કૃષિ વિભાગના સચિવ મનીષ ભારદ્વાજે કહ્યું હતું કે, ડાંગ જિલ્લાને પ્રાકૃતિક કૃષિ આધારિત પ્રથમ જિલ્લો જાહેર કરીને રાજ્ય સરકારે આ માટે રૂ. 31 કરોડની જોગવાઈ કરી છે. ડાંગમાં 21 હજાર ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ સાથે જોડીને તેમના કૃષિ ઉત્પાદનોમાં પ્રોસેસીંગ અને વેલ્યૂ એડિશન કરવા સાથે માર્કેટિંગ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે.
રાજ્યમાં એક સો ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન- એફ પી ઓ સ્થાપવાનો લક્ષ્યાંક આપ્યો છે. જે તમામ એફ પી ઓ પ્રાકૃતિક કૃષિ આધારિત સ્થાપવામાં આવશે. જેમાં ડાંગમાં પણ હશે.ગાંધીનગર સચિવાલયના કૃષિ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, 3 તાલુકાના 311 ગામ અને 70 પંચાયત સાથે 2.50 લાખની વસતી સાથે 1766 ચોરસ કિલો મીટર વિસ્તારમાં ડાંગ જિલ્લો છે. અહીં 75 ટકા શિક્ષમ સાથે મહિલાઓની વસતી વધું છે. મહિલાઓ જ અહીં ખેતી માટે વધું મહેનત કરે છે. ડુંગરાળ ડાંગનાં ગાઢ જંગલોમાં અનેક ઔષધિય વનસ્પતિઓ ઉગે છે. જે ખેતરોમાં લાવી શકાય તેમ છે.
ડાંગની ખેતીની ખૂબી
વર્ષ 2018-19માં નવું બજેટ આવતાં ડાંગને સજીવ ખેતીનો જિલ્લો જાહેર કરાયો હતો. તેનો અમલ કરવા માટે અધિકારીઓને હિમાચલ મોકલવામાં આવ્યા હતા. ડાંગની ખુબી એ છે કે, ચોમાસામાં પકવેલા બાર જેટલા પ્રકારના ડાંગરની જાતો છે. જેમાં દૂધ મલાઈ, લાલ બાવટે, કુડિયા, બંગાળો, આંબમોર, તુલસે, કાજળહરે, ખડસી, પેજીયા, મશુરી, કોલપી, ચિમનસાળ, ઘુડિયા, ટાયચુન, કાળોભાત, સટીયા, દુમનીયા, કમોદ, , કવચી, કડા, ચીરલી, લાલકડા, દૂધમલાઈ, કાંજણ હરે, દેશી કોલમ, લાલ નાગલી, દેશી અડદ દાળ, તુવેર દાળ, મગફળી, વરઈ, સોયાબીન, ચણા, ઘઉં, કેરી, મગફળી, શાકભાજી, કાજુ તથા ખરસાણી, સફેદ અને લાલ નાગલી, વરી, સાવા, બરટી, કોદરા, ભાદલા, રાઅ જેવા પાકો પરંપરાગત ખેતી પધ્ધતિ પેદા થાય છે.
મોડેલ સ્ટેટ
હિમાચલ પ્રદેશમાં પ્રાકૃતિક કૃષિ અપનાવનારા ખેડૂતોની આવકમાં 27 ટકાનો વધારો થયો અને 56 ટકા કૃષિ ખર્ચામાં ઘટાડો થયો છે. હિમાચલ પ્રદેશમાં 1.70 લાખ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ સાથે જોડાયા છે.
ગુજરાતમાં 2018-19, 19-20, 02-21માં કુલ 61 હજાર હેક્ટર જમીનમાં ઓર્ગેનિક ખેતી કરાવવામાં આવી રહી છે. જેમાં 61થી 65 હજાર હેક્ટમાં ઓર્ગેનિક ખેતી શરૂ થઈ છે. 57 હજાર હેક્ટર ખેડૂતોની માલિકીના ખેતરો અને 4 હેક્ટર જમીન જંગલની જમીન પરના ખેડૂતો છે. જેમાં બધા મલીને કુલ 6500 ખેડૂતો ઓર્ગેનિક ખેતી કરી રહ્યાં છે.
ચોખા અને નાગલીના ખેતરો વધું
10 ટકા વિસ્તાર ઓર્ગેનિક ખેતી હેઠળ આવરી લેવામાં આવ્યો છે. જે સજીવ ખેતી થઈ રહી છે તેમાં 35-40 ટકા ચોખા, 20-25 રાગી-નાગલી મળીને 60 ટકા જેવી ખેતી આ બે ખેત પેદાશોની છે. જ્યારે 40 ટકામાં વરાઈ, તુવેર, અડદ, ખરસાણી (રામતલ)ની સજીવ ખેતી કરવામાં આવે છે.
310માંથી 142 ગામો ઓર્ગેનિક થયા
ડાંગના 310 ગામમાંથી 142 ગામ (54 ગ્રામ પંચાયત)માં ઓર્ગેનિક ખેતી 3 વર્ષમાં કરવાનું શરૂ થયું છે. જે કૃષિ અધિકારીની મોટી સફળતા છે. આ વર્ષના અંત સુધીમાં તમામ 310 ગામને અધિકારીઓ આવરી લઈને આખા જિલ્લાને ઓર્ગેનિક બનાવી દેશે.
યોજના બદલી
જૂની સીસ્ટમમાં પાર્ટીસીપેટરી - સહભાગીદારી બાહેંધરી - 20 હેક્ટરના એક જૂથ ખેડૂતોના 295 ગૃપ બનાવેલા હતા. જે 61 હજાર હેક્ટર થાય છે. ગયા વર્ષે 30 જૂથ સાથે 325 જૂથો બનાવે છે 6500 હેક્ટર થાય છે.2020માં 20 ખેડૂતોના 30 જૂથ બનાવીને જોડી દેવાયા છે. કુલ 5900 હેક્ટર જમીનને ઓર્ગેનિક જાહેર કરેલી છે. 600 હેક્ટર આ વર્ષે જાહેર થશે.
ખેડૂતની તમીમ જમીન પર હવે ઓર્ગેનિક જાહેર કરવા સહાય અપાતી નથી. પણ એક ખેડૂતને એક એકર જમીનને સહાય આપવામાં આવે છે. એકર દીઠ ખેડૂતને 1 હજાર રોકડા આપવામાં આવે છે. વ્યક્તિ ગત સહાય 3500 રૂપિયા આપવામાં આવે છે. બીજી રકમ તાલીમ, ડેટા, માર્કેટીંગ વ્યવસ્થા, વ્યક્તિગત સહાય છે.
ખેડૂતોને શું શિખવવામાં આવે છે
ખેડૂતોને પ્રત્યક્ષ નિદર્શનથી બીજામૃત, જીવામૃત, નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અજ્ઞાસ્ત્ર, દશપર્ણ અર્ક વગેરે બનાવવાનું ખેડૂતોને શીખવવામાં આવે છે. આ પદ્ધતિથી ખેડૂતોને ખેતીના ખર્ચમાં અંદાજીત 35 થી 50 % ટકા જેટલો ઘટાડો થાય છે. ઝેરી જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરનો વપરાશ ઓછો થાય છે.
બજાર વ્યવસ્થા
ખેડૂતોની ઓર્ગેનિક ખેતી માટેની બજાર વ્યવસ્થા સરકારે ઊભી કરી નથી. મેળા કરવામાં આવે છે. પણ તેનાથી ચીજો વેચાતી નથી. માર્કેટીંગ માટે કોરોના પહેલા સુરતમા એક જ મેળો રાખેલો હતો.
સાપુતારા રોડ ડાંગી કુદરતી દુકાનો બનશે
વઘઈથી સાપુતારાનો રોડ પર વધું વાહન નિકળે છે. ત્યાં હવે રોડ પર એક સરખા ડીઝાઈનના વેચાણ કેન્દ્ર સખી મંડળ દ્વારા ઊભા કરવાની વિચારણા સરકાર કરી રહી છે. જેમાં એક દુકાન માટે 50 લાખ રૂપિયામાં 4 તૈયાર થશે. ડાંગી કુદરતી દુકાન બનાવવામાં આવશે. ડાંગી દેશી અનાજ કેન્દ્ર તરીકે કામ કરશે. પ્રવાસીઓ અહીંથી માલ છૂટક લઈ જશે. જથ્થાબંધ વેપારીઓ પણ અહીંથી ખરીદી કરી શકશે.
આહવામાં કોઈ એપીએમસી નથી
ડાંગ જિલ્લામાં ભારે વરસાદ પડે છે. છતાં 70% લોકોને રોજગારી માટે ગુજરાત કે મહારાષ્ટ્ર રાજ્યમાં 6 મહિના માટે મજુરી કામ કરવા જવું પડે છે. તેમાં ઓર્ગિનિક ખેતીથી કોઈ ફેર વડશે નહીં. કારણ કે તેમની પાસે બહારનું કોઈ ખાસ બજાર નથી. ડાંગના વડામથક આહવામાં કોઈ એપીએમસી જ નથી. વઘઈમાં છે. સરકારની અહીં મોટી ભૂલ છે. ખરેખર તો ઓર્ગેનિક વસ્તુ વેચતી એપીએમસી હોવી જોઈએ.
30 કરોડ ખેડૂતોને અપાયા
સરકારે આ વર્ષે 31 કરોડ સહાય આપી છે. જેમાં 20 કરોડ ખેડૂતો અને બજાર માટે તથા રૂપિયા 10 કરોડ સર્ટીફિકેશનના આપેલા છે.
30 હજાર ખેડૂતમાંથી 6 હજાર જાહેર થયા
ડાંગમાં કુલ 30 હજાર ખેડૂત કુટુંબ છે. જેમાં 6 હજાર ખેડૂતોને કન્વર્ડ કરાવેલા છે. હવે 24 હજાર બાકી છે. 12 હજારની અરજી ડાંગની કચેરીમાં આવેલી છે. જેમાં 29 જૂલાઈ સુધીમાં અરજી લેવાની છે. જેમાં 24 હજાર કુલ અરજી આવી જશે. અને 20 હજાર મંજૂર થઈ જશે. 3 વર્ષમાં ડાંગના તમામ ખેડૂતોને ઓર્ગેનિક જાહેર કરી દેવાશે. હવે એક જ વર્ષમાં યોજના પૂરી થઈ જશે.
રસાયણનો ઉપયોગ
સિક્કીમમાં કોઈ ખેડૂત રસાયણો વાપરતું નથી. એવું ડાંગમાં કરવામાં આવશે. રાસાયણીક દવા અને જંતુનાશકો વાપરવા પર પ્રતિબંધ મૂકતું જાહેરામું બહાર પાડવામાં આવશે. 30 હજાર ખેડૂતો માંથી તે રસાયણો વાપરે છે તે એકાએક બંધ થવાના નથી. કારણ કે સરકારે ખેડૂતની તમીમ જમીન ઓર્ગેનિક જાહેર કરી નથી. એક ખેડૂતે એક એકર જમીનની રૂ.3500ની જ સહાય આપી છે. ખેડૂતે બાકીની જમીન જાતે ઓર્ગેનિક બનાવવી પડશે. સરકારની આ અધુરી યોજના છે. તેથી તમામ ખેડૂતો ઓર્ગેનિક ખેતી નહીં કરે. જે રાયાસણીક ખાતર અને જંતુનાશકો વાપરે છે તે તો વાપરશે જ.
15 વર્ષે જાહેરાનામું બહાર પાડી શકાશે
હાલના ખેડૂતોના માંડ 50 ટકા ખેડૂતો ઓર્ગેનિક ખેતી કરશે. આખા સિક્કીમને ઓર્ગેનિક રાજ્ય જાહેર કરતું જાહેરામું બહાર પાડવામાં 10 વર્ષનો સમય લાગ્યો હતો. આવું ડાંગમાં કરવા માટે 15 વર્ષ લાગી શકે છે. કારણ કે ઓર્ગેનિક જિલ્લો જાહેર કરવા માટે હવે ગુજરાત સરકારે જાહેરામું-નોટિફિકેશન બહાર પાડવું પડશે. એ ત્યારે જ બની શકશે કે 80 ટકા ખેડૂતો શોગંદનામાં પર તેઓ લખી આપે કે તેઓ ઓર્ગેનિક ખેતી કરે છે. સિક્કીમ 10 વર્ષે કરી શક્યું છે.
રસાયણો વેચતી દુકાનો બંધ થશે
હવે કૃષિમાં કોઈ પણ પ્રકારના બાહ્ય સિન્થેટીક ઈનપુટ્સ અને જીનેટીકલી મોડીફાઈ કરેલ ઑર્ગેનિઝમને પ્રતિબંધિત કરી દેવામાં આવશે. ડાંગમાં કેમિકલ ખાતર અને પેસ્ટીસાઈડ્ઝ વેચતી બધી દુકાનોને બંધ કરી દેવામાં આવશે.
મૂળ યોજના
ડાંગ જિલ્લાને રસાયણ મુક્ત બનાવવા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે પ્રથમ વર્ષે 10 હજાર આપવાના હતા, બીજા વર્ષે 6 હજાર અપવાની જાહેરાત ગાંધીનગરથી મુખ્ય પ્રધાને કરી હતી. પણ ખેડૂતને એક એકરે મળે છે માંડ 3500 રૂપિયા.
2015માં જાહેરાત
2015માં ગુજરાતે ઓર્ગેનિક ખેતીની નીતિની જાહેરાત કરી હતી. ત્યારે ડાંગ જિલ્લાની આ યોજના અંગે જાહેરાત કરવામાં આવી હતી. 6 વર્ષ થયા છતાં હજું યોજના સફળ નથી. 2015થી ડાંગ જિલ્લામાં સિક્કિમ મોડલ તરીકે સંપૂર્ણ સજીવ ખેતી તરફ ખેડૂતોને વાળવાના હતા. તાલુકા દીઠ 150 ક્લસ્ટર, અને એક એક ક્લસ્ટરમાં ઓછામાં ઓછા 20 ખેડૂતોને જોડનું નક્કી કરાયું હતું. 2018માં રૂ. 62 કરોડ રકમ ડાંગ જિલ્લાને ઓર્ગેનિક જિલ્લા તરીકે ફાળવી હતી.
10 ટકા ખેતી સજીવ થઈ
સિક્કિમ અને ડાંગની ભૌગોલિક સ્થિતિ સમાન છે. 5 વર્ષોમાં ડાંગ જિલ્લાની 53,000 હેક્ટર જમીનને ઑર્ગેનિક ફાર્મિંગમાં બદલવાની હતી. 6 વર્ષમાં તેના 10 ટકા માંડ ફેરવી શકાઈ છે. જેમાં મોટા ભાગના ખેડૂતો તો એવા છે તે જે સદીઓથી રસાયણો વગર ખેતી કરે છે.
દૂધ ઓર્ગેનિક
ખેતી સાથે પશુપાલનમાં પણ ઑર્ગેનિક પ્રેકટીસ શરૂ કરવામાં આવશે. જે ખેડૂતો ઑર્ગેનિક ખેતી અપનાવશે તેમના ઑર્ગેનિક ઉત્પાદનોના વેચાણ અને માર્કેટીંગ માટે સરકાર મોટાપાયે મદદ કરશે. ડાંગના આધારે બીજા જિલ્લાઓને સજીવ ખેતી તરફ લઈ જવાશે. તેને બે દસકા લાગી જશે.
આદિવાસી વિસ્તારમાં 250 કરોડ સહાય
અંબાજીથી ઉમરગામ સુધીની સમગ્ર આદિજાતિ પટ્ટીના 14 આદિજાતિ જિલ્લા બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, નવસારી, સુરત, તાપી, વલસાડ અને ડાંગ જિલ્લાના 1.26 લાખ વનબંધુ ખેડૂતોને રૂ.31 કરોડની માતબર રકમથી ખાતર-બિયારણ ટૂલ કિટ સહાયનો લાભ 2019માં અપાયો હતો. 10 વર્ષમાં કૃષિ વૈવિધ્યકરણ યોજનામાં 10 લાખ વનબંધુ ખેડૂતોને રૂ.250 કરોડની સહાય આપી છે.
ડાંગમાં હાઈબ્રિડ બિયારણો વપરાશે.
5 વર્ષમાં ડાંગ જિલ્લો, વલસાડ જિલ્લાના ધરમપુર, કપરાડા અને નવસારી જિલ્લાના વાંસદા તાલુકાને સંપુર્ણ સેન્દ્રિય વિસ્તારો જાહેર કરવાનો હતો. પણ તે થઈ શકશે નહીં.2018-19માં રૂ.30 કરોડ આપવામાં આવ્યા છે. ક્લસ્ટર બનાવીને તેના ખેડૂતોને ગૃપ બનાવીને નોંધણી કરવાની હતી. બધું જ ઓન લાઈન કરવાનું રહેશે. 2015થી રાજ્ય કક્ષાએ સમિતિ બનાવવામાં આવી છે. તે આ ક્લસ્ટર્સ મંજૂર કરે છે. 2020 દરમ્યાન ડાંગ જિલ્લામાં 7031 ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ લઈ જવા આત્માની ડાંગ ખેતીવાડી શાખા, બાગાયત ખાતું, પશુપાલન ખાતું તથા કે વી કે વઘઇ દ્વારા ખેડૂતોને તાલીમ આપી હતી.
12 જાતની ડાંગર
સિવિલ એન્જિનીયર થયેલા ડાંગ જિલ્લાના શુબીર તાલુકાના મોખામાળ ગામના યુવાન ખેડૂત કિશોર ગામીતે ઓર્ગેનિક, ઔષધિય ગુણો ધરાવતી ખેતી કરીને પોતાના ખેતરમાં 12 જાતની ડાંગર ઉગાડી છે. જે ડાયાબીટીઝ, બ્લડ પ્રેસરનાં દર્દીઓ માટે ગુણકારી છે. વિસરાતી જતી ઔષધિય મુલ્યા ધરાવતા અનાજ અને કઠોળની જાતોની વડીલો પાસે માહિતી એકઠી કરી ખેતરમાં ઉગાડવાનું શરૂ કર્યું હતું.
ડાંગની પહાડી વિસ્તારોમાં કાળા ચોખાને 2019માં પોતાના ખેતરોમાં ગામીતે રોપતા ડાંગની આબોહવા માફક આવતા સારો ઉતારો આવ્યો છે. લાલ ચોખામાં ન્યુટ્રીશન વધુ હોવાથી સુગર (ડાયાબિટીસ)ને કંટ્રોલ કરે છે. ખરસણી તેવુ જ થાય છે. તેમાંથી તૈયાર થતું તેલ ઝીરો ટકાફેટ હોવાથી બ્લડપ્રેશરના દર્દીઓને ફાયદાકારક છે. સફેદ અને લાલ નાગલી, વરી, સાવા, બરટી, કોદરા, ભાદલા, રાઅ જેવા પાકો પરંપરાગત ખેતી પધ્ધતિ ફરીથી તેઓ જીવંત કરી રહ્યા છે.
Share your comments