એક તરફ વિકાસની ગતિએ જોર પકડ્યું છે, ત્યારે બીજી બાજુ કૃષિનો વ્યવસાય મંદ પડી ગયો છે. ઉપરાંત ખેતી ઓછી થવાને કારણે પશુઆહારની અછત ઉભી થઈ છે. પ્રાણીઓ માટે લીલો ઘાસચારો વધારવો હવે મોટી સમસ્યા બની ગઈ છે. ખેડૂતો માટે પણ મોટી દુવિધા સર્જાઈ છે કે ખેતરમાં, ડાંગર-ઘઉં અથવા કોઈ રોકડ પાક લેવો કે પશુઓ માટે ઘાસ ચારાનો પાક લેવો? ખેડૂતો પણ આ બાબતથી મૂંઝાયા છે. આવી તમામ બાબતોની અસર પશુ આહારના ઉત્પાદનમાં જોવા મળી રહી છે. પશુ આહારની ચિંતામાંથી મુક્તિ અપાવવા માટે એક ટેકનોલોજી કંપનીએ સારો ઉપાય શોધી કાઢ્યો છે. બેંગ્લોર સ્થિત એક સ્ટાર્ટઅપ કંપની એગ્રિટેકે ઘાસ ચાર માટે એક મશીન બનાવ્યું છે. આ મશીન ખૂબ જ ઝડપથી અને સારો ઘાસચારો ઉત્પન્ન કરી શકે છે. આ ચારાને ફ્રીઝની અંદર હાઇડ્રોપોનિક ટેક્નોલોજીના ઉપયોગથી ઉગાડવામાં આવે છે. આ એક એવી ટેકનોલોજી છે જેમાં જમીનના બદલે પાણીનો ઉપયોગ કરીને ઘાસચારો ઉગાડવામાં આવે છે. વાવણીના થોડા દિવસો બાદ રૈકમાં લીલો અને તાજો ઘાસચારો ઉગવા લાગે છે.
ઘાસચારો ઉગાડતું આ મશીન દેખાવમાં રેફ્રિજરેટર જેવું લાગે છે. એક અઠવાડિયામાં અંદાજીત ચારથી પાંચ પશુઓ માટેનો ઘાસચારો સહેલાઈથી ઉગાડી શકાય છે. આ મશીનથી ઓછી ખર્ચમાં પશુઓ માટે પૌષ્ટિક ઘાસચારો ઉગાડવું સરળ થઈ ગયું છે. દેશની વસ્તી સામે ખેતરોમાં વાવેતર ખૂબ જ ઓછા પ્રમાણમાં થઈ રહ્યું છે. આવા સંજોગોમાં ખેતરમાં અનાજ ઉગાડવું કે પશુઓ માટેનો ઘાસચારો!!! ખેડૂતો માટે આ બહુ ગંભીર પ્રશ્ન થઈ ગયો છે. ખેડુતોની આ સમસ્યાના નિવારણ માટે જ ઘાસચારો ઉગાડવાનું મશીન બનાવવામાં આવ્યું છે. આ મશીનથી એક દિવસમાં આરામથી 25 થી 30 કિલોગ્રામ ઘાસચારો ઉગાડી શકાય છે.
ઓછી જગ્યામાં વધુ ઘાસચારો
ઓછી જમીનમાં વધુ ઘાસચારો ઉત્પન્ન થાય એ બાબત ખેડૂતો માટે ખૂબ લાભદાયી ગણાય. ખેડૂતોના આ લાભને ધ્યાને લઈને ફ્રીઝ આકારના આ મશીન વડે ઘાસચારો ઉગાડવાની ટેકનિક વિકસાવવામાં આવી છે. આ મશીન ઓછી જગ્યામાં વધુ ઘાસચારો ઉગાડવાની ગેરેન્ટી આપે છે. પ્રાણીઓને પૂરતા પ્રમાણમાં પોષક આહાર મળી રહે તેવા ખાસ હેતુથી આ મશીન બનાવવામાં આવ્યું છે. આ મશીન રાખવા માટે ફક્ત 4 ફુટ લાંબી અને ત્રણ ફુટ પહોળી જગ્યાની જરૂર પડે છે. ફ્રીઝ આકારના આ મશીનની ઊંચાઈ પણ માત્ર 7 ફૂટ છે.
આ સ્ટાર્ટઅપે કર્યો કમાલ
ઘાસચારાનું આ મશીન બેંગ્લોરની એક એગ્રિટેક સ્ટાર્ટઅપ કંપની દ્વારા બનાવવામાં આવ્યું છે. આ મશીનનું નામ કંબાલા રાખવામાં આવ્યું છે. કંબલા નામની પાછળ પણ એક ખાસ કારણ જોડાયેલું છે. કંબળાએ કર્ણાટકમાં દર વર્ષે યોજાતી ભેંસની દૌડ સ્પર્ધા છે. આ સ્પર્ધાના આધારે જ ઘાસચારાના મશીનનું નામ કંબાલા રાખવામાં આવ્યું છે. કંબાલા મશીનની અંદર 7 રેક બનાવવામાં આવી છે.આ સાતેય રેકમાં પશુઓ માટેનો ઘાસચારો સરળતાથી ઉગાડવામાં આવે છે. મશીનની દરેક રેકમાં 4 ટ્રે હોય છે. દરેક ટ્રેમાં દર અઠવાડિયે 700 ગ્રામ ઉચ્ચ ગુણવત્તા યુક્ત પ્રોટિન વાળા મકાઈના બીજનું વાવેતર કરી શકાય છે. ખેડુતોને આમાંથી ઘણી સુવિધાઓ મળે છે. જેમ કે મકાઈ કાપ્યા પછી, તેઓ આ મશીનની ટ્રેમાં ઘઉં અથવા જવના બીજનું વાવેતર પણ કરી શકે છે.
આ મશીનમાં 25-30 કિલો ઘાસચારો સરળતાથી ઉગાડી શકાય
આ મશીનમાં હાઇડ્રોપોનિક ટેકનોલોજીના ઉપયોગથી ઘાસચારો ઉગાડવામાં આવે છે. આ એક ટેકનોલોજી છે જેમાં માટીના બદલે પાણીનો ઉપયોગ કરીને ઘાસચારો ઉગાડવામાં આવે છે. વાવણીના થોડા દિવસો બાદ મશીનની રેકમાં લીલો અને તાજો ઘાસચારો ઉગેલો જોવા મળે છે. આ ઘાસચારો દુધાળા પશુઓ માટે ખૂબ જ પૌષ્ટિક સાબિત થયું છે. ઘાસચારાના નાનકડા એવા આ મશીનમાંથી દર અઠવાડિયે 25-30 કિલો લીલો ઘાસચારો લઈ શકાય છે. આ ઘાસચારાની માત્રાથી 4-5 ગાયનું પેટ આરામથી ભરી શકાય છે. સિંચાઈ માટે મશીનની અંદર માઇક્રો સ્પ્રિંકલરની વ્યવસ્થા કરવામાં આવી છે,જે સમયાંતરે છોડને જરૂર પૂરતું પાણી પૂરું પાડે છે. આ મશીન ત્રણ દિવસમાં માત્ર 50 લિટર પાણી લે છે જ્યારે ખેતરમાં 1 કિલો ઘાસચારો ઉગાડવા માટે 70-100 લિટર પાણીની જરૂર પડે છે.
દેશમાં મશીનોની કુલ સંખ્યા
ઘાસચારાના આ મશીનને બહારથી કાળી જાળી વધે કવર કરવામાં આવેલું છે, જે વેન્ટિલેશનનું કામ કરે છે અને દિવસ દરમિયાન મશીનની અંદરનું તાપમાન વધવા દેતું નથી. વીજળીથી ચાલતા આ મશીનને તમે આરામથી 30 હજાર રૂપિયામાં ખરીદી શકો છો. ઉપરાંત આ મશીનમાં વધુ વીજળી પણ ખર્ચાતી નથી.આ મશીનમાં એક વર્ષમાં લગભગ 70 રૂપિયાથી ઓછી વીજળીનો વપરાશ થાય છે. ઘાસચારાના આ મશીનોમાં સોલાર સંચાલિત કંબાલા મશીન પણ ઉપલબ્ધ છે જેની કિંમત 45 હજાર રૂપિયા છે. આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લામાં 41 સૌર-સંચાલિત મશીનો સ્થાપિત કરવામાં આવ્યા છે. રાજસ્થાન, ગુજરાત અને કર્ણાટકમાં પણ ઘણા મશીનો સ્થાપિત છે. વર્ષે જ બનેલુ આ મશીન બનાવવામાં આવ્યું છે અને અત્યાર સુધી દેશમાં ઘાસચારા માટે 130 મશીનો લગાવાઈ ચુક્યા છે.
Share your comments