ગુજરાતમાં હવે શિયાળો વિદાય લઈ રહ્યો છે, ત્યારે હાલમાં રાજ્યભરમાં લોકો બેવડી સિઝનનો અનુભવ કરી રહ્યા છે. સમગ્ર રાજ્યમાં સવારે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, જ્યારે બપોરે કાળઝાળ ગરમીનો અહેસાસ લોકો કરી રહ્યા છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આવશે વાતાવરણમાં પલ્ટો
ભારતમાં ઉત્તર પર્વતીય પ્રદેશોમાં હાલ પણ બરફ વર્ષા, કમોસમી વરસાદ અથવા તો કરા પડવાની શક્યતાઓ રહેલી છે. જેના કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સમાં ફેરફાર થઈ શકે છે, અને જેના લીધે ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગોમાં સવારના સમયે ઠંડીનો અનુભવ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન હજુ પણ 11 ડિગ્રીની આસપાસ પહોંચે તેવી શક્યતાઓ રહેલી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 48 કલાક બાદ સરેરાશ લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થતાં ઠંડીમાં ઘટાડો અનુભવાશે.
ડબલ સિઝનનો અહેસાસ
રાજ્યભરમાં બેવડી સિઝનનો અહેસાસ થઈ રહ્યો છે, જેથી દિવસ અને રાત્રિના તાપમાનમાં રોજ એકથી પાંચ ડિગ્રી સુધીનો વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે. જેના કારણે લોકો સવારે ઠંડી અને બપોરે ભારે ગરમીનો અનુભવ કરી રહ્યા છે. લોકો બેવડી સિઝનનો અનુભવ કરી રહ્યા છે. સમગ્ર રાજ્યમાં સવારે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, જ્યારે બપોરે કાળઝાળ ગરમીનો અહેસાસ લોકો કરી રહ્યા છે. રાજ્યમાંથી જલ્દી જ હવે શિયાળાની ઋતુ વિદાય લેશે.
બેવડી ઋતુના કારણે રોગચાળો ફેલાયો
સમગ્ર રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થવાને કારપણે વાઈરલ ઈન્ફેક્શનના કેસ વધી રહ્યાં છે. બપોર દરમિયાન સામાન્ય ગરમી અને રાત્રિના સમયે ઠંડીનો ચમકારાનો અનુભવ થઈ રહ્યો છે. વહેલી પરોઢે પણ ગુલાબી ઠંડીનો અનુભવ થાય છે. અમદાવાદ શહેરમાં બેવડી ઋતુને કારણે અન્ય રોગચાળો ખૂબ જ વધ્યો છે. પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોમાં વધારો પણ નોંધાયો છે. જેના કારણે ઘરે-ઘરે તાવ અને ઝાડા ઊલટીના કેસોમાં વધારો થયો હોવાનું જાણવા મળ્યું છે. અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગો એવા ઝાડા-ઊલટી, કમળો, ટાઈફોઈડના દર્દીઓ અને મચ્છરજન્ય રોગો જેવા કે ચિકનગુનિયા, ડેન્ગ્યુ, મેલેરિયાના દર્દીઓની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો : અમેરિકન તુલસીની ખેતીની પદ્ધતિ
આ પણ વાંચો : વ્યાપારીધોરણે ગાદલીયાનાની ખેતી
Share your comments