રાજ્યમાંથી શિયાળો હવે ધીરે ધીરે વિદાય લઈ રહ્યો છે ત્યારે રાજ્યમાં ચાર દિવસ સુધી બેવડી ઋતુનો અહેસાસ થાય તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. એટલે કે વહેલી સવારે ઠંડી બપોરે ગરમી અને ફરી પાછી રાત્રી સમયે ઠંડીનો અહેસાસ લોકોએ કરવો પડશે.
ગુજરાતમાં 2 દિવસમાં ઠંડીમાં પણ વધારો નોંધાઈ શકે છે, ગુજરાતમાં છેલ્લા બે દિવસમાં લઘુત્તમ તાપમાન 3થી 4 ડિગ્રી વધ્યુ છે. જેના કારણે ઠંડીના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે અને લોકોએ રાહત અનુભવી હતી. જોકે આ રાહત અલ્પજીવી છે કારણ કે ફરી એક વખત ગુજરાતમાં ઠંડીનુ જોર વધવાની આગાહી છે.
ગુજરાતમાં ઉત્તર-પશ્ચિમના પવનો ફુંકાતાની સાથે લઘુતમ અને મહત્તમ તાપમાન ઘટશે. જેના કારણે ઠંડીનુ જોર વધશે. સૌરાષ્ટ્ર-કચ્છમાં કોલ્ડવેવની આગાહી હવામાન વિભાગે કરી છે. ઉલ્લેખનીય છે કે ભાવનગર, રાજકોટ, કચ્છમાં કોલ્ડવેવની સ્થિતિ રહેશે. એટલે કે જ્યાં કોલ્ડવેવની સ્થિતિ રહેશે ત્યાં લઘુતમ તાપમાન 4.45 ડિગ્રી અથવા તો તેનાથી ઓછુ રહેવાની સંભાવના છે. આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્ર-ક્ચ્છમાં ઠંડીનુ જોર વધી જશે.
ગુજરાતમાં સૂકા અને ઠંડા પવન ફૂંકાશે
ગુજરાતમાં સૂકા પવન ફૂંકાઈ શકે છે, જેના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાશે.સૌરાષ્ટ્ર-કચ્છ સિવાયના વિસ્તારમાં પણ લઘુતમ તાપમાન ઘટાડો થશે. એટલે કે સમગ્ર ગુજરાતમાં ફરી એક વખત ઠંડીના કારણે લોકો ઠુંઠવાશે. મહત્વપૂર્ણ છે કે રાજસ્થાન સાઇક્લોનિક સરક્યુલેશન સક્રિય થયુ હતું જેના કારણે ગુજરાતમાં બે દિવસ વાદળ છાયુ વાતાવરણ રહ્યુ હતું અને પવનની દિશા પણ ઉતરપૂર્વની હતી. જેથી ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો.જોકે ફરી એક વખત પવનની દિશા ઉતર પ્રશ્ચિમની થતા ઠંડીનુ પ્રમાણ વધશે.
અમદાવાદ સહિત રાજ્યભરમાં શિયાળો પ્રભુત્વ જમાવી રહ્યો છે. આગામી બે દિવસ બાદ રાજ્યના કેટલાક શહેરમાં ઠંડીનો પારો ૨ થી ૪ ડિગ્રી ગગડશે અને કડકડતી ઠંડીમાં વધારો થઇ શકે છે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, 'ગુજરાતમાં પૂર્વ દિશાનો પવન છે. આગામી બે દિવસ ઠંડીમાં વધારો થવાની સંભાવના ઓછી છે. અલબત્ત, બે દિવસ બાદ ઠંડીનો પારો 2 થી 4 ડિગ્રી ઘટી શકે છે અને જેના લીધે કડકડતી ઠંડી અનુભવાશે.
આ પણ વાંચો : આધુનિક રીતે કરો ટામેટાની ખેતી અને કરો લાખોની કમાણી
આ પણ વાંચો : શિયાળામાં પીઓ આ સુપ, જેનાથી વધશે ઈમ્યૂનિટી
Share your comments