ગુજરાતના ગાંધીનગરમાં ગ્લોબલ આયુષ ઈન્વેસ્ટમેન્ટ સમિટ 20થી 22 એપ્રિલ દરમિયાન યોજાવવા જઈ રહી છે, જેમાં દેશ-વિદેશના આયુર્વેદ દવા-ઉત્પાદકો, સ્ટાર્ટઅપને આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ મળશે. મહત્વની વાત છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સમિટનું ઉદ્ઘાટન કરશે
ગાંધીનગરમાં ગ્લોબલ આયુષ ઈન્વેસ્ટમેન્ટ સમિટ યોજાશે, જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુલ્લી મૂકશે. દવાના ઉત્પાદનમાં ગુજરાત મોખરે તો છે, પરંતુ પરંપરાગત દવાના ક્ષેત્રમાં રોકાણ વધારવા, નવીનતમ સંશોધનો થાય અને નિકાસને વેગ આપવાના આશયથી આયુર્વેદિક અને અન્ય પરંપરાગત દવાઓ પર સમિટ ગાંધીનગરમાં યોજાઈ રહી છે. વિવિધ ફાર્મા કંપનીઓ, ઈન્ડસ્ટ્રીઝ તથા ઔષધિય પાકોનું વાવેતર કરતા ખેડૂતો, આયુર્વેદક્ષેત્રના તબીબો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેશે.
આયુર્વેદ દવાના ઉત્પાદકો માટે ઉત્તમ તક
ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા ગ્લોબલ આયુષ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈનોવેશન સમિટ 20 એપ્રિલથી 22 એપ્રિલ, 2022 દરમિયાન ગાંધીનગરમાં યોજાશે. દેશ-વિદેશથી વિવિધ ફાર્મા કંપનીઓ, ઈન્ડસ્ટ્રીઝ તથા ઔષધિય પાકોનું વાવેતર કરતા ખેડૂતો તથા આયુર્વેદક્ષેત્રના તબીબો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેશે. સમિટ દ્વારા દેશ-વિદેશના નાના-મોટા આયુર્વેદ દવાના ઉત્પાદકો તથા આયુર્વેદ સાથે જોડાયેલી ઈન્ડસ્ટ્રીઝ તેમજ આયુર્વેદ સ્ટાર્ટઅપ ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ મળશે
સમિટનો મુખ્ય ઉદ્દેશ
ગ્લોબલ આયુષ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈનોવેશન સમિટ 20 એપ્રિલથી 22 એપ્રિલ, 2022 દરમિયાન ગાંધીનગરમાં યોજાશે. સમિટનો ઉદ્દેશ પરંપરાગત દવાના ક્ષેત્રમાં રોકાણ વધારવા અને નવીનતાઓ પ્રદર્શિત કરવાનો છે. લાંબા ગાળાની ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે નિકાસને પ્રોત્સાહન મળશે.
ઈવેન્ટ્સ ભારતના આયુષ ઉદ્યોગ માટે એક સીમા ચિહનરૂપ બનશે. ગ્લોબલ આયુષ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈનોવેશન સમિટ ભારત માટે આયુર્વેદિક અને હર્બલ ઉત્પાદનો માટે વૈશ્વિક બજાર ઊભું કરવાની તક રજૂ કરે છે. અમે સુવર્ણ યુગના દરવાજા પર ઊભા છીએ, જ્યાં અમે અમારા પરંપરાગત જ્ઞાનનો લાભ ઉઠાવી શકીએ છીએ અને એનો ઉપયોગ વિશ્વની સેવા કરવા માટે કરી શકીએ છીએ.
જામનગરમાં બનશે GCTM સેન્ટર
આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપના વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અંતર્ગત ગુજરાતમાં જામનગર ખાતે એરપોર્ટની બાજુમાં અને ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી તથા ઈન્સ્ટિટયૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઈન આયુર્વેદ ITRA થી 08 કિ.મી.ના અંતરે થવા જઈ રહી છે. GCTMની સ્થાપના માટે ગુજરાત સરકાર દ્વારા 35 એકર જમીનની ફાળવણી વિનામૂલ્યે વૈશ્વિક લોકકલ્યાણ અર્થે કરવામાં આવી છે. આ સેન્ટરમાં 138 પ્રકારની વિવિધ દેશોની વિવિધ ચિકિત્સા પદ્ધતિઓ દ્વારા કોઈપણ રોગનું નિદાન તથા સારવાર રાજ્યમાં એક જ છત હેઠળ થશે, જે ગુજરાત માટે ગૌરવ સમાન છે.
આ પણ વાંચો : પીએમ આદર્શ ગ્રામ યોજના : 36000 ગામડાઓને કરાશે વિકસિત, અપાશે તમામ પ્રાથમિક સુવિધાઓ
ગુજરાત માટે ગૌરવ
તેમણે વધુમાં કહ્યું હતું કે આ સમિટ દ્વારા દેશ-વિદેશના નાના-મોટા આયુર્વેદ દવાના ઉત્પાદકો તથા આયુર્વેદ સાથે જોડાયેલી ઈન્ડસ્ટ્રીઝ તથા આયુર્વેદ સ્ટાર્ટઅપ ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ મળશે. દેશભરના ઔષધિય પાકોનું વાવેતર કરતા ખેડૂતોને પણ ફાર્મર ટુ ફાર્મા કંપનીના સીધા સંવાદ દ્વારા પ્રોત્સાહન મળશે. આયુર્વેદક્ષેત્રે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ તથા ફાર્માક્ષેત્રનું જ્ઞાન આ મંચ દ્વારા મળશે. આ સમિટ દ્વારા આયુષક્ષેત્રમાં રોકાણકારો માટે સંશોધનક્ષેત્રે યોગ ચિકિત્સા પદ્ધતિ તથા કોવિડ-19 જેવા વિવિધ સંક્રામક રોગોની ચિકિત્સાક્ષેત્રમાં વિકાસ થશે.
આ પણ વાંચો : ખુશખબર : LPG સિલિન્ડર પર ગ્રાહકોને મળી રહી છે ઓફર, હવે ઓછી કિંમતે મળશે ગેસ
Share your comments