હવામાન ખાતાએ આગાહી કરી છે કે રાજ્યમાં 11 થી 20 જૂલાઈ સુધી વરસાદી વાતાવરણ રહેશે. રાજ્યમાં વરસાદી વાદળો તૈયાર થઈ રહ્યા છે એટલે કે વરસાદી સિસ્ટમ સક્રિય થતા હવે વરસાદની શક્યતાઓ વર્તાઈ રહી છે. આમ ખેડૂતો આતુરતા પૂર્વક વરસાદની રાહ જોઈ રહ્યા છે તેનો ટૂંક સમયમાં જ અંત આવી શેકે છે.
લો પ્રેશન સક્રિય થતા પડી શકે છે વરસાદ
જૂન મહિના બાદ વરસાદ પાછો ખેંચાતા હવામાન વિભાગે વરસાદની સંભાવના નહીવત હોવાની સંભાવનાઓ વ્યક્ત કરી હતી જે બાદ ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા હતા પરતું હવે લો પ્રેશન સક્રિય થતા રાજ્યમાં વરસાદની સંભાવનાઓ સેવાઈ રહી છે.
રવિવારથી સમગ્ર ગુજરાતમાં વરસાદ સંભાવના
રવિવારથી સમગ્ર ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના સેવાઈ રહી છે અષાઢી બીજના દિવસે પણ રાજ્યના અલગ અલગ ભાગોમાં વરસાદ પડી શકે છે. આ તરફ સૌરાષ્ટ્ર. દક્ષિણ ગુજરાત, મધ્યગુજરાતમાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે જ્યારે કચ્છ સહિત ઉત્તર ગુજરાતમાં ભારે થી સામાન્ય વરસાદ આવવાની સંભાવના છે.
રાજ્યમાં 11 થી 20 જૂલાઈ સુધી વરસાદી વાતાવરણ
હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે આગામી 11 જૂલાઈથી 20 જૂલાઈ સુધી રાજ્યમાં વરસાદી વાતાવરણ રહેશે આ દરમિયાન ભારે વરસાદને કારણે નદી નાળાઓમાં પૂર આવે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ સારા વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી છે.
અરબી સમુદ્રમાં હળવું દબાણ સર્જાશે
14 જૂલાઈથી 16 જૂલાઈ સુધી અરબી સમુદ્રમાં હળવું દબાણ સર્જાશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. જેથી દ્રારકાથી જખૌ સુધીના દરિયામાં હળવા દબાણની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે ત્યારે ખલાસીઓને એલર્ટ કરાયા છે અને આ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા સુચન કર્યુ છે.
કાગડાની જેમ વરસાદની રાહ જોવાઈ રહી છે
વરસાદ પાછો ખેંચાતા ખેડૂતો ચિંતાતૂર બન્યા હતા કેમ કે હજારો હેક્ટરમાં તૈયાર કરેલો પાક પાણી વગર બળી જવાની ભિતિ સેવાઈ રહી હતી પરતું હવે વરસાદની સંભાવના સેવાઈ રહી છે ત્યારે ખેડૂતો કાગડાની જેમ વરસાદની રાહ જોઈને બેઠા છે.
Share your comments