Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

કિરણ હોસ્પિટલ - સુરત દ્વારા સમગ્ર દેશમાં જટીલ બીમારીથી પીડાતા 750 બાળકોને વિના મૂલ્યે સર્જરી.

જટીલ બીમારીથી પીડાતા 10 વર્ષ સુધીના બાળકોને વિના મૂલ્યે સર્જરી.- *પદ્મશ્રી માથુરભાઇ સવાણી – ચેરમેન કિરણ હોસ્પિટલ

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar
kiran hospital
kiran hospital

જટીલ બીમારીથી પીડાતા 10 વર્ષ સુધીના બાળકોને વિના મૂલ્યે સર્જરી.-  *પદ્મશ્રી માથુરભાઇ સવાણી – ચેરમેન કિરણ હોસ્પિટલ

સ્વતંત્ર ભારતના 75 વર્ષ પૂર્ણ થયા  તે નિમિત્તે સમગ્ર દેશ આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે  કિરણ હોસ્પિટલ સુરત દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે દેશના જટીલ બીમારીથી પીડાતા બાળકોને બીમારીથી મુક્તિ અપાવવા માટે એક ભગીરથ પ્રયાસ થઇ રહ્યો છે.

હોસ્પિટલની સેવા સમગ્ર દેશ ઉપરાંત અન્ય દેશોના લોક પણ લઇ રહ્યા છે

હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ, લિવર ટ્રાન્સપ્લાન્ટ, કિડની ટ્રાન્સપ્લાન્ટ, બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ જેવી સર્જરીઓ તદુપરાંત જન્મજાત જટીલ બીમારી ઓની પીડામાંથી બાળકોને મુક્તિ અપાવવા માટે કિરણ હોસ્પિટલ દ્વારા ખૂબ મહત્વનું આયોજન કરવામાં આવ્યું છે. આ યોજના  અંતર્ગત 10 વર્ષની ઉંમર સુધીના જટીલ બીમારીથી પીડાતા 750 બાળકોને વિના મૂલ્યે સર્જરી અને સારવાર કરવામાં આવશે. દેશની જૂજ હોસ્પિટલો જ આવા જટીલ ઓપરેશનો કરવા સક્ષમ હોય છે. આવા ઓપરેશનોનો ખર્ચ 25 લાખ સુધી થતો હોય છે. આવા જટીલ ઓપરેશનો કરવા માટે કિરણ મલ્ટી સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરના 43 વિભાગો અતિ આધુનિક સાધનોથી સુસજ્જ અને દરેક બીમારીના ઈલાજ કરવા માટે સક્ષમ છે. આ તમામ વિભાગોમાં દર વર્ષે 4 લાખથી પણ વધારે દર્દીઓ સેવા લઇ રહ્યા છે. કિરણ હોસ્પિટલની સેવા સમગ્ર દેશ ઉપરાંત અન્ય દેશોના લોક પણ લઇ રહ્યા છે. અતિ આધુનિક એવી કિરણ હોસ્પિટલ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે જટીલ બીમારીથી પીડાતા 750 બાળકોને એક વર્ષમાં વિના મૂલ્યે સારવાર આપવાનો જે નિર્ણય લીધો છે તે ખૂબ જ પ્રશંશનીય છે.

જટીલ બીમારીઓ થી પીડાતા 750 બાળકોને વિના મુલ્યે સર્જરી અને સારવાર

કિરણ હોસ્પિટલ દ્વારા આ બાળકોની સર્જરીના ખર્ચને પહોચી વળવા મોટા ફંડની વ્યવસ્થા કરવી પડશે. કિરણ હોસ્પિટલ દ્વારા અનેક સેવાકીય કાર્યો સતત થતા હોય છે. દેશની એકમાત્ર હોસ્પિટલ હશે કે આઝાદીના 75 વર્ષની ઉજવણી નિમિત્તે જટીલ બીમારીઓ થી પીડાતા 750 બાળકોને વિના મુલ્યે સર્જરી અને સારવાર કરવાનો નિર્ણય લીધો છે.

15 સપ્ટેમ્બર 2022 સુધીમાં રજિસ્ટ્રેશન કરાવવુ

વધુમાં પદ્મશ્રી માથુરભાઇ સવાણી જણાવે છે કે, કિરણ હોસ્પિટલમાં જટીલ બીમારી માટે પોતાના બાળકની વિના મૂલ્યે સારવાર લેવા માંગતા લોકોએ 15 સપ્ટેમ્બર 2022 સુધીમાં તે બાળકની પૂરી વિગત સાથે કિરણ હોસ્પિટલ ખાતે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. એક મહિના દરમિયાન થયેલ રજિસ્ટ્રેશનના આધારે ડોક્ટર દ્વારા બાળકોનું નિદાન થશે અને જે તે મહિનામાં નંબર મુજબ તેઓની સર્જરી કરવામાં આવશે.

રજીસ્ટ્રેશન કિરણ હોસ્પિટલની વેબસાઇટ www.kiranhospital.com પર પણ કરાવી શકો છો. વધુ માહિતી માટે સંપર્ક કરો : ૯૭૨૬૪૩૨૦૪૮/ ૦૨૬૧- ૭૧૬૧૧૧૧, અથવા  inquiry@kiranhospital.com

આ પણ વાંચો:EVની ખરીદી પર ક્યાં કેટલી મળી રહી છે સબસિડી, રોડ ટેક્સ રજિસ્ટ્રેશનમાં શું છે છૂટ

Share your comments

Subscribe Magazine

More on News

More