કહેવામાં આવી રહ્યું છે કે આર્થિક સલાહકાર સમિતિ દ્વારા આ પ્રસ્તાવ સરકારને મોકલવામાં આવ્યો છે, જેના પર વિચાર કર્યા બાદ સરકાર તેના પર મહોર લગાવી શકે છે. આ પ્રસ્તાવમાં પેન્શનને લઈને સૂચન કરવામાં આવ્યું છે કે નિવૃત્તિની ઉંમર વધારવાની સાથે યુનિવર્સલ પેન્શન સિસ્ટમ પણ શરૂ કરવામાં આવે.
સમિતિના અહેવાલ મુજબ, આ સૂચન હેઠળ કર્મચારીઓને દર મહિને લઘુત્તમ 2000 રૂપિયા પેન્શન આપવામાં આવે. આર્થિક સલાહકાર સમિતિએ દેશમાં વરિષ્ઠ નાગરિકોની સુરક્ષા માટે વધુ સારી વ્યવસ્થા કરવાની ભલામણ કરી છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જો કાર્યકારી વયની વસ્તી વધારવી હોય તો નિવૃત્તિની ઉંમર વધારવાની સખત જરૂર છે. સામાજિક સુરક્ષા વ્યવસ્થા પર દબાણ ઘટાડવા માટે આ કરી શકાય છે. રિપોર્ટમાં 50 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓના કૌશલ્ય વિકાસ વિશે પણ વાત કરવામાં આવી છે.
આ પણ વાંચો:ઉંમર માત્ર એક નંબર જ નંબર છે... આ 105 વર્ષની વૃધ્ધ મહિલાએ બધાને ચોંકાવી દીધા
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ આવી નીતિઓ બનાવવી જોઈએ જેથી સ્કિલ ડેવલપમેન્ટ થઈ શકે. આ પ્રયાસમાં અસંગઠિત ક્ષેત્રમાં રહેતા લોકો, દૂરના વિસ્તારોમાં રહેતા લોકો, શરણાર્થીઓ, પ્રવાસીઓનો પણ સમાવેશ થવો જોઈએ, જેમની પાસે તાલીમ મેળવવાનું સાધન નથી, પણ તેમને તાલીમ આપવી જોઈએ.
તમને જણાવી દઈએ કે, વર્લ્ડ પોપ્યુલેશન પ્રોસ્પેક્ટસ 2019 મુજબ, વર્ષ 2050 સુધીમાં ભારતમાં લગભગ 32 કરોડ વરિષ્ઠ નાગરિકો હશે. એટલે કે દેશની લગભગ 19.5 ટકા વસ્તી નિવૃત્ત વર્ગમાં જશે. વર્ષ 2019 માં, ભારતની લગભગ 10 ટકા વસ્તી અથવા 14 કરોડ લોકો વરિષ્ઠ નાગરિકોની શ્રેણીમાં છે.
આ પણ વાંચો:પીએમએ પ્રગતિ મેદાન સંકલિત ટ્રાન્ઝિટ કોરિડોર પ્રોજેક્ટ સમર્પિત કર્યો
Share your comments