Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

Gujarat SET 2022: ગુજરાત રાજ્ય પાત્રતા પરીક્ષા માટે નોંધણી શરૂ, જાણો અરજી પ્રક્રિયા

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો અધિકૃત વેબસાઇટ gujaratset.ac.in ની મુલાકાત લઈને ગુજરાત રાજ્ય પાત્રતા કસોટી માટે અરજી કરી શકે છે. પરીક્ષા માટે નોંધણી કરવાની છેલ્લી તારીખ 28 સપ્ટેમ્બર, 2022 નક્કી કરવામાં આવી છે.

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar
GSET
GSET

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો અધિકૃત વેબસાઇટ gujaratset.ac.in ની મુલાકાત લઈને ગુજરાત રાજ્ય પાત્રતા કસોટી માટે અરજી કરી શકે છે. પરીક્ષા માટે નોંધણી કરવાની છેલ્લી તારીખ 28 સપ્ટેમ્બર, 2022 નક્કી કરવામાં આવી છે.

ગુજરાત રાજ્ય પાત્રતા પરીક્ષા અથવા GSET 2022 ની નોંધણી આજથી એટલે કે 29 ઓગસ્ટ 2022 થી શરૂ થઈ ગઈ છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ gujaratset.ac.in પર જઈને અરજી કરી શકે છે. પરીક્ષા માટે નોંધણી કરવાની છેલ્લી તારીખ 28 સપ્ટેમ્બર, 2022 નક્કી કરવામાં આવી છે.

કુલ ત્રણ કલાકની રહેશે પરીક્ષા

જાણાવી દઈએ કે GSET 2022 નુ આયોજન 6 નવેમ્બર, 2022 ના રોજ કરવામાં આવશે. આ પરીક્ષા કુલ 3 કલાકની રહેશે. પ્રથમ પેપર 1 કલાક માટે સવારે 9.30 થી 10.30 દરમિયાન લેવામાં આવશે. જ્યારે પેપર 2 તે પછી સવારે 10.30 થી 12.30 દરમિયાન લેવામાં આવશે.

અરજી કરવાનાં પગલાં

  • સૌ પ્રથમ અધિકૃત વેબસાઇટ ac.in ની મુલાકાત લો.
  • હોમપેજ પર અહીં એપ્લાય લિંક પર ક્લિક કરો.
  • ફીની ચુકવણી કરો, જરૂરી દસ્તાવેજો અપલોડ કરો અને વિષયની પસંદગી કરો.
  • ફોર્મ સબમિટ કરો અને ભાવિ સંદર્ભ માટે પ્રિન્ટઆઉટ લો.

અરજી ફી

  • સામાન્ય વર્ગ માટે - 900 રૂપિયા
  • SC/ST/અને ટ્રાન્સજેન્ડર કેટેગરી માટે – રૂ. 700
  • પીડબલ્યુડી ઉમેદવારો માટે -100 રૂપિયા
  • ફી ની ચુકવણી ક્રેડિટ કાર્ડ / ડેબિટ કાર્ડ / નેટ બેંકિંગ દ્વારા કરવાની રહેશે.

અગિયાર કેન્દ્રો પર યોજાશે પરીક્ષા

પરીક્ષા વડોદરા, અમદાવાદ, રાજકોટ, સુરત, પાટળ, ભાવનગર, વલ્લભ વિદ્યાનગર, ગોધરા, જુનાગઢ, વલસાડ અને ભુજ સહિત અગિયાર કેન્દ્રો પર યોજાશે.અરજી કરનાર ઉમેદવારો વિગતવાર સૂચનામાં ઉપલબ્ધ પાત્રતા માપદંડ, અભ્યાસક્રમ, પરીક્ષાની વિગતો અને અન્ય તપાસી શકે છે.

આ પણ વાંચો:નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેક્નોલોજી (NIFT) દમણની 18મી શાખા શરૂ થઈ

Share your comments

Subscribe Magazine

More on News

More