દરેક જણ હથિયાર રાખી શકતું નથી. એટલા માટે આ હત્યારાએ બંદૂક તેના ઘરે જ બનાવી હતી. જેને ઝિપગન કહેવામાં આવે છે. તે ભારતના કેટલાક રાજ્યોમાં ગુનેગારો દ્વારા ઉપયોગમાં લેવાતી પિસ્તોલ જેવી જ છે.
ઝિપગનને સરળ ભાષામાં ઇમ્પ્રુવાઇઝ્ડ ફાયરઆર્મ્સ, પાઇપ ગન અથવા સ્લેમ ગન પણ કહેવામાં આવે છે. આ હથિયારો અધિકૃત ફેક્ટરીઓમાં બનાવવામાં આવતા નથી. આ ગેરકાયદેસર રીતે બનાવવામાં આવે છે. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર લક્ષ્યને મારી નાખવાનો છે. તેની ગુણવત્તા અને ચોકસાઈમા કોઈ વિશ્વાસ નથી હોતો. તેથી જ ઘણી વખત આવી બંદૂકોનો ઉપયોગ કરતી વખતે તે વિસ્ફોટ થઈને ફાટી જાય છે.
સામાન્ય રીતે ગુનેગારો અને ઘૂસણખોરો આવી બંદૂકોનો ઉપયોગ કરે છે. અથવા હિંસક જૂથો દ્વારા આનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણા દેશોમાં આવી બંદૂકો સંરક્ષણ અથવા શિકાર માટે પણ બનાવવામાં આવે છે. જાપાનના પૂર્વ પીએમને મારવા માટે જે રીતે ઝિપગનનો ઉપયોગ કરવામાં આવ્યો. તેમાં, બે મેટલ પાઇપ, વાયર, લાકડાના બ્લોક્સ, સેલોટેપ અને લિથિયમ બેટરીનો ઉપયોગ વિસ્ફોટ માટે કરવામાં આવ્યો હતો. તમે નીચેની ઇન્ફોગ્રાફિક્સમાં આ સરળતાથી જોઈ શકશો.
શું હોય છે ઝિપગન?
કોઈ પણ ઝિપગનને બનાવવા માટે મુખ્યત્વે ત્રણ વસ્તુઓની જરૂર પડે છે. પ્રથમ બેરલ. પિસ્તોલ માટેની આવી નળીઓ ભારતમાં વાહનોના સ્ટીયરીંગ પાઇપને કાપીને બનાવવામાં આવે છે. જાપાનમાં, હત્યારાએ આ માટે કોઈ અન્ય પદ્ધતિનો ઉપયોગ કર્યો હશે. બીજા બ્રિચબ્લોકનો અર્થ એ છે કે જે વિસ્ફોટકને આગળ વધારવા અને દબાણ બનાવવાનું કામ કરે છે. ત્રીજી ફાયરિંગ મિકેનિઝમ. શિન્ઝો આબેના હત્યારાએ તેની ઝિપગનમાં લિથિયમ બેટરીના ફાયરિંગને સક્રિય કરવાનું પસંદ કર્યું છે. એટલે કે, બંદૂક કોઈપણ અવાજ વિના વિસ્ફોટ કરશે. બેરલની અંદર હાજર બુલેટ ધડાકા સાથે નિશાન પર વાગશે.
કેટલી હોય છે ઝિપગનની રેન્જ?
ઝિપગનો ઉપયોગ ટૂંકા અંતર માટે થાય છે. તેમા ઓછી શક્તિશાળી ગોળીઓ લાગે છે. સામાન્ય રીતે .22 કેલિબર અથવા 12 બોર અથવા 9 મીમી. રબર બેન્ડ ફાયરિંગ પિનને તાકાત આપે છે. રબર જેટલું પાછુ જશે, તેટલી ઝડપથી તે ફાયરિંગ પિન પર લાગશે. તેથી ગોળી ઝડપથી બહાર આવશે. જો રબર બેન્ડ નબળું હોય તો બંદૂકની શક્તિ ઘટી જાય છે. અહીં હત્યારાએ લિથિયમ-આયન બેટરીની મદદથી ફાયરિંગ માટે સ્પાર્કનો ઉપયોગ કર્યો હશે.
આ પણ વાંચો:ભારત અમૂર્ત સાંસ્કૃતિક વારસાની સુરક્ષા માટે યુનેસ્કોનાં 2003 સંમેલનની આંતરસરકારી સમિતિમાં ચૂંટાયું
અલગ-અલગ દેશોમાં બંદુકનુ નામ અલગ-અલગ
ઝિપગન એટલે દેશી કટ્ટા અથવા દેશી બંદૂક. અમે તમને કહ્યું છે કે ભારતમાં તેને શું કહેવાય છે. પરંતુ આર્જેન્ટિનામાં તેને તુમ્બેરા, મલેશિયામાં બાકાકુચ અને ફિલિપાઈન્સમાં તેને સુમ્પક કહેવામાં આવે છે. આ બંદૂકો ખીલીઓ, સ્ટીલની પાઈપ, લાકડાના બ્લોક્સ, તાર, રબર બેન્ડ, બેટરી વગેરેમાંથી બનાવવામાં આવે છે. વધુ સારી બંદૂકનો અર્થ એ છે કે તેમાં વધુ સારી અને ડિઝાઇન કરેલી ધાતુ અથવા લાકડું નાંખવામાં આવ્યું છે, એટલે કે, તેનો બે કે ત્રણ વખતથી વધુ ઉપયોગ કરી શકાય છે.
પાકિસ્તાન-અફઘાનિસ્તાનમાં સૌથી મોટું બજાર
એટલું જ નહીં, બાદમાં આવી બંદૂકોનો ઉપયોગ અલગ-અલગ વસ્તુઓમાં કરવામાં આવ્યો. જેમ કે ટોર્ચ, મોબાઇલ ફોન ગન, સ્ટિક ફોન, કેન ગન, ફિંગર રીંગ ગન, લાઇટર ગન અથવા સિગારેટ કેસ ગન. આ સિવાય દેશી ઓટોમેટિક મશીનગન પણ બનાવવામાં આવી છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં આવા શસ્ત્રોનું ખુલ્લું બજાર લાગે છે.
ભારત, દ.આફ્રિકા અને ચીનમાં પણ લાગે છે આવા બજાર
ભારતના બિહાર અને પુર્વાંચલ વિસ્તારોમાં આવા દેશી કટ્ટા, બંદુક અને રાઈફલ બનાવવામાં આવે છે. દક્ષિણ આફ્રિકાના ઝુલુલેન્ડમાં હોમમેઇડ બંદૂકો બનાવવામાં આવે છે. ચીનમાં પણ આવા હથિયારોનુ બજાર છે. ફિલિપાઈન્સના સેબુ પ્રાંતના ડાનાઓ શહેરમાં તો આ જ કામ થાય છે. રશિયા, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં અંડરગ્રાઉન્ડ ફેક્ટરીઓ પણ છે જ્યાં આવી બંદૂકો બનાવવામાં આવે છે.
આ પણ વાંચો:PM Kisan Yojana: 12મા હપ્તાથી વંચિત ન રહેવું હોય તો ખેડૂતોએ આ કામ જરૂરથી કરી લે
Share your comments