Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ગુજરાતના ખેડૂતોનું ભારત બંધના તા.27મીના એલાનને જબરૂ સમર્થન

ખેડૂત આગેવાનો દ્વારા વેપારીઓ અને દુકાનદારોને ખાસ વિનંતી કરવામાં આવી રહી છે કે, એક દિવસ ખેડૂતોના સમર્થનમાં ધંધા રોજગાર બંધ રાખી ખેડૂતોના સમર્થનમાં આંદોલનને ટેકો આપો.

Sukhadev Thakor
Sukhadev Thakor
Farmer
Farmer

ખેડૂત આગેવાનો દ્વારા વેપારીઓ અને દુકાનદારોને ખાસ વિનંતી કરવામાં આવી રહી છે કે, એક દિવસ ખેડૂતોના સમર્થનમાં ધંધા રોજગાર બંધ રાખી ખેડૂતોના સમર્થનમાં આંદોલનને ટેકો આપો.

સંયુક્ત રાષ્ટ્રીય કિસાન મોર્ચા દ્વારા આગામી તા.27મી સપ્ટેમ્બરના રોજ ભારત બંધના અપાયેલા એલાનને ગુજરાતના ખેડૂતો દ્વારા જબરૂ સમર્થન આપવામાં આવ્યું છે. અત્યારથી જ ખેડૂતો દ્વારા બંધના એલાનમાં કઇ રીતે જોડાવું તે અંગેની તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે, તો સૌરાષ્ટ્રના ખેડૂતો દ્વારા ખાસ સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ પર ખેડૂતોને અન્યાય થતો દર્શાતા હોય તેવા કાર્ટુન્સ વહેતા કર્યા છે.

ત્રણ કાળા કાયદા નાબૂદ કરો અને એમએસપી અંતર્ગત કાયદો રચોની માગણી સાથે દેશની રાજધાની દિલ્હીની ફરતી સીમાઓ પર દેશભરના ખેડૂતો દ્વારા ચાલી રહેલા રાષ્ટ્રીય આંદોલનને દસ મહિના જેવો સમય થવા આવ્યો છે, ત્યારે રાષ્ટ્રીય કક્ષાએ ખેડૂતોના આંદોલનનું નેતૃત્વ કરનાર સંયુક્ત રાષ્ટ્રીય કિસાન મોર્ચા દ્વારા આગામી તા.27મી સપ્ટેમ્બરે ભારત બંધનું એલાન અપાયું છે. આ બાબતે ગુજરાતના અગ્રણી ખેડૂત નેતાએ જણાવ્યું હતું કે, ગુજરાતના ખેડૂતો પણ આંદોલનને લઇને વિશેષ સક્રિય થયા હોય તેમ સોશિયલ મીડિયામાં ખેડૂતોના તમામ ગૃપ, વોટ્સએપ, એફબી ઉપર ડીપી તરીકે ખેડૂત વિરોધી અન્યાયની ઝલક દેખાઇ તેવા કાર્ટુન્સ જોવા મળી રહ્યા છે. ભારત બંધના એલાનને ખાસ ખેડૂતો સમર્થન આપતા હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. ખેડૂત આગેવાનો દ્વારા વેપારીઓ અને દુકાનદારોને વિનંતી કરવામાં આવી રહી છે કે, એક દિવસ ખેડૂતોના સમર્થનમાં ધંધા રોજગાર બંધ રાખી ખેડૂતોના સમર્થનમાં આંદોલનને ટેકો આપો.

Share your comments

Subscribe Magazine

More on News

More