માર્ચ મહિનાના આગમન સાથે જ ગુજરાતમાં ગરમીએ લોકોને પરસેવાથી ભીંજવી નાખ્યા છે, ત્યારે ગુજરાતવાસીઓ માટે એક મહત્વની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર ગુજરાતમાં આ વર્ષે માર્ચ મહિનામાં જ ગરમીનો પારો 40 ડિગ્રી પર પહોંચી શકે છે.
આમ તો, રાજ્યમાં સામાન્ય રીતે હોળી બાદ કાળઝાળ ગરમીની શરૂઆત થતી હોય છે, પરંતુ આ વર્ષે હોળી પહેલા જ લોકોને ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. એમ કહી શકાય કે ગુજરાતમાં ગરમીના પ્રથમ રાઉન્ડની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે માર્ચ મહિનામાં જ ગરમીનો પારો 40 ડિગ્રીને પાર થઈ જશે. જેના કારણે આ વર્ષે માર્ચ મહિનામાં જ ગુજરાતીઓને હિટવેવનો સામનો કરવો પડશે.
- છેલ્લા 4 દિવસમાં લઘુતમ તાપમાનમાં 8 ડિગ્રીનો વધારો થયો
- એન્ટિ સાઈક્લોનિક સરક્યુલેશન સર્જાતાં ગરમીનો પારો ઊંચકાશે
- પવનની પેટર્ન બદલાવવાની શરૂઆત સાથે વાતાવરણ બદલાશે
ગરમીનો પારો 40 ડિગ્રી પાર જશે
સાઈક્લોનિક સરક્યુલેશનની અસરથી છેલ્લાં બે દિવસમાં અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોના તાપમાનમાં વધારો નોંધાયો છે અને જેના કારણે ગરમીમાં ભારે વધારો પણ થયો છે. ઉલ્લેખનીય છે કે આગામી બે દિવસમાં ઉત્તર ગુજરાત-રાજસ્થાનની આસપાસ એન્ટિ સાઈક્લોનિક સરક્યુલેશન સર્જાવાથી ગરમ-સૂકા પવનો સીધા જમીન તરફ આવવાથી અમદાવાદ સહિત રાજ્યમાં ગરમીનો પારો 40 ડિગ્રી પાર જવાની શક્યતા છે, ખાસ કરીને દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં હિટવેવનું જોર વધી શકે છે.
તાપમાનમાં વઘ-ઘટ
છેલ્લા ચાર દિવસ દરમિયાન અમદાવાદના લઘુતમ તાપમાન 8 ડિગ્રીનો વધારો થયો છે. પરંતુ, હાલમાં સાઈક્લોનિક સરક્યુલેશનની અસરથી મહત્તમ અને લઘુતમ તાપમાનમાં વઘ-ઘટ થઈ રહી છે. ઉપરાંત રવિવારથી અથવા તો સોમવારથી અમદાવાદમાં ગરમીનો પારો 40 ડિગ્રી પહોંચવાની શક્યતા છે.
આ વર્ષે હોળી પહેલા જ લોકોને ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. એમ કહી શકાય કે ગુજરાતમાં ગરમીના પ્રથમ રાઉન્ડની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે માર્ચ મહિનામાં જ ગરમીનો પારો 40 ડિગ્રીને પાર થઈ જશે. જેના કારણે આ વર્ષે માર્ચ મહિનામાં જ ગુજરાતીઓને હિટવેવનો સામનો કરવો પડશે.
ગરમીનો10 વર્ષનો રેકોર્ડ તૂટશે
આ વર્ષે ગરમી છેલ્લા 1 વર્ષનો રેકોર્ડ તોડી શકે છે, ઉલ્લેખનીય છે કે 10 વર્ષમાં અમદાવાદમાં ગરમીનો પારો 15 માર્ચ પછી 38 ડિગ્રીની પાર પહોંચ્યો છે. પરંતુ આ વર્ષે એન્ટિ સાઈક્લનિક સર્કયુલેશન રચાતા 15 તારીખ પહેલા જ ગરમીનો પારો 40 ડિગ્રી વટાવી દેશે. આગામી સપ્તાહ બાદ ગરમીનો પારો ઉંચો જશે.10 થી 16 માર્ચ સુધી ગરમીનો પારો એકાએક વધી જશે, લોકોને 40 ડિગ્રી ગરમીનો અનુભવ પણ થઈ જશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છમાં લોકોને હિટવેવનો સામનો કરવો પડશે.
આ પણ વાંચો : કન્યા શિક્ષા પ્રવેશ ઉત્સવ યોજનાથી દિકરીઓનું ભવિષ્ય બનશે ઉજ્જવળ
આ પણ વાંચો : હવામાં બટાકા ઉગાડવાથી ખેડૂતોને મળશે બમ્પર ઉપજ, જેનાથી ખર્ચ અને સમય પણ બચશે
Share your comments