Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ખેડૂતો માટે સારા સમાચાર, કિસાન સમૃદ્ધિ યોજનાની મુદત 5 વર્ષ સુધી લંબાવાઈ

ઉત્તર પ્રદેશના ખેડૂતો માટે એક સારા સમાચાર આવ્યા છે. બંજર અને પાણી ભરાયેલી જમીનને ખેતીલાયક બનાવવા રાજ્ય સરકારે કિસાન સમૃદ્ધિ યોજનાને પાંચ વર્ષ માટે લંબાવી દીધી છે.

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar
Kisan Samrudhi Yojana
Kisan Samrudhi Yojana

પંડિત દીનદયાળ ઉપાધ્યાય કિસાન સમૃદ્ધિ યોજના વર્ષ 2017-18માં શરૂ કરવામાં આવી હતી. હવે આ યોજના વર્ષ 2026-27 સુધી ચાલુ રહેશે. બુધવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં મળેલી યુપી કેબિનેટની બેઠકમાં આ યોજનાની અવધિ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

યુપી દેશના મુખ્ય કૃષિ ઉત્પાદક રાજ્યોમાંનું એક છે. અહીં ચોખા, ઘઉં, મકાઈ અને શેરડી સહિત અનેક પાકો ઉગાવવામાં આવે છે. રાજ્યની લગભગ અડધાથી વધુ વસ્તી આજીવિકા માટે ખેતી પર નિર્ભર છે. રાજ્યમાં ઘણી બધી જમીન કાં તો બંજર છે અથવા પાણી ભરાવાને કારણે ખેતી માટે યોગ્ય નથી. યોગી આદિત્યનાથની આગેવાની હેઠળની ભાજપ સરકારે પાંચ વર્ષ પહેલા ઉજ્જડ અને જળબંબાકાર જમીનને ખેતીલાયક બનાવવાની યોજના બનાવી હતી.

આ પણ વાંચો:20 વર્ષના સમયગાળા માટે 72 ગીગાહર્ટ્ઝથી વધુ સ્પેક્ટ્રમની હરાજી કરવામાં આવશે

1,57,190 હેક્ટર જમીનને બનાવી ખેતીલાયક
યુપી સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલી કિસાન સમૃદ્ધિ યોજનાના પરિણામો ખૂબ જ પ્રોત્સાહક રહ્યા છે. આ યોજનાના અમલથી, પાંચ વર્ષમાં રાજ્યમાં 1,57,190 હેક્ટર જમીનને ખેતીલાયક અને વધુ ફળદ્રુપ બનાવવામાં આવી છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 332 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ યોજનાને મળી રહેલા સારા પ્રતિસાદને જોતા હવે તેની મુદત લંબાવવામાં આવી છે.

2,19,250 લાખ હેક્ટર જમીનમાં સુધારો થશે
સરકારે હવે આગામી પાંચ વર્ષમાં 2,19,250 લાખ હેક્ટર જમીનમાં સુધારો કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. આ માટે 602. 68 કરોડનો ખર્ચ કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા 501.59 કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે અને 51.25 કરોડ રૂપિયા મનરેગા દ્વારા રોકાણ કરવામાં આવશે. 40.84 કરોડ રૂપિયા ખેડૂતો આપશે. આ યોજના ઉત્તર પ્રદેશના કુલ 75 માંથી 74 જિલ્લામાં લાગુ કરવામાં આવશે. આ યોજના માત્ર ગૌતમ બુદ્ધ નગર જિલ્લામાં જ લાગુ થશે નહીં. બુધવારે યોજાયેલી બેઠકમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને આ યોજનામાં ફેરફાર કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા હતા. આ યોજનાથી જ્યાં ખેડૂતોની આવક વધશે ત્યાં ભૂગર્ભ જળ સ્તર પણ સુધરશે.

આ પણ વાંચો:હરિયાણા સરકારે જળ સંરક્ષણના સૌથી મોટા પ્રોજેક્ટનો પાયો નાખ્યો

Share your comments

Subscribe Magazine

More on News

More