માર્ચ મહિનાની શરૂઆત થતા જ રાજ્યમાં લોકોને ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, પરંતુ હવામાન વિભાગે બેવડી ઋતુની આગાહી કરી છે. હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર આગામી 2 દિવસમાં દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયો વરસાદ વરસી શકે છે.
છૂટો-છવાયો વરસાદ વરસે તેવી સંભાવના
હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતમાં 7 માર્ચથી 9 માર્ચના સમયગાળામાં વરસાદ વરસી શકે છે, અને રાજ્યવાસીઓને બેવડી ઋતુનો અનુભવ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડી શકે છે. નર્મદા, ડાંગ, તાપી વગેરે અનેક જિલ્લામાં સામાન્ય વરસાદ સાથે થન્ડર સ્ટોમની શકયતા પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ ઉપરાંત અન્ય જિલ્લામાં વાતાવરણ સૂકું રહેશે, અને તાપમાન યથાવત રહે તેવી સંભાવના છે.
આ જિલ્લાઓમાં વાતાવરણ રહેશે સૂકું ક્યાં
ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્ય ઉપરાંત દીવ, દમણ અને દાદરા નગર હવેલી માટે પણ આગામી 5 દિવસ વાતાવરણમાં બદલાવ રહે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સોમવારથી જ વાતાવરણમાં પલટો આવી શકે છે. આ ઉપરાંત સોમવારે દક્ષિણ ગુજરાતમાં જ્યારે મંગળવારે દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયો વરસાદ પડી શકે છે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. જોકે આગામી 5 દિવસ દરમિયાન સૌરાષ્ટ્રનું હવામાન સૂકું રહે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.
આ પણ વાંચો : હવે મળે છે કેળા ઉત્પાદનને પ્રોત્સાહન, 40 ટકા સુધી સબસિડી ઉપલબ્ધ બની
ક્યાં વરસી શકે છે વરસાદ ?
હવામાન વિભાગની આગાહી અનુસાર 7 માર્ચ એટલે કે સોમવારે દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી અને નર્મદાના વિસ્તારોમાં હળવો વરસાદ વરસી શકે છે, જ્યારે બાકીના પ્રદેશોમાં હવામાન સૂકું રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મંગળવારે પંચમહાલ, દાહોદ, મહીસાગર, નર્મદા, તાપી, ડાંગ, છોટા ઉદેપુર, વડોદરા અને સુરતમાં હળવા વરસાદની સંભાવના છે.
મહત્વની વાત છે કે શુક્રવાર સવારથી જ આગામી 48 કલાક દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં નોંધાય, જ્યારે તેના પછીના 3 દિવસ તાપમાન 2થી 3 ડિગ્રી ઉંચુ જઈ શકે છે. જ્યારે આગામી 4-5 દિવસ ન્યૂનતમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નોંધાશે નહીં. અને શુક્રવારથી સોમવાર સવાર દરમિયાન ગુજરાતના તમામ જિલ્લાઓ, સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં હવામાન સૂકું રહેશે.
આ પણ વાંચો : રાજ્ય સરકાર ખરીદશે ખેડૂતો પાસેથી ઘઉં, 31 માર્ચ સુધી કરાવી લો ઓનલાઈન રજિસ્ટ્રેશન
ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર
દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર છે કે 7મી માર્ચથી 3 દિવસ સુધી ત્રણ જિલ્લામાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. રાજયના અન્ય જિલ્લાઓમાં વાતાવરણ સૂકું રહેશે. ઉલ્લેખનીય છે કે શિયાળાની સીઝનમાં આ વર્ષ ચારેક જેટલા માવઠાનો સામનો કરનાર જગતના તાતને ઉનાળામાં પણ વરસાદની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
આ પણ વાંચો : ઝીરો બજેટ પ્રાકૃતિક ખેતી શું છે અને તેની વિશેષતા શું છે તે જાણો
આ પણ વાંચો : ગાય, ભેંસ અને બકરીની જેમ જ કરો ઊંટનુ પાલન, જાણો તેની પાછળની રસપ્રદ વાત
Share your comments