આ પ્રોગ્રામ અંતર્ગત વૈજ્ઞાનિકો દતક લીધેલા ગામોના ખેડૂતો સાથે સીધા સંપર્કમાં રહી પોતાની અનુકૂળતા મુજબ તેમને રૂબરૂ અથવા ટેલિફોનિક માર્ગદર્શન આપે છે. કૃષિ વૈજ્ઞાનિક તરીકે તેઓ પોતાના દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શન માંથી ખેડૂતો કેટલું અપનાવે છે એ બાબતનું પણ ધ્યાન રાખે છે.
વૈજ્ઞાનિકો ખેડૂતો સુધી માહિતી પહોંચાડવા માટે સ્થાનિક સમાચારપત્રકો, રેડિયો, મોબાઈલ મેસેજ સેવા, તેમજ સોશિયલ મીડિયાનો ઉપયોગ પણ કરી શકે છે. આ પ્રોગ્રામની અમલવારીમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને આત્મા પ્રોજેક્ટના સહિયારા પ્રયાસથી વિવિધ નિર્દેશનોના આયોજન દ્વારા વધુ સારી સફળતા મેળવી શકાય છે. વળી આ પ્રોગ્રામની અમલવારીમાં વૈજ્ઞાનિકો સ્થાનિક પંચાયતો, વિવિધ એન.જી.ઑ. (NGO),ખાનગી સંસ્થાઑને પણ સાથે લઈને ગ્રામવિકાસના કાર્યો કરી શકે છે. આ પ્રોગ્રામમાં વૈજ્ઞાનિકો ખેડૂતોમાં કૃષિ અંગેની માહિતી આપવાની સાથે-સાથે સ્વરછતા અંગે પણ જાગૃતતા લાવે છે.
આ પ્રોગ્રામ અંતર્ગત કરવામાં આવતી મુખ્ય દસ કામગીરી નીચે મુજબ છે.
- ગામડાઑની પસંદગી કરી ત્યાંનાં ખેડૂતો સાથે મજબૂત સબંધ વિકસાવવો.
- મોબાઈલ ફોન તેમજ સંદેશા દ્વારા આ ખેડૂતો સાથે સંપર્કમાં રહી સમયાંતરે તેમના જ્ઞાનમાં અભિવૃદ્ધિ કરવી.
- તેમના વિસ્તારની વાતાવરણની પરિસ્થિતિને અનુરૂપ તેમને વિવિધ વસ્તુઓ પૂરી પાડવી.
- તેમને વિવિ ધ સંશોધન ભલામણો, બીયારણો,રાસાયણિક ખાતરો, પાકને અનુરૂપ હવામાન, કૃષિમાં ઉપયોગ થતી વિવિધ મશીનરી અને બજારભાવો અંગેની માહિતી આપવી.
- છાપાઓ, રેડિયો અને વિવિધ પ્રસારણના માધ્યમોના ઉપયોગ કરવો.
- સ્થાનિક લેવલ પર કામ કરતી વિવિધ સંસ્થાઑ જેવીકે, આત્મા પ્રોજેક્ટ, સરકારી સંસ્થાઓ અને તેમના એકમો, ખાનગી સંસ્થાઓ, વગેરે દ્વારા કરવામાં આવતી ખેડૂતઉપયોગી વિવિધ
પ્રવૃતિઓ અંગે તેમનામાં જાગૃતતા લાવવી.
- રાષ્ટ્રીય સ્તર પરના વિવિધ સંવેદનશીલ મુદ્દાઓ જેવાકે, વૈશ્વિક વાતાવરણમાં આવી રહેલો બદલાવ, જમીનની ફળદ્રૂપતામાં થઈ રહેલો ફેરફાર, પાણીને બચાવવું તેમજ સ્વરછતાનું મહત્વ અંગે તેમનામાં જાગૃતતા લાવવી.
- દ ત ક લીધેલા ગામોની જરૂરીયાતો અને તેમની સમસ્યાઑના નિવારણ માટે વિવિધ સંસ્થાઓના નિષ્ણાંત લોકોની ત્યાં મુલાકાતો ગોઠવવી.
- દતક લીધેલા ગામોની તકનીકી સમસ્યાઓને ઓળખી તેના નિવારણ માટે વિવિધ સંસોધનો કરાવવા.
10. જે-તે ગામનો તકનીકી, આર્થિક અને સામાજિક રિપોર્ટ તૈયાર કરી જમા કરવો.
આ તમામ માહિતી કલ્પેશકુમાર ડી. ટાંકૉદરા જે (વિષય નિષ્ણાંત- વિસ્તરણ શિક્ષણ) છે અને ડૉ. પી. કે. શર્મા (વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા) કૃષિ વિજ્ઞાન કેન્દ્ર – ખેડાના છે તેમના થકી જાણવા મળેલ છે અને જો આ કાર્યક્રમ વિશે વધુ જાણકારી જોઈતી હોય તો કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખેડા નો સંપર્ક કરી શકો છો.
Share your comments