Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

બાયોમાસ ગેસીફિકેશન પ્લાન્ટ સ્થાપવા સબસિડી સાથેની સરકારી સહાય મળે છે

. બાયોમાસને કંટ્રોલ રિએક્ટરમાં ખૂબ જ ઊંચા એટલે કે લગભગ ૧૦૦૦ થી ૧૪૦૦ ડિગ્રી સેલ્સીયસ તાપમાને હવાની આંશિક હાજરીમાં દહન કરી પ્રોડ્યુસર ગેસ મેળવવાની પ્રક્રિયાને બાયોમાસ ગેસીફિકેશન કહેવામાં આવે છે.

Sukhadev Thakor
Sukhadev Thakor

પાકની કાપણી, પ્રોસેસિંગ અને ફૂડ પ્રોસેસિંગ બાદ નીકળતો તમામ વેસ્ટ (કચરો)જેવા કે, વિવિધ પાકોના પરાળ, કુવળ, બાટુ, ફોતરી, છાલ, કુસ્કી, બગાસ, ફળ-શાકભાજીનો બગાડ વગેરે તથા દરેક પ્રકારના ઘાસ, છોડ, ઝાડ અને છાણ વિગેરેને બાયોમાસ કહે છે. બાયોમાસને કંટ્રોલ રિએક્ટરમાં ખૂબ જ ઊંચા એટલે કે લગભગ ૧૦૦૦ થી ૧૪૦૦ ડિગ્રી સેલ્સીયસ તાપમાને હવાની આંશિક હાજરીમાં દહન કરી પ્રોડ્યુસર ગેસ મેળવવાની પ્રક્રિયાને બાયોમાસ ગેસીફિકેશન કહેવામાં આવે છે.

ટેકનોલોજી પર્યાવરણની દ્રષ્ટિએ પણ ખૂબ જ લાભદાયી

બાયોમાસને ખુલ્લામાં બાળવાથી ગ્રીનહાઉસ ગેસ તથા તેનાં સડવાથી મિથેન ગેસ ઉત્પન્ન થાય છે. આ બંને ગેસ પર્યાવરણમાં ભળી ગ્લોબલ વોર્મિંગમાં વધારો કરે છે. એક અંદાજ મુજબ ફક્ત જમીન અને કૃષિને લગતા પાક તેમજ બાયોમાસ થકી વાતાવરણમાં અંદાજે ૨૦ % જેટલાં ગ્રીન હાઉસ ગેસનું ઉત્સર્જન થાય છે. બાયોમાસનું ગેસીફિકેશન કરી તેનું પ્રોડ્યુસર ગેસમાં રૂપાંતર કરી ઉપયોગ કરવામાં આવે તો આ સિસ્ટમ દ્વારા ગ્રીનહાઉસ ગેસ પેદા થતો નથી. આમ, આ ટેકનોલોજી પર્યાવરણની દ્રષ્ટિએ પણ ખૂબ જ લાભદાયી છે.

ગામોમાં વિજળી મેળવવાનો આ સૌથી સારો વિકલ્પ

ખૂબ જ નજીવી કિંમતે દરેક જગ્યાએ સરળ રીતે ઉપલબ્ધ થતા બાયોમાસને વેડફાતો અટકાવી ગેસિફીકેશન દ્વારા પ્રદુષણ ઘટાડવા સાથે પ્રોડ્યુસર ગેસ ઉત્પન્ન કરી તેનો વિવિધ પ્રકારે થર્મલ તથા વિજળી હેતુ ઉપયોગ કરી આર્થિક લાભ મેળવી શકાય છે. દૂર-દરાજના ગામોમાં વિજળી મેળવવાનો આ સૌથી સારો વિકલ્પ છે. આ ટેક્નોલોજીનો ઉપયોગ ઠેર-ઠેર કરવામાં આવે તો દેશની ઊર્જાઅછતને ઘણે-ખરે અંશે નિવારી શકાય છે.

ખેડૂતોને આ પ્લાન્ટ બનાવવા ઓછો ખર્ચ લાગે

ખેડૂતોને બાયોમાસનાં વેસ્ટને બદલે તેના ભાવ મળી શકે છે. પડતર જમીનોમાં એનર્જી પ્લાન્ટનાં વાવેતર વધતા જમીનનાં ધોવાણના પ્રશ્નો હલ થશે. વળી, લોકોને રોજગારી પણ પુરી પાડી શકાય. આ ઉપરાંત ફૂડ પ્રોસેસીંગ ઈન્ડસ્ટ્રીમાંથી નીકળતા વેસ્ટનો પણ બેસ્ટ ઉપયોગ આ ટેકનોલોજી દ્વારા કરી પર્યાવરણને લગતા ઘણાં પ્રશ્નો હલ કરી શકાય તેમ છે.

MNRI દ્વારા સબસીડી

મિનીસ્ટ્રી ઓફ ન્યુ એન્ડ રિન્યુએબલ એનર્જી (MNRI), નવી દિલ્હી આ પ્રકારની ખાસ સિસ્ટમ સ્થાપિત કરવા અને તેનાં થર્મલ અને વિજ ઉત્પાદન હેતુ અલગ-અલગ પ્રકારે સબસિડી આપે છે.

સરકારી બેંકો દ્વારા લોન

સરકારી સંસ્થાઓ જેવી કે ઈન્ડીયા રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ ઓથોરિટી (ઈરેડા) તથા નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ (નાબાર્ડ) આ માટે ખાસ ૫ % નાં વાર્ષિક વ્યાજદરે સાત વર્ષ માટે લોન સુવિધા પૂરી પાડે છે, જેનો લાભ લઈને પ્રદૂષણમુક્ત ઊર્જા મેળવવા સાથે આર્થિક ઉન્નતિ સાધી શકાય છે.

Share your comments

Subscribe Magazine

More on News

More