ગુજરાત સહિત સમગ્ર દેશમાં ગરમીનું તાંડવ હાલ પણ યથાવત્ છે, તમને જણાવી દઈએ કે ગુજરાતમાં તો ગરમીએ એપ્રિલ મહિનામાં છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. અને આ ગરમીને કારણે લોકો તોબા પોકારી ઉઠ્યા છે.
5 દિવસ ગરમી વર્તાવશે કહેર
તમને જણાવી દઈએ કે હજુ પાંચ દિવસ રાજ્યમાં અગનવર્ષા થશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે., અને બુધવારે રાજ્યના નવ શહેરોમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર પહોંચી ગયો હતો. હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર 28 એપ્રિલે એટલે કે આજે સુરત, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, કચ્છ અને દિવમાં યલો એલર્ટ રહેશે.
આ જિલ્લાઓમાં અપાયુ યલો એલર્ટ
હવામાન વિભાગે શુક્રવારથી રવિવાર સુધી બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, વડોદરા, દાહોદ, સુરેંદ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી અને કચ્છમાં કાળઝાળ ગરમીને પગલે યલો એલર્ટ આપ્યુ છે. રાજ્યમાં બુધવારે નોંધાયેલા ગરમીના આંકડાની વાત કરીએ તો 44.3 ડિગ્રી સાથે સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ગરમી નોંધાઈ હતી.
અમદાવાદમાં છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તૂટ્યો
તમને જણાવી દઈએ કે અમદાવાદમાં પણ 44.2 ડિગ્રી સાથે એપ્રિલમાં પડેલી ગરમીનો દસ વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે. અને હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર રવિવાર સુધી અમદાવાદમાં ગરમીનો પારો 44 ડિગ્રીને આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે સમગ્ર રાજ્યમાં હજુ પાંચ દિવસ હીટવેવની હવામાન વિભાગે આગાહી કરી છે.
કામ ન હોય તો લોકોને ઘરની બહાર ન નીકળવા અપીલ
ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગરમીની અસર જોવા મળી શકે છે, એટલા જ માટે હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જેના કારણે લોકોને કામ સિવાય બપોરે બહાર ન નીકળવા સલાહ આપવામાં આવી છે. આજે બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ તથા રાજકોટ જિલ્લામાં ગરમીનું જોર વધી શકે છે. ગુરૂવાર તથા શુક્રવારે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, સુરેન્દ્રનગર તથા રાજકોટ જિલ્લામાં ગરમ પવન લોકોને પરેશાન કરી શકે છે.
અન્ય રાજ્યોનો પણ હાલ બેહાલ
ગુજરાત સહિત દેશના ઘણા રાજ્યોમાં હાલ ભીષણ ગરમી પડી રહી છે. ગુજરાત, દિલ્હી, યૂપી સહિત ઘણા રાજ્યોમાં તાપમાન 44 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. ગુજરાત, બિહાર, ઝારખંડ, રાજસ્થાન સહિત ઘણા રાજ્યોમાં લૂની સ્થિતિ યથાવત્ છે. ગુજરાતમાં હજુ ચાર દિવસ કાળઝાળ ગરમી પડશે.
આ પણ વાંચો : ઉનાળામાં કરો આ ખટ્ટ-મીઠા ફળનું સેવન, જાણો ફાલસા ખાવાના અદ્ભૂત ફાયદા
રાજધાની દિલ્હીમાં ગરમીથી ત્રાહિમામ
રાજસ્થાનની જેમ જ દિલ્હીમાં પણ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થયો હતો. દિલ્હીના સફદરજંગમાં મહત્તમ તાપમાન 41.5 ડિગ્રી રહ્યું જ્યારે પ્રીતમપુરામાં 43.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ગુરુવારે દિલ્હીનું મહત્તમ તાપમાન ૪૪ ડિગ્રી સુધી પહોંચવાની આગાહી છે. જ્યારે હવામાન વિભાગે એવી ચેતવણી આપી છે કે દિલ્હીનું મહત્તમ તાપમાન આગામી દિવસોમાં વધીને 46 ડિગ્રીએ પણ પહોંચી શકે છે. સાથે જ હીટવેવની પણ આગાહી આપવામાં આવી છે. બપોરના સમયે લોકોને ઘરોમાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે.
આ પણ વાંચો : લાલ લસણના ફાયદા અનેક, મહીસાગરનું લાલ લસણ છે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત
Share your comments