રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતા ભાવ મળી રહ્યાં હોવાથી મોરબી, સુરેન્દ્રનગર સહિત અને ગામોના ખેડૂતો પોતાના પાકને વેંચવા માટે રાજકોટ માર્કેટ યાર્ડમાં આવી રહ્યાં છે.
રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં રોજે રોજ નવા પાકની આવક થઈ રહી છે. એવામાં રાજકોટમાર્કેટીંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતા ભાવ મળી રહ્યાં હોવાથી મોરબી, સુરેન્દ્રનગર સહિત અને ગામોના ખેડૂતો પોતાના પાકને વેંચવામાટે રાજકોટ માર્કેટ યાર્ડમાં આવી રહ્યાં છે.હાલમાં કપાસ, મગફળી, તલ, સોયાબીન અને લાલ સુકા મરચા સહિત અનેક પાકોની મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે.
આ પણ વાંચો: છોટાઉદેપુર જિલ્લામાં ખેડૂતોની સ્થિતિ દયનીય, ટામેટાના ભાવ તળિયે જતાં રસ્તે ફેંકી દેવા થયા વિવશ
માર્કેટિંગ યાર્ડ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે આજે રાતના 8 વાગ્યા સુધી જ મગફળીની આવકને આવવા દેવામાં આવશે.જ્યારે શિંગદાણા, શીંગફાડા, ગોગડી, બીબડી અને કપચીની આવક કાલે બપોરના 12 વાગ્યા સુધી આવવા દેવામાં આવશે. જે બાદ બંધ કરી દેવામાં આવશે.
આ સાથે જ બીજી જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી સુકા મરચાની આવક સંપૂર્ણ પણે બંધ કરી દેવામાં આવી છે. તેમજ બાકીતમામ જણસીની આવક રાબેતા મુજબ ચાલુ રહેશે. રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળી રહ્યાં હોવાથી રોજ હજારો ખેડૂતો તેનો માલ વેચવા માટે આવી રહ્યાંછે. માર્કેટિંગ યાર્ડની બહાર વહેલી સવારે વાહનોની લાંબી લાઈનો પણ જોવા મળે છે. અહિંયા દુર દુરથી ખેડૂતો તેનો પાક વેંચવામાટે આવી રહ્યાં છે.
જાણો પાકોના શું ભાવ બોલાયા
માર્કેટિંગ યાર્ડમાં કપાસનો ભાવ 1550થી 1650 બોલાયા ઘઉંનો ભાવ 495થી 595 રૂપિયા, મગફળીના ભાવ 1100થી 1400 રૂપિયા, સોયાબીનના ભાવ 1010થી 1100 રૂપિયા, લાલ સુકા મરચાના ભાવ 2950થી 4060 રૂપિયા બોલાયો હતો.
Share your comments