
1. ૨૦૨૪ નવું આવનારું વર્ષ મોંઘવારી માંથી મળશે શાંતિ, જાણો કેટલો સસ્તો થયો LPG સિલિન્ડરનો ભાવ
કેન્દ્ર સરકારે દેશવાસીઓને નાતાલ અને નવા વર્ષની ભેટ આપી છે.જે અંતર્ગત 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની (રોજીંદા વવ્યસાય) કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. તેનાથી ગ્રાહકોને ઘણી રાહત મળશે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ તરફથી કોમર્શિયલ એલપીજીના ભાવમાં પ્રતિ સિલિન્ડર 39.50 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ પછી હવે દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 1757.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે.જો કે હાલમાં ઘરેલુ ઉપયોગના સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કે ઘટાડો કરવામાં આવ્યો નથી. કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના નવા ભાવ આજથી અમલમાં આવશે. આનો અર્થ એ થયો કે આજથી ગ્રાહકો ઓછી કિંમતે કોમર્શિયલ એલપીજી સિલિન્ડર મેળવી શકશે.

2. ઓડિશાના ખેડૂતોને વધુ 3160 કરોડ રૂપિયાની ચાર સિંચાઈ યોજનાની ભેટ, એક લાખ હેક્ટરથી વધુ જમીન સુધી પાણી પહોંચશે
ઓડિશાના ખેડૂતોને સિંચાઈ સુવિધાઓની ભેટ આપતા, રાજ્યના મુખ્યમંત્રી નવીન પટનાયકે રાજ્યમાં રૂ. 3160 કરોડના મૂલ્યની ચાર મહત્વપૂર્ણ સિંચાઈ યોજનાઓનું ઉદ્ઘાટન કર્યું છે. આ સાથે રાજ્યના ખેડૂતો માટે આનંદપુર બેરેજ પ્રોજેક્ટની બેતરણી કેનાલ સાથે હલ્દિયા ડેમ હવે કાર્યરત થઈ ગયો છે. આ સાથે તેમને સિંચાઈની સુવિધા મળશે. બૈતરણી નદી આનંદપુર બેરેજની 28 કિમી લાંબી ડાબી નહેર દ્વારા સાલંદી નદીઓ સાથે જોડાયેલ છે. આ પ્રોજેક્ટ કેઓંજાર જિલ્લાના હટાડીહી અને આનંદપુર બ્લોકમાં 2,221 હેક્ટર ખેતીની જમીનને સિંચાઈ કરવામાં મદદ કરશે. તેનાથી ખેડૂતોને ઘણો ફાયદો થવાનો છે. આ ઉપરાંત રવિ સિઝન દરમિયાન બાલાસોર જિલ્લાના સાત બ્લોકમાં 56,550 હેક્ટર જમીનને સિંચાઈ કરવામાં આવશે.

3. હાડ થીજાવતી ઠંડીની લહેરની લપેટમાં, પહાડો પર થયો બરફ વર્ષા, IMDએ ચેતવણી આપી
હાડ થીજાવતી ઠંડીની લહેરની લપેટમાં આવતા ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ભારતીય હવામાન વિભાગ એટલે કે IMDએ કહ્યું કે આગામી 4 દિવસ દરમિયાન પંજાબ, હરિયાણા, આસામ અને મેઘાલય અને નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરાના અલગ-અલગ ભાગોમાં સવારે ગાઢ ધુમ્મસની સંભાવના છે. આગામી 02 દિવસ દરમિયાન ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ નોંધપાત્ર ફેરફાર થવાની સંભાવના નથી અને ત્યારબાદ 2-3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે. મતલબ કે આગામી દિવસોમાં ઠંડીમાં કોઈ તીવ્ર વધારો થવાની કોઈ શક્યતા નથી. એ જ રીતે, સવારના સમયે ઘણા રાજ્યોમાં ગાઢ ધુમ્મસની સંભાવના છે, જેના કારણે દૃશ્યતામાં ઘટાડો થશે. આવી સ્થિતિમાં લોકોને સાવધાની સાથે વાહન ચલાવવાની સલાહ આપવામાં આવી છે. જેથી અકસ્માતના બનાવ ઓછા બને,

4. સી.એમ ઉતરપ્રદેશના યોગીજી ખેડૂત દિવસ પર ચૌધરી ચરણ સિંહની 51 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરશે
પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહની જન્મજયંતિ પર સીએમ યોગી 23 ડિસેમ્બરે મુરાદાબાદના બિલારીમાં તેમની 51 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરવા જઈ રહ્યા છે. જેની તૈયારીઓ ચાલી રહી છે. વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહને ખેડૂતોના મસીહા પણ કહેવામાં આવે છે. ચૌધરી સાહેબની જન્મજયંતિ નિમિત્તે 23મી ડિસેમ્બરે કિસાન મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. અખિલ ઉત્તર પ્રદેશ જાટ મહાસભાના મુખ્ય સંરક્ષક એસએસ અહલાવતે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે ચૌધરી સાહેબની 51 ફૂટ ઊંચી પ્રતિમા અને બિલારીમાં સાત વીઘા જમીનમાં 5 માળની ઇમારત બનાવવામાં આવી છે. આ સાથે ભવ્યતી-ભવ્ય આયોજન કરવા માં આવશે.

ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન ગગડ્યુ છે. આ સાથે લઘુત્તમ તાપમાન સાથે મહત્તમ તાપમાન પણ ઘટ્યું છે. વિગતો મુજબ 14 શહેરોનું તાપમાન 17 ડિગ્રીથી નીચે નોંધાયું છે. જેમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 11.4 ડિગ્રી નોંધાયું છે. મહત્વનું છે કે, હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે, 3 દિવસ બાદ તાપમાનનો પારો 1 થી 2 ડિગ્રી ગગડશે, ઠંડી સાથે રાજયવાસી ઓ હવે ઠંડીનું જોર જોશે.
Share your comments