દોસ્તો તમે બધા પાકિસ્તાનની હાલત તો જાણો જ છો. છેલ્લા ઘણા સમયથી પાકિસ્તાનની જનતા મોંઘવારી સામે ઝઝુમી રહી છે. પાકિસ્તાનમાં લોકો માટે દરરોજ એક નવું સંકટ માથાનો દુખાવો બની રહ્યું છે. મોંઘવારી દરે 58 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે, પાકિસ્તાનનો વિદેશી મુદ્રા ભંડાર પણ ખાલી થવાના આરે છે. પેટ્રોલિયમ તેલ અને ગેસ ખરીદવા માટે લોકો પાસે પૈસા પણ નથી.
પાકિસ્તાનના પેટ્રોલિયમ રાજ્ય મંત્રી મુસાદિક મલિકે બુધવારે કહ્યું કે હવે સરકાર 24 કલાક ગેસ સપ્લાય કરી શકશે નહીં. જનતાને ગેસ સપ્લાય માટે નવી વ્યવસ્થા કરવી પડશે. અમે 24 કલાક અને દરરોજ ગેસ પ્રદાન કરીશું નહીં. તેમણે લાચારીથી કહ્યું કે પાકિસ્તાન ઊર્જા માટે કુદરતી ગેસ પર ખૂબ જ નિર્ભરતા ધરાવે છે. રમઝાન નિમિત્તે લોકોની માંગ વધી છે. પાકિસ્તાનમાં વધતી માંગ અને અપૂરતા પુરવઠાને કારણે ઘણા વિસ્તારોમાં ગેસની અછત છે. આવી સ્થિતિમાં લોકોએ બ્લેક માર્કેટિંગ પણ શરૂ કરી દીધું છે.
24 કલાક માટે ગેસ સપ્લાયની સુવિધા બંધ
પેટ્રોલિયમ રાજ્ય મંત્રીએ આદેશ આપ્યા છે કે હવે 24 કલાક માટે ગેસ સપ્લાયની સુવિધા બંધ રહેશે. તેમણે કહ્યું કે પાકિસ્તાનના લોકો રસોઈ અને અન્ય કારણોસર ગેસનો વધુ ઉપયોગ કરે છે, ખાસ કરીને સેહરી અને ઈફ્તાર દરમિયાન મહત્તમ ગેસનો ઉપયોગ કરવામાં આવે છે. રમઝાનને કારણે વપરાશમાં પણ વધારો થયો છે, પરંતુ સરકાર આ માટે કોઈ વ્યવસ્થા કરી શકી નથી. ઘણા વિસ્તારોમાં લાંબી પ્રતીક્ષા અને લોકો પરેશાન જોવા મળી રહ્યા છે.
કરાચીમાં મીડિયા સાથે વાત કરતા પેટ્રોલિયમ રાજ્ય મંત્રી મુસાદિક મલિકે કહ્યું કે ગેસનો ભંડાર દેશમાં ઓછો થયો છે, તેથી 24 કલાક માટે ગેસ સપ્લાય બંધ કરી દેવામાં આવ્યો છે. કોણ ગેસ લે છે અને તેનો ઉપયોગ કરે છે કે વેચે છે તેના પર ચાંપતી નજર રાખવામાં આવશે.
ઉદ્યોગોએ ગેસ ઉત્પાદન બંધ કરવાની આપી ધમકી
પાકિસ્તાનના વહીવટી અધિકારીઓએ કહ્યું છે કે ગેસ સપ્લાયને લઈને મોટા ફેરફારો કરવામાં આવી રહ્યા છે. ગેસ પુરવઠો સમયસર કરવામાં આવશે અને તે હવે બધા દિવસો પર ઉપલબ્ધ રહેશે નહીં. સપ્લાય પર નજર રાખવામાં આવશે, બેદરકારી દાખવનાર સામે પગલાં લેવાશે. સાથે જ ગેસનું બ્લેક માર્કેટિંગ કરનારા અને તેનો ખોટો ઉપયોગ કરનારાઓ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. અહીં કરાચી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (KCCI)એ આ નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી છે.
સંગઠને કહ્યું છે કે જો કરાચીમાં ઉદ્યોગોને ગેસનો પુરવઠો નહીં આપવામાં આવે તો ઉત્પાદન કેવી રીતે થશે? જો સરકાર પોતાના સ્તરે વિચાર્યા વગર નિર્ણય લેશે તો મોટું નુકસાન થશે. જો ગેસ પુરવઠાની અછત હોય, તો તેને તાત્કાલિક દૂર કરવી જોઈએ. તે સમજવું પડશે કે ગેસ વિના ઉદ્યોગો ચાલી શકતા નથી.
KCCI પ્રમુખ મુહમ્મદ તારિક યુસુફે જણાવ્યું હતું કે અવરોધો અને પડકારોનો સામનો કરવા છતાં, કરાચીનો વેપારી સમુદાય નિકાસની દ્રષ્ટિએ લગભગ 54% અને આવકની દ્રષ્ટિએ 68% થી વધુ યોગદાન આપે છે.
આ પણ વાંચો:મોરબી દુર્ઘટનાનો આરોપી જયસુખ પટેલ બન્યો માનસિક બિમારીનો શિકાર, જેલમાંથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો
Share your comments