ચૂંટણી કમિશનર સુશિલ ચંદ્રા એ આધાર કાર્ડને વોટર આઈ ડી સાથે લિંક કરાવવાની વાત પર મહત્વપૂર્ણ જાહેરાત કરી છે, તેમણે કહ્યુ કે આધારકાર્ડને મતદાર યાદી સાથે લિંક કરવાના નિયમો ટૂંક જ સમયમાં સરકાર બહાર પાડી શકે છે.
વિગતો શેર કરવી કે નહીં તે મતદારોની સ્વૈચ્છિક ઈચ્છા
સુશિલ ચંદ્રાએ પોતાના ઈન્ટરવ્યૂમાં જણાવ્યુ હતુ કે સરકાર થોડા સમયમાં મતદાર યાદી સાથે આધાર કાર્ડને લિંક કરવા અંગેના નવા નિયમો બહાર પાડશે. તેમણે જણાવ્યુ હતુ કે આધારની વિગતો શેર કરવી એ મતદારોની સ્વૈચ્છિક ઈચ્છા રહેશે, પરંતુ જે લોકો પોતાની વિગત શેર ન કરવા માંગતા હોય તેમણે આ બાબતે ચોક્કસ કારણ આપવાનું રહેશે. મતદારો અને ચૂંટણી ફરજમાં જોડાયેલા લોકો કોરોના જેવી ગંભીર બીમારીથી સુરક્ષિત રહે તેની ખાતરી કરવામાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આધાર કાર્ડને ચૂંટણી કાર્ડ સાથે લિંક કરવાનું મુખ્ય કારણ
ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી જે લોકો 1 જાન્યુઆરી અથવા તેની પહેલા 18 વર્ષના થઈ ગયા હોય તો તેઓ મતદાર તરીકેની નોંધણી કરાવી શકશે. સાથે જ 2 જાન્યુઆરી 2022, અથવા તે પછી 18 વર્ષની ઉંમરના લોકોએ મતદાર નોંધણી કરાવવા માટે હજુ પણ એક વર્ષ રાહ જોવી પડતી હતી. પરંતુ હવે સરકારના નવા નિયમો મુજબ યુવાનો દર વર્ષે 4 અલગ-અલગ તારીખે મતદાર તરીકે નોંધણી કરાવી શકશે. મહત્વની વાત છે કે મતદાર યાદી સાથે આધાર કાર્ડને લિંક કરાવવાથી નકલી એન્ટ્રીને તપાસી શકાશે. અને જેના કારણે મતદાર યાદીઓ સ્વચ્છ અને વધારે મજબૂત બનશે.
ચૂંટણી કાર્ડ લિંક ન કરાવવા માંગતા હોવ તો આ કરવુ પડશે
સુશિલ ચંદ્રાએ જણાવ્યુ છે કે આ નવા નિયમો જલ્દી જ નોટિફાય કરશે, ઉપરાંત તેમની સાથે વાતચીત દરમિયાન તેમણે કહ્યુ હતુ કે આ નિયમ માટે પ્રસ્તાવ માટેનો ડ્રાફ્ટ મોકલી દેવાયો છે. અમે ફોર્મમાં જે પણ ફેરફાર કરવાના છે તે કાયદા મંત્રાલય પાસે મોકલી દેવામાં આવ્યા છે. અને આશા છે કે તે પ્રસ્તાવ જલ્દી જ મંજૂર થઈ જશે. આ ઉપરાંત તેમણે જણાવ્યુ હતુ કે તેઓએ પોતાની આઈટી સિસ્ટમને પણ ખૂબ જ મજબૂત બનાવી દીધી છે. અને કહ્યુ હતુ કે નવા નિયમ પ્રમાણે આધારની વિગતો આપવી સ્વૈચ્છિક હશે પરંતુ મતદારોએ તેમનો આધાર નંબર ન આપવા માટે પૂરતુ અને ચોક્કસ કારણ આપવુ પડશે.
આ પણ વાંચો : ખુશખબર : કેન્દ્ર સરકારે ડ્રાઈવિંગ લાયસન્સ બનાવવાના નિયમમાં કર્યો ફેરફાર
આ પણ વાંચો : માનવજાતિની જેમ ઝાડને પણ હવે પહેરાવાશે સ્માર્ટવોચ, જાણો શું છે આ ડિવાઈસની ખાસિયત
Share your comments