વધારે વરસાદ પડતા મગનો પાક સૌથી વધુ પ્રભાવિત
કચ્છ-ભૂજમાં મગના વેપાર સાથે સંકળાયેલ ટ્રેડર્સ યશવંતભાઇ શાહ કહે છે કે હાલ મગની બજાર પ્રતિકિલો રૂ.60 થી રૂ.65 છે. 2021-22ના વર્ષ માટે ટેકાના ભાવ પ્રતિકિલો રૂ.72.75 સરકારે જાહેર કર્યાં છે. મગના ઉત્પાદનમાં મહારાષ્ટ્ર, કર્ણાટક અને રાજસ્થાન મુખ્ય રાજ્યો છે. હાલ મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં વધારે વરસાદને કારણે મગનો પાક પ્રભાવિત થયો છે. રાજસ્થાનમાં ઓછા વરસાદને કારણે વાવેતરમાં કાપ મુકાયો છે. મગનો કેરીફોરવર્ડ સ્ટોક પણ લાંબો નથી. વિદેશી આયાતી મગની અહીં પડતર બેશે એમ નથી. તેથી આયાતનો સવાલ નથી. આગામી દિવસોમાં દેશના મગ ઉત્પાદનમાં ઘટ રહેવાથી વધુ સારા ભાવ થવાના સંજોગો નકારી શકાય નહીં.
ઉનાળામાં પણ કઠોળનું વાવેતર
દેશાવરમાં મગના વાવેતર માથે ચારેય બાજુથી કુદરતી વિપદા પડવાથી ઉત્પાદન ઘટવાનાં સંજોગો સ્પષ્ટ થઇ રહ્યાં છે. આપણે ત્યાં સ્થાનીકે ગુજરાતમાં ખરીફ મગનું વાવેતર ગત વર્ષની તુલનાએ ઘટેલું છે. ઉનાળું મગ બજારમાં આવ્યા છતાં સામાન્ય ઘટાડાથી બજારો ટકેલી રહી છે. હવે, મગ અને અડદ જેવા કઠોળ પાકો ખરીફમાંથી ખસેડીને ખેડૂતોએ ઉનાળું વાવેતરમાં સ્થાન આપી રહ્યાં છે. લોકો ઉનાળામાં પણ હવે કઠોળના પાક વાવતા થયા છે આમા હવે બારે માસ કઠોળના પાકની ખેતી કરવામાં આવે છે
ગુજરાતમાં ગત વર્ષની તુલનાએ મગનું વાવેતર ચાલુ વર્ષે ઘટ્યુ
દેશાવરમાં મગના વાવેતર માથે ચારેય બાજુથી કુદરતી વિપદા પડવાથી ઉત્પાદન ઘટવાનાં સંજોગો સ્પષ્ટ થઇ રહ્યાં છે. આપણે ત્યાં સ્થાનીકે ગુજરાતમાં ખરીફ મગનું વાવેતર ગત વર્ષની તુલનાએ ઘટેલું છે. ઉનાળું મગ બજારમાં આવ્યા છતાં સામાન્ય ઘટાડાથી બજારો ટકેલી રહી છે. હવે, મગ અને અડદ જેવા કઠોળ પાકો ખરીફમાંથી ખસેડીને ખેડૂતોએ ઉનાળું વાવેતરમાં સ્થાન આપી રહ્યાં છે. ચોમાસાની સીઝનમાં અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિથી ખેડૂતોના પાકનો નાશ થતો હોય છે અને ખેડૂતોને દર વર્ષે આવુ નુકશાન ભોગવવામો વારો આવે છે આમ ખેડૂતોને નકશાન ન ભોગવવુ પડે તે માટે બૃહવે ખેડૂતો ખરીફ સિઝન ન પસંદ કરતાં અર્ધ શિયાળું કે ઉનાળું મગ વાવેતર કરવા તરફ આકર્ષાયા છે હવે ખેડૂતો અર્ધ શિયાળું કે ઉનાળું સિઝનના પાકની વાવણી તરફ વળ્યા છે.
કચ્છ સૌરાષ્ટ્રમાં પણ મગનું વાવેતર ઘટ્યુ
સૌરાષ્ટ્રના ઘણા ખેડૂતો ચોમાસે પરિવારને ખાવા પુરતા મગ કપાસની વચ્ચે બે-ચાર ચાસ ઉગાડી લેતા હોય છે, એ રીતે કચ્છમાં પણ ખરીફ મગનું વાવેતર ઘટી રહ્યું છે. રાજ્યમાં ખરીફ મગના વાવેતર માટે કચ્છ અગત્યનો જિલ્લો છે, ત્યાં ગત વર્ષે 34200 હેકટરમાં વાવેતર થયું હતું. આ વર્ષે હજુ કચ્છમાં વાવણી લાયક વરસાદ નથી, તેથી વાવેતર ઘટીને 18600 હેકટરે ઉભું છે.
ઉત્તર ગુજરાતમાં અડદનું વાવેતર વધ્યુ
રાજ્ય સરકારના કૃષિ વિભાગ દ્રારા નોંધાયેલ 26, જુલાઇ સુધીના આંકડા સ્પષ્ટ કરે છે કે ગત વર્ષે આ સમયે 57500 હેકટરમાં મગનું વાવેતર થયું હતું, એની સામે ચાલું વર્ષે 7 ટકાના ઘટાડા સાથે 53000 હેકટર વિસ્તારમાં વાવેતર થયું છે. ઉત્તર ગુજરાતના ખેડૂતો ખરીફમાં ઓછા ખર્ચના પાક તરીકે મગને બદલે અડદ વધુ પસંદ કરે છે
Share your comments