Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

નક્ષત્રોની ચાલ બદલતા આગામી દિવસો માં કેવું રહેશે મૌસમ અને વરસાદ ની સ્થતિ, જાણો વિગતવાર

હાલ વરસાદ ના વિરામે તમામ ખેડૂતો ને મુશ્કેલી માં મૂકી દીધા છે. વરસાદ ની ખેંચ થી ઉભા પાક માં પાણી ની ખેંચ થી વિકાસ રુંધાતો જોવા મળે છે સાથે વાતવરણ માં ભેજ નું પ્રમાણ ઓછું થતાં પાક માં થ્રિપ્સ નો ઉપદ્રવ વધારે જોવા મળે છે. શરૂઆત માં વરસાદે તમામ લોકો ને ઉત્સાહિત કરી દીધા હતાં. અને ક્યાંય મેઘો ખુબ જોર શોર થી વરસ્યો તો ક્યાંય કાગડોળ આશા પર છોડી દીધા. હાલ દરેક ખેડૂતો ને વરસાદ ની ખાસ જરૂર છે અને ગ્રહો ની સ્થતિ અને આગાહી જોતા આગામી આજે અને કાલે એટલે કે ૩૦ અને ૩૧ જુલાઈ ના રોજ મેધતાંડવઃ ની સ્થતિ વર્તાઈ રહી છે.

Pintu Patel
Pintu Patel
મૌસમ અને વરસાદ ની સ્થતિ

આ વરસાદી માહોલ નું એક કારણ એ પણ છે કે હાલ,અરબી સમુદ્રની સિસ્ટમ સક્રિય તેમજ બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થતા ઓગસ્ટની શરૂઆતમાં ભારેથી અતિ ભારે વરસાદના યોગ રહે તેવી સ્થિતિ છે એટલે કે have ટૂંક સમયમાં મેહુલો મેધ તાંડવ કરશે.

ગુજરાત ના કેટલાંક ભાગો ઉપરાંત ઉત્તર ગુજરાત ના કેટલાંક ભાગોમાં ઓગસ્ટ તા.4 થી 8 માં વરસાદી વહન આવશે. આ મેધા થી જે વરસાદ ની ઘટ વર્તાઈ રહી છે તે પુરી થવાની આશા છે અને ખેડૂતો ને તેના પાક માં એક નવી જાન આવશે તેવું દેખાઈ રહ્યું છે. મહારાષ્ટ્રની નજીક દક્ષિણ ગુજરાત ના કેટલાંક ભાગોમાં પણ વધુ વરસાદ ની ધારણા રહેશે .

ગુજરાત ના અન્ય ભાગો ની વાત કરીયે તો આહવા, ડાંગ, વલસાડના ભાગોમાં ભારે વરસાદ પડશે એવી આગાહી કરવામાં આવી છે અનેતેવી સ્થતિ છે. સૌરાષ્ટ્રના કેટલાંક દરિયાકિનારના ભાગોમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે. વાત કરીયે ઉત્તર ગુજરાત ની તો અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, હારીજ, બેચરાજી તેમજ માંડલ-પાટડીના ભાગો, વિરમગામ, સુરેન્દ્રનગર જિલ્લાના ભાગો, ચોટીલાના ભાગો, મધ્ય સૌરાષ્ટ્રના ભાગોમાં પણ મેઘો મહેરબાન રહે તેવી શક્યતા રહેલ છે. મધ્ય ગુજરાતની વાત કરીયે તો, વડોદરા-આણંદ- ખેડા ના ભાગોમાં પણ મેઘ મહેર ની શક્યતા છે. પંચમહાલ, મહીસાગરના ભાગો, સાપુતારાના ભાગોમાં કુદરતી આશા એટલ કે, મેધ ના આશીર્વાદ રહેશે અને ત્યાંના લોકો નો મેધ થી રહેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

વાત ને ટૂંક માં પતાવીયે તો, મુખ્યત્વે ગુજરાત પર હવે ટૂંક સમયમાં મેહુલો મેરબાન રહેશે એવી આશા છે. અને નદી નાળા માં જળસ્તર ઉંચુ આવશે. જો કે, આ પૂર્વ ફાલ્ગુની નક્ષત્રનું વરસાદી પાણી કૃષિ પાકો માટે સારું તો ગણાતું નથી. ખેતર માં વર્પ થાય ત્યારે આંતરખેડ કરીને નિંદામણ ને દૂર કરવું.

Share your comments

Subscribe Magazine

More on News

More