પંજાબ હરિયાણાના ખેડૂતો આજે રસ્તા પર ઉતરવાના છે. પંજાબ હરિયાણાના ખેડૂતો ડાંગરની ખરીદી તારીખ લંબાવવાથી નારાજ છે. આ બન્ને રાજ્યના ખેડૂત સંગઠનો આજે હરિયાણા અને પંજાબમાં વિરોધ પ્રદર્શન કરવાના છે. હરિયાણાના ખેડૂતો દ્વારા જાહેરત કરવામાં આવી છે કે, તેઓ વિરોધ દરમિયાન કરનાલમાં સીએમ મનોહરલાલ ખટ્ટરના નિવાસ સ્થાનનો ધેરાવ કરશે. એક બાજુ દિલ્હી બોર્ડર પર સેંકડો ખેડૂતો કૃષિના ત્રણ કાયદાનો વિરોધ કરી રહ્યા છે ત્યારે સરકાર માથે એક આ નવું ટેન્સન ઉભુ થયુ છે.
ખેડૂતો દ્વારા હરિયાણા સરકારના તમામ મંત્રીઓ અને ભાજપના સાંસદોને ઘેરાવ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે. આ વિરોધ પ્રદર્શનની વાત કરવામાં આવે તો હરિયાણામાં ખેડૂતોનો વિરોધ શુક્રવારથી કરાઈ રહ્યો છે,પણ આજે ખેડૂતોની જાહેરાતને જોતા લાગી રહ્યુ છે કે આ વિરોધ પ્રદશનને કારણે રાજનિતિમાં ભૂકંપ આવી શકે તેમ છે
ખેડૂતો નારાજ એટલા માટે છે કે, કેન્દ્ર સરકારનો નિર્ણય છે જેમાં સપ્ટેમ્બરમાં ભારે વરસાદને કારણે હરિયાણા અને પંજાબ સરકારોને અત્યારે ડાંગરની ખરીદી અટકાવવા માટે કહેવામાં આવ્યું છે. આ નિર્ણય મુજબ ભારે વરસાદને કારણે ડાંગરમાં ભેજ છે, તેથી 11 ઓક્ટોબરથી ડાંગરની ખરીદી શરૂ કરવી જોઈએ. હરિયાણામાં ડાંગરની ખરીદી 25 સપ્ટેમ્બરથી શરૂ થાય છે, જ્યારે પંજાબમાં 1 ઓક્ટોબરથી ડાંગરની ખરીદી શરૂ થાય છે. વધુમાં ખેડૂતોનું કહેવું છે કે સરકારે તાત્કાલિક ડાંગરની ખરીદી શરૂ કરવી જોઈએ. ભારે વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાન થઈ ચૂક્યું છે. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકાર દ્વારા ડાંગરની ખરીદીની તારીખ લંબાવવાના કારણે તેમના નુકસાનમાં બે ગણો વધારો થઈ શકે તેમ છે.
Share your comments