 27 જાન્યુઆરી સુધી ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને કાશ્મીરમાં હિમવર્ષા થશે.
આ પણ વાંચો :શિયાળાની ઋતુમાં ફૂલોમાં પોષણ વ્યવસ્થાપનની પદ્ધતિ
આ પણ વાંચો : ઈમ્યુનિટી વધારવા માટે શિયાળામાં રોજ ખાઓ મેથી જેનાથી શરીરને થશે અનેક ફાયદા
Share your comments