રાજ્યના અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને સહાયરૂપ થવા માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે, ડૉ. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિના શુભ અવસરે વિદ્યાર્થીઓને મહત્વપૂર્ણ ભેટ આપી છે. અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને અપાતી સહાયની આવક મર્યાદામાં નોંધપાત્ર વધારો કરીને રૂપિયા 6 લાખ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
રાજ્ય સરકારની મોટી જાહેરાત
આંબેડકર જયંતિ નિમિત્તે રાજ્ય સરકારે મોટી જાહેરાત કરી છે. જેમાં અનામત વર્ગના તમામ વિદ્યાર્થીઓને સરકારી યોજનાના લાભ માટે આવક મર્યાદા વધારાઈ છે. અનામત કેટેગરીના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિના લાભ માટે આવક મર્યાદા 2.5 લાખથી વધારીને 6 લાખ કરવામાં આવી છે.
શિષ્યવૃત્તિ માટે આવક મર્યાદામાં વધારો
ગાંધીનગર સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદીપ પરમાર દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે, તેમણે કહ્યું હતુ કે યોજનાનો લાભ લેવા માટે 6 લાખની આવક મર્યાદા કરાઈ છે. એમફીલ પીએચડી સહિત શાળામાં ભણતા વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ માટે આવક મર્યાદામાં વધારો કરાયો છે. અગાઉ અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિના લાભ માટે આવક મર્યાદા 2.50 લાખ હતી. ત્યારે હવે 6 લાખ રૂપિયા સુધી આવક મર્યાદા ધરાવતા તમામ લોકોને શિષ્યવૃત્તિનો લાભ મળશે.
અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ભેટ
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી પ્રદીપ પરમાર જણાવ્યું છે કે રાજ્યના અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને સહાયરૂપ થવા માટે આજે ડૉ.બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી નિમિત્તે રાજ્ય સરકારે મહત્વની ભેટ આપીને તેમને અપાતી સહાયની આવક મર્યાદામા નોધપાત્ર વધારો કરીને રૂપિયા 6 લાખ કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. જેનો અદાજે એક લાખથી વધુ વિદ્યાર્થીઓને લાભ મળશે. રાજ્યના અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓના સર્વાંગી અને આર્થિક વિકાસ માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની અમારી સરકારે અનેકવિધ નવતર આયામો હાથ ધરીને આ વખતના અંદાજપત્રમાં પણ પૂરતા પ્રમાણમાં નાણાંકીય જોગવાઇઓ કરી છે ત્યારે આ વધારો આ વિધાર્થીઓને સહાયરૂપ થવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
સરકાર રૂપિયા 50 કરોડનું વધારાનુ ભારણ ઉપાડશે
રાજ્ય સરકારે લીધેલા મહત્ત્વના નિર્ણયની વિસ્તૃત વિગતો આપતાં મંત્રીએ કહ્યું હતું કે અનુસૂચિત જાતિની આવક મર્યાદામા વધારો કરવાથી રાજ્ય સરકાર રૂપિયા 50 કરોડનું વધારાનુ ભારણ વિદ્યાર્થીઓ વતી ઉપાડશે. અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે આવક મર્યાદા પહેલા ગ્રામીણ વિસ્તાર માટે રૂપિયા 1.20 લાખ હતી, જયારે શહેરી વિસ્તારમાં પહેલા 1.50 લાખ હતી. જેને ધ્યાને લઈને વઘુ વિદ્યાર્થીઓને લાભ મળે એ માટે આવક મર્યાદામાં સુધારો કરવામાં આવ્યો છે. આ નિર્ણયનો ત્વરીત અમલ કરવામાં આવશે. આ વધારાનો લાભ એસસી SC, ઓબીસી OBC , ઈબીસી, માયનોરિટી વિદ્યાર્થીઓને લાભ મળશે.
આ પણ વાંચો : Double Money Scheme : પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં 100 રૂપિયાને બનાવો 16 લાખ રૂપિયા, જાણો સંપૂર્ણ પ્રક્રિયા
આ પણ વાંચો : ગામડાના લોકોએ પૈસા મેળવવા માટે ખોલાવવું પડશે આ ખાતું, સાથે જ સરકારી યોજનાઓનો પણ મળશે લાભ
Share your comments