Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

Free Electricity: હવે આ રાજ્યમાં મળશે મફત વીજળી, દર મહિને 1 રૂપિયામાં મળશે 1 કિલો ગ્રામ દાળ

Jharkhand cabinet decesion: સામાન્ય જનતાને રાહત આપવા માટે રાજ્ય સરકાર દ્વારા બજેટમાં આપવામાં આવેલા વચનોને કેબિનેટે મંજૂરી આપી છે.

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar
electricity
electricity

એક અધિકારીએ જણાવ્યું કે જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે વિકાસ કમિશનરની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોની સમિતિની રચના કરવામાં આવશે. કેબિનેટ સચિવ વંદના દાદેલે અહીં પત્રકારોને જણાવ્યું હતું કે, "આ સમિતિ યોજનાના અમલ માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP)નો મુસદ્દો તૈયાર કરશે. તેને કેબિનેટની મંજૂરી માટે મોકલવામાં આવશે.

100 યુનિટ ફ્રી વીજળી

જૂની પેન્શન યોજના 1 એપ્રિલ, 2004 ના રોજ બંધ કરવામાં આવી હતી અને તેને નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) થી બદલી દેવામાં આવી હતી. આ સિવાય કેબિનેટે ગરીબો માટે 100 યુનિટ મફત વીજળીના પ્રસ્તાવને પણ મંજૂરી આપી છે. સરકાર દ્વારા 2022-23ના બજેટમાં આની જાહેરાત કરવામાં આવી હતી. દાદેલે કહ્યું, 'તેનો લાભ 100 યુનિટ સુધી વીજળીનો ઉપયોગ કરવા પર લાગુ થશે. તેના પર અલગ-અલગ સ્લેબ લાગુ થશે.

આ પણ વાંચો:હાથ ખર્ચ માટે મળશે આટલા પૈસા, બસ આપવા પડશે માત્ર આ 5 દસ્તાવેજ

 

1 રૂપિયામાં 1 કિલો દાળ

મહત્વપૂર્ણ છે કે કેબિનેટે કુલ 55 પ્રસ્તાવોને મંજૂરી આપી છે. તેમાં ખાદ્ય સુરક્ષા યોજના હેઠળ આવરી લેવામાં આવતા દરેક પરિવારને દર મહિને 1 રૂપિયાના દરે એક કિલો ચણાની દાળ આપવાની દરખાસ્તનો સમાવેશ થાય છે. આ સાથે કેબિનેટે મનરેગા વેતન હેઠળ વધારાના 27 રૂપિયા આપવાના પ્રસ્તાવને પણ મંજૂરી આપી દીધી છે. આ નિર્ણય બાદ હવે ઝારખંડમાં મનરેગા મજૂરોને લઘુત્તમ વેતન 237 રૂપિયા મળશે. તે જ સમયે, રાજ્યમાં ખાનગી ક્ષેત્રમાં સ્થાનિક ઉમેદવારોની રોજગાર માટેના નિયમોને પણ મંજૂરી આપવામાં આવી હતી. કાયદા મુજબ ખાનગી કંપનીઓએ સ્થાનિક લોકોને નોકરીમાં 75 ટકા અનામત આપવાની હોય છે.

નોંધપાત્ર રીતે, જૂની પેન્શન યોજનાના અમલીકરણની જાહેરાત કરનાર ઝારખંડ દેશનું ત્રીજું રાજ્ય બન્યું છે. અગાઉ રાજસ્થાન અને છત્તીસગઢે જૂની પેન્શન યોજના લાગુ કરવાની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો:શું કેન્દ્ર સરકાર સપ્ટેમ્બર પછી મફત રાશનનું વિતરણ બંધ કરશે?

 

Share your comments

Subscribe Magazine

More on News

More