Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

રાજસ્થાનમાં 1000 નવી ગ્રામ સેવા સહકારી મંડળીઓની થઈ રચના

રાજસ્થાનમાં 1000 નવી ગ્રામ સેવા સહકારી મંડળીઓની રચના - રજીસ્ટ્રાર સહકારી શ્રી મુક્તાનંદ અગ્રવાલે જણાવ્યું હતું કે રાજ્યની તમામ ગ્રામ પંચાયતોના મુખ્યાલયમાં નવી ગ્રામ સેવા સહકારી મંડળીઓની ઝડપથી રચના કરવામાં આવી રહી છે.

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar
co-operative societies
co-operative societies

વર્તમાન સરકારના કાર્યકાળ દરમિયાન 1 હજારથી વધુ નવી ગ્રામ સેવા સહકારી મંડળીઓની રચના કરવામાં આવી છે અને તેનાથી રાજ્યમાં 7300 જેટલી ગ્રામ સેવા સહકારી મંડળીઓ બની છે. તેમણે કહ્યું કે નવી ગ્રામ સેવા સહકારી મંડળીઓની રચનાથી 3 લાખથી વધુ નવા સભ્યો આ સહકારી મંડળોમાં જોડાયા છે.

રજિસ્ટ્રારે કહ્યું કે રાજ્ય સરકારે નવા પેક/લેમ્પની રચનાની સુવિધા માટે નિયત પરિમાણોમાં પણ ફેરફાર કર્યો છે. અગાઉ, જ્યાં નવા પેકની રચના માટે શેરની રકમ રૂ. 5 લાખ અને સભ્યોની લઘુત્તમ સંખ્યા 500 હતી, તે ઘટાડીને શેરની રકમ રૂ. 3 લાખ કરવામાં આવી છે અને સભ્યોની સંખ્યા 300  કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, સરકારનો આશય એ છે કે ગામના ખેડૂતો ગ્રામ સેવા સહકારી મંડળીઓ સાથે જોડાય અને વ્યાજમુક્ત પાક ધિરાણીની સાથે સાથે ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓ સહિતની અન્ય સુવિધાઓનો પણ તેમના ઘરની નજીક જ લાભ મળી રહે જેથી તેમને ખેતીના કાર્યો કરવામાં સરળતા રહે.

આ પણ વાંચો:સ્ટીલ મંત્રીનો 2030 સુધીમાં 300 મિલિયન ટન સ્ટીલ ક્ષમતા હાંસલ કરવાનો લક્ષ્યાંક

 

શ્રી અગ્રવાલે કહ્યું કે વર્ષ 2021-22માં ખેડૂતોને 18 હજાર 500 કરોડ રૂપિયાની વ્યાજમુક્ત પાક લોનનું વિતરણ કરવાનો લક્ષ્યાંક હતો. કારણ કે  નવા પેક/લેમ્પની રચનાથી નવા ખેડુતોને પણ વ્યાજમુક્ત પાક લોનનો લાભ મળી શકે. આ માટે બજેટ જાહેરાતમાં વર્ષ 2022-23માં તેને વધારીને 20 હજાર કરોડ રૂપિયા કરવામાં આવી છે.

રજિસ્ટ્રારે  નવા પેક/લેમ્પની રચના પૂર્ણ કરવાના લક્ષ્યાંક વિશે ઉપ રજિસ્ટાર સાથે ચર્ચા કરી તેમજ  જૂન મહિના સુધીમાં લક્ષ્ય પૂર્ણ કરવા સૂચના આપી. તેમણે વધુ ડિવિઝનલ રજીસ્ટ્રારોને પણ નિર્દેશ આપ્યો કે વિભાગીય જિલ્લાઓની લક્ષ્ય મુજબ સમીક્ષા કરે તેમજ જિલ્લાઓની મુલાકાત લઈ નવા પેક/લેમ્પની રચનાની પ્રક્રિયામાં આવતી સમસ્યાઓને દુર કરે.  વીસી દરમિયાન અધિક રજીસ્ટ્રાર પ્રથમ શ્રી રાજીવ લોચન શર્મા, તમામ જિલ્લા નાયબ રજીસ્ટ્રાર, તમામ વિભાગીય રજીસ્ટ્રાર અને સંબંધિત વિભાગીય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો:હરિયાણા સરકારે જળ સંરક્ષણના સૌથી મોટા પ્રોજેક્ટનો પાયો નાખ્યો

Share your comments

Subscribe Magazine

More on News

More