નવીનતમ માહિતી અનુસાર, 11મા હપ્તાના 2000 રૂપિયા 31મી મેના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. 31મી મેના રોજ પીએમ નરેન્દ્ર મોદી શિમલામાં હશે. જ્યાં એક કાર્યક્રમ દરમિયાન PM મોદી કિસાન સન્માન નિધિ યોજનાનો આગામી હપ્તો દેશભરના ખેડૂત ભાઈઓને ઓનલાઈન જાહેર કરશે.
શું છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના?
ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા માટે કેન્દ્ર સરકાર સમય – સમય પર ખેડૂતો માટે નવી નવી યોજનાઓ લાવતી રહે છે. આવી જ એક યોજના એટલે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના (PM KISAN YOJNA) છે. આ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં દર વર્ષે 6000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે. ખેડૂતોના ખાતામાં દર ચાર મહિનાના અંતરે બે - બે હજાર રૂપિયાના હપ્તે પૈસા ટ્રાન્સફર કરવામાં આવે છે. અત્યાર સુધીમાં કિસાન સન્માન નિધિ યોજનાના 10 હપ્તા ખેડૂતોના ખાતામાં પહોંચી ગયા છે. હવે 31મી મેના રોજ ખેડૂતોને 11મો હપ્તો મળવા જઈ રહ્યો છે.
આ પણ વાંચો:બકરી ઉછેર પર 60% સુધીની સબસિડી આપી રહી છે સરકાર, અહીં કરો અરજી
E-KYC કરાવવુ ખરજીયાત
જો તમે કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ ઉઠાવવા માંગો છો, તો તમારે 31 મી મે પહેલા E-KYC ની પ્રક્રિયાને પુરી કરવી પડશે. ખેડુતોના ખાતામાં 11 મા હપ્તાની રકમ માટે સરકારે E-KYC ની પ્રક્રિયાને ફરજીયાત કરી દીધી છે.
ઓનલાઈન E-KYC કેવી રીતે કરવુ ?
- સૌથી પહેલા પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ gov.in પર જાઓ.
- હવે તમને હોમ પેજની જમણી બાજુએ E-KYC નો વિકલ્પ દખાશે
- હવે અહીં તમે તમારો આધાર કાર્ડ નંબર અને કેપ્ચા કોડ દાખલ કરો અને સર્ચ પર જાઓ.
- હવે આધાર કાર્ડથી લિંક તમારો મોબાઈલ નંબર નાંખો.
- હવે “ગેટ ઓટીપી “ પર જાઓ અને તમારા મોબાઈલ પર મળેલ OTP ભરો.
આ પણ વાંચો:હિમાચલ પ્રદેશમાં પહેલીવાર તૈયાર કરવામાં આવ્યુ લાલ જરદાળુ, કેન્સર સામે લડવામાં થશે મદદરૂપ
Share your comments