આ તબક્કે એફ.પી.ઓ દ્વારા ખેડૂતો અને નાગરિકોને એફ.પી.ઓ દ્વારા ઉત્પાદિત વસ્તુઓ અને ગુણવત્તાયુક્ત ગ્રોસરી આઇટમો વ્યાજબી ભાવે મળી રહે તે હેતુસર "મહીકાંઠા કિસાન માર્ટ" નું ભવ્ય ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
આ તબ્બકે ખાસ તાલુકા વિસ્તરણ અધિકારીશ્રી તથા DDM નાબાર્ડ ઉપસ્થિત રહીને ખેડૂતો તથા બોર્ડ સભ્યોને પ્રોત્સાહિત કર્યા હતા. તેમજ સમર્થ એગ્રો, અમદાવાદ વિશાલ ભીમાણી (Cbbo) તથા સંપ ઇન્ડિયા કન્સોર્ટિયમ ઓફ ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમિટેડના પ્રતિનિધિઓ દ્વારા ખેડૂતોને ખેડૂત ઉત્પાદક સંગઠનમાં રહેલી તકો અને લાભો વિશે માહિતગાર કર્યા હતાં.
આ પણ વાંચો : The Mango Martના ડિરેક્ટર ચેતન મેંદપરા સાથે નવસારી જીલ્લામાં નવપુર્ણા ફાર્મર પ્રોડ્યૂસર કંપની (MOU )
આ ઉપરાંત બેંક ઓફ બરોડાના પ્રતનિધીઓ, વિવિધ ખાનગી કંપનીના પ્રતિનિધિઓએ બોર્ડ સભ્યો અને ખેડૂતોને આ યોજનાનો લાભ વધુમાં વધુ ખેડૂતો સુધી પહોંચે માટે માટે શુભેરછા આપી હતી. ૨૦૦ કરતા વધારે ખેડૂતોએ કાર્યક્રમમાં હાજર રહીને ભવિષ્યમાં એફ.પી.ઓને વધુ મજબૂત કરવાના સંકલ્પ સાથે કટિબદ્ધ થાય હતા.
Share your comments