કપાસના પાકમાં ઉચ્ચ પોષણ વ્યવસ્થાપનએ ઉત્પાદન અને રેશાની ગુણવત્તાને સુધારવા માટે ખૂબ જ જરૂરી છે કપાસમાં સામાન્ય રીતે જમીનના પોષણ માટે જરૂરી તત્ત્વોની ખામીને દૂર કરવા માટે પોષણ આપવામાં આવે છે, અને જ્યાં પણ ડ્રિપ સિંચાઈની સુવિધા હોય છે ત્યાં ખેડૂતો ફેરફાર પણ કરી રહ્યાં છે.
હાલમાં ખેડૂતો પહેલાની સરખામણીમાં વધુ ખાતરનો ઉપયોગ કરી રહ્યા છે, જેમકે આપણે બધા જાણીએ છીએ કે મોટાભાગની જમીનનો પીએચ વધી રહ્યો છે. તેથી સામાન્ય રીતે ખાતરોની કાર્યક્ષમતા ઘટી રહી છે. આ સ્થિતિમાં આપણે સામાન્ય ખાતરોની સાથે તટસ્થ અને ઓછા પીએચ વાળા ખાતરોનો ઉપયોગ કરવો જરૂરી છે. જેથી છોડને પુરતા પ્રમાણમાં પોષક ત્તત્વો મળી શકે અને ઉત્તપાદન પણ સારૂં આપી શકે.
આઈસીએલ સ્પેશ્યલિટી ફર્ટિલાઈઝર્સ, દુનિયાની એક અગ્રણી કંપની છે. છેલ્લા કેટલાક વર્ષોથી ભારતમાં ઈઝરાયલ ટેક્નોલોજી પર આધારિત કેટલાક અનોખા તટસ્થ અને ઓછા પીએચ વાળા ખાતરો ઉપલબ્ધ કરાવી રહ્યાં છે. જેનો ઉપયોગ કરીને ખેડૂતો વધુ સારું ઉત્પાદન મેળવી રહ્યાં છે. આઈસીએલના ખાતરો સાથે કપાસનુ સારૂં ઉત્પાદન અને મહત્તમ ગુણવત્તા મેળવી શકાય છે.
કપાસમાં પોષક તત્ત્વોનું મહત્ત્વનાઈટ્રોજન (N) : કપાસના પાકમાં નાઈટ્રોજનની પુરતી માત્રા, પાકનું ઉત્પાદન, ઝીંડવાની સંખ્યા બીજનું વજન અને ગુણવત્તામાં સુધારો કરવા માટે જરૂરી છે. કપાસમાં નાઈટ્રોજનના ઉપયોગથી સારા પરિણામો મેળવવા માટે કુલ નાઈટ્રોજનનો ત્રીજો ભાગ વાવણીના સમયે અને બાકીનો ઓગસ્ટની શરૂઆત સુધી પિયતની વચ્ચે સરખા ભાગમાં વહેંચીને ઉપયોગ કરવો જોઈએ.
ફોસ્ફરસ (P) : છોડમાં ફોસ્ફરસ મૂળના વિકાસ, ઊર્જા સંતુલન, બીયારણનું વજન, તેલ અને પ્રોટીનની રચનાની સાથે-સાથે કપાસની ગુણવત્તા સુધારવા માટે જરૂરી છે. છોડમાં અપૂરતો ફોસ્ફરસ હોવાને કારણે પાકની વૃદ્ધિ અટકી જાય છે અને પરિપક્વતામાં વિલંબ થાય છે, જેના પરિણામે ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે.
પોટેશિયમ (K) : કપાસના ઉત્પાદન માટે પોટેશિયમ ખાસ કરીને મહત્વનું પોષક ત્તત્વ છે. છોડમાં પોટેશિયમની યોગ્ય માત્રા પાક સુકાઈ જવાના રોગની અસરોને ઘટાડવા, પાણીના ઉપયોગની કાર્યક્ષમતા વધારવા અને કપાસની ગુણવત્તા સુધારવા માટે જરૂરી છે. પોટેશિયમની ઉણપ થવાથી છોડ રોગો માટે વધુ સંવેદનશીલ બને છે, તેમજ કપાસની ગુણવત્તા અને ઉત્પાદન પર ખરાબ અસર કરે છે.
કપાસમાં મુખ્ય પોષક તત્ત્વોનું ઉત્પાદન (કપાસનું પ્રતિ ટન ઉત્પાદન)
નાઈટ્રોજન N ફોસ્ફરસ P૨O૫ પોટેશિયમ K૨O
૪૩.૨ કિગ્રા ૨૯.૩ કિગ્રા ૫૩.૩ કિગ્રા
સ્ત્રોત : FAI ફર્ટિલાઈઝર સ્ટેટિક્સ, 2020-21
કપાસના સારા ઉત્પાદન માટે સલ્ફર, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સૂક્ષ્મ પોષકતત્ત્વો જેમ કે ઝીંક, લોહ અને બોરોન ખૂબ જ જરૂરી છે. કપાસમાં બોરોનનું પુરતુ પ્રમાણ ખાસ કરીને ફૂલો અને ડાળીની રચના દરમિયાન જરૂરી છે.
કપાસની ખેતીમાં આઈસીએલના ખાતરોનો ઉપયોગ
પોલિસલ્ફેટ : તે કુદરતી ખનિજ છે જેમાં ચાર પોષક તત્ત્વો, પોટેશિયમ (૧૩.૫% K૨O), સલ્ફર (૧૮.૫% S), કેલ્શિયમ (૧૬.૫% CaO) અને મેગ્નેશિયમ (૫.૫% MgO) છે. પોલિસલ્ફેટ પાણીમાં ધીમે ધીમે ઓગળે છે અને તે જમીનમાં પોષકતત્ત્વોને ધીરે ધીરે છોડે છે. પોલિસલ્ફેટની આ લાક્ષણિકતા પાકની જરૂરિયાત મુજબ તેના તત્વોની ઉપલબ્ધતા જાળવવા માટે ખૂબ જ જરૂરી છે અને ઉત્પાદનમાં વધારો તેમજ સારી ગુણવત્તા માટે પણ ખૂબ ફાયદાકારક છે. કપાસમાં વાવણી સમયે ૭૫ -૧૦૦ કિગ્રા/એકરના દરે પોલિસલ્ફેટનો ઉપયોગ કરીને કપાસમાં સલ્ફર, કેલ્શિયમ, મેગ્નેશીયમ અને પોટેશિયમની સંપૂર્ણ જરૂરિયાતને પૂરી કરી શકાય છે.
પીકેસીડ ૦-૬૦- ૨૦: આ આઈસીએલ દ્વારા વિશેષ રીતે તૈયાર કરવામાં આવેલ પાણીમાં ઓગળવાવાળુ ૨.૨ પીએચ ઘરાવતું એક વિશેષ ખાતર છે જેથી ખારા પાણી અને ચૂનાવાળી જમીનમાં ફોસ્ફરસ માટે ખૂબ જ યોગ્ય ખાતર છે. પીકેસીડ પાણી અને જમીનનો પીએચ ઘટાડે છે, જેથી પોષક તત્ત્વોની ઉપલબ્ધતા અને કાર્યક્ષમતામાં વધારો થાય છે.
ફર્ટિગેશનમાં પીકેસીડનો વ્યાપકપણે ઉપયોગ થઈ રહ્યો છે જ્યાં જમીનનો પીએચ વધુ હોય છે ત્યાં ખેડૂતો ખારા પાણીનો ઉપયોગ કરી શકે છે. અને પીકેસીડ ખાતરનો ઉપયોગ કરીને વધુ સારી ઉપજ મેળવે છે. જો કે આ ખાતરને ફર્ટિગેશનમાં વાપરવા માટે ભલામણ કરવામાં આવી છે, પરંતુ આનો મર્યાદિત માત્રામાં યુરિયા સાથે છંટકાવ કરવાથી પણ વધુ સારા પરિણામો મળ્યા છે. જે ખેતરોમાં જ્યાં જમીનનો પીએચ વધારે છે તેવા ખેતરોમાં પીકેસીડનો ઉપયોગ કરીને ફોસ્ફરસની ઉપલબ્ધતામાં વધારો કરી શકાય છે. આપણે કપાસની ખેતીમાં પ્રથમ પાણી આપ્યા પછી યુરિયા સાથે ૧૦ - ૧૨ કિગ્રા/એકર પીકેસીડના ઉપયોગથી સારા પરિણામ મળે છે.
ફર્ટીફલો ૧૨-૬ -૨૨ + ૧૨CaO : આ એક ખાસ એન.પી.કે ફોર્મ્યુલા છે, તેનો ઉપયોગ પણ ફર્ટિગેશનમાં વ્યાપકપણે થાય છે, તેમાં ઉપલબ્ધ વધારાનું કેલ્શિયમ છોડની કેલ્શિયમની જરૂરિયાત પૂરી કરવામાં અને ઉણપને દૂર કરવામાં અસરકારક છે. કપાસના પાકમાં બીજું પાણી આપ્યા પછી યુરિયા સ્પ્રે સાથે ૧૦ -૧૨ કિગ્રા/એકર ફર્ટિફ્લો ૧૨-૬-૨૨ + ૧૨CaOનો ઉપયોગ કપાસની ગુણવત્તા અને ઉત્પાદન માટે ખૂબ ફાયદાકારક છે.
કપાસનું સારૂં ઉત્પાદન અને ગુણવત્તા માટે જમીનના પોષણની સાથે સાથે પાકમાં પાનનું પોષણ પણ ઘણું મહત્વ ધરાવે છે.
ન્યૂટ્રીવોન્ટ ફોલિયર ન્યૂટ્રીશન : આઈસીએલ ન્યુટ્રીવોન્ટ ફોલીયર ન્યુટ્રીશન પાણીમાં દ્રાવ્ય એન.પી.કે અને સૂક્ષ્મ પોષકતત્વોની રચના છે જે પાકના વનસ્પતિ, ફૂલ અને ફળના તબક્કા માટે અત્યંત ઉપયોગી અને ફાયદાકારક છે. કપાસમાં આઈ.સી.એલની ન્યુટ્રીવોન્ટ ફોલિયર લાઈનનો ઉપયોગ કરીને કપાસનુ ઉત્પાદન અને રેસાની ગુણવત્તાને વધુ સારી કરી શકાય છે.
સ્ટાર્ટર એન.પી.કે. ૧૧-૩૬-૨૪: આ ખાતર પાકની વાનસ્પતિક અવસ્થા માટે ખાસ ફોર્મ્યુલાથી બનાવેલ છે. તેનો છંટકાવ કપાસના પાકમાં ૩૦-૪૦ દિવસ ૧૦ ગ્રામ પ્રતિ લિટર પાણીમાં ઓગાળીને કપાસની વાનસ્પતિક વૃદ્ધિ અને ડાળીની સંખ્યા વધારવા માટે ખૂબ જ ઉપયોગી છે.
પીક્વાંટ એન.પી.કે ૦-૪૯ -૩૨: ફૂલોની અવસ્થા માટે પાકમાં પીકવાંટ સૌથી યોગ્ય પર્ણસમૂહ માટેનું પોષણ છે, કપાસમાં ૫૦થી ૧૦૦ દિવસના તબક્કામાં વાનસ્પતિક વૃદ્ધિ, ફૂલ અને ડાળીની રચના, બધું એક સાથે થાય છે, તેથી ન્યુટ્રીવેન્ટ બૂસ્ટર ફોર્મ્યુલા વધારે યોગ્ય છે. જો કે આ પીક્વાંટ એ ફૂલોની અવસ્થા માટે સૌથી યોગ્ય ફોર્મ્યુલાવાળુ ખાતર છે.
બૂસ્ટર એન.પી.કે. ૮-૧૬-૩૯: ન્યુટ્રિવેન્ટ બૂસ્ટર એ કપાસમાં ડાળીની રચના દરમિયાન સૌથી યોગ્ય પર્ણસમૂહ માટેનું પોષણનું સંપૂર્ણ પેકેજ છે. તેનો એક કે બે છંટકાવ ૧૫ દિવસના અંતરે ૧૦ ગ્રામ પ્રતિ લીટર પાણીમાં ઓગાળીને કપાસના પાકમાં ફૂલ બનવાની અવસ્થા દરમિયાન ખૂબ જ ઉપયોગી છે.
ફ્રૂટ એન.પી.કે. ૧૨-૫-૨૭+૮CaO : આ ખાતર પાકમાં ફળોના વિકાસના તબક્કે તમામ નાઈટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, કેલ્શિયમ અને સૂક્ષ્મ પોષકતત્ત્વોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યુ છે. તેમાં ઉપલબ્ધ પોટેશિયમ અને કેલ્શિયમનું સ્તર ફળની ગુણવત્તા સુધારવા માટે ખૂબ જ ઉપયોગી છે.ઉચ્ચ ગુણવત્તા અને સારા ઉત્પાદન માટે ન્યુટ્રિવોન્ટ બૂસ્ટરના વિકલ્પ તરીકે કપાસમાં પ્રથમ વીણી પછી ૧૫ દિવસના અંતરે ન્યુટ્રીવોન્ટ ફ્રૂટ NPK નો ૧-૨ સ્પ્રે કરવો જે કપાસની ઉચ્ચ ગુણવત્તા અને સારી ઉપજ માટે ખૂબ જ જરૂરી છે, ફોસ્ફરસ, પોટાશ, કેલ્શિયમ અને સૂક્ષ્મ પોષકતત્ત્વોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યુ છે. તેમાં ઉપલબ્ધ પોટેશિયમ અને કેલ્શિયમનું સ્તર ફળની ગુણવત્તા સુધારવા માટે ખૂબ જ ઉપયોગી છે.ઉચ્ચ ગુણવત્તા અને સારા ઉત્પાદન માટે ન્યુટ્રિવોન્ટ બૂસ્ટરના વિકલ્પ તરીકે કપાસમાં પ્રથમ વીણી પછી ૧૫ દિવસના અંતરે ન્યુટ્રીવોન્ટ ફ્રૂટ NPK નો ૧-૨ સ્પ્રે કરવો જે કપાસની ઉચ્ચ ગુણવત્તા અને સારી ઉપજ માટે ખૂબ જ જરૂરી છે.
Share your comments