રાજ્યમાં મોસમ બદલાતા મહેસાણામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થયા બાદ ખેડૂતોએ જિલ્લામાં વાવણીનું કામકાજ શરૂ કરી દીધુ છે. મહેસાણાના તમામ તાલુકાઓમા સારો એવો વરસાદ પડ્યો છે. ખેડૂતો એ જિલ્લામાં અત્યાર સુધીમાં 74,000 હેક્ટર જમીનમાં ચોમાસું ખેતીનું વાવેતર કરી દીધું છે.
ચોમાસાના પ્રારંભિક વરસાદ બાદ મહેસાણા જિલ્લામાં ચોમાસું ખેતીનો પ્રારંભ ખેડૂતોએ કરી દીધો છે. ખેડૂતો એ વહેલા ચોમાસાની શરૂઆતના પગલે મહેસાણા જિલ્લાના ખેડૂતોએ 74,000 હેક્ટર જમીનમાં વાવેતર કરી દીધું છે અને હાલમાં પણ ખેડૂતો વાવેતર કરી રહ્યા છે પરંતુ ચોમાસું ખેતીનું વાવેતર કરી ચુકેલા ખેડૂતો માટે વરસાદ ખેંચાતા અને ગરમીનું પ્રમાણ વધતા ચિંતાનો વિષય બન્યો છે.
અચાનક વાતાવરણમાં પલટો આવતા ગુજરાત ની સાથે મહેસાણા જિલ્લામાં પણ સારો એવો ખેતી કરી શકાય તેવો વરસાદ વરસ્યો હતો. જેના કારણે મહેસાણા જિલ્લાના તમામ તાલુકાઓમા સારો એવો વરસાદ નોધાયો છે. જિલ્લાના 10 તાલુકાઓમાં કુલ 1051 મીમી એટલે કે 10 તાલુકામાં સરેરાશ 4 ઇંચ જેટલો વરસાદ નોધાયેલો છે. આથી ખેડૂતોએ જિલ્લામાં અત્યાર સુધીમાં 74,000 હેક્ટર જમીનમાં ચોમાસું ખેતીનું વાવેતર કરી દીધું છે. મહેસાણા જિલ્લામા ચોમાસાનું સરેરાશ વાવેતર 2.90 લાખ હેક્ટર જમીનમાં થાય છે અને અત્યાર સુધીમાં 74,000 હેક્ટર જમીનમાં વાવેતર થઇ ચુક્યું છે. 2.90 લાખ હેક્ટર જમીનમાંથી 90,000 હેક્ટર જમીનમાં માત્ર દિવેલાનું વાવેતર થાય છે અને હજુ દિવેલાનું વાવેતર થવાનું બાકી છે. હાલમાં ઘાસચારા, બાજરી, કપાસ, જેવા પાકો નું વાવેતર થઇ ચુક્યું છે અને કાળજાળ ગરમી ઉકળાટ વધી ગયો છે અને વરસાદ ખેંચાતા ખેતીનું નુકશાન થવાની ચિંતા થઈ રહી છે.
=>10 તાલુકામાં સરેરાશ 4 ઇંચ જેટલો વરસાદ નોધાયો
=>જિલ્લામાં 74,000 હેક્ટર જમીનમાં ચોમાસું ખેતી થઇ
=>જિલ્લામાં ચોમાસામાં સરેરાશ કુલ 2.90 લાખ હેક્ટરમાં ખેતી થાય છે
=>કુલ વાવેતરમાં 40 ટકા વાવેતર દિવેલાનું થાય છે.
=>20 ટકા કપાસ નું
=>૪૦ ટકા જમીનમાં ચોમાસામાં બાજરી, કઠોળ, શાકભાજી સહિતના પાકોનું વાવેતર
મહેસાણા જિલ્લામાં ચોમાસાના કુલ વાવેતરમાં 40 ટકા વાવેતર દિવેલાનું થાય છે અને 20 ટકા કપાસનું વાવેતર થાય છે. જયારે બાકીના ૪૦ ટકા જમીનમાં ચોમાસામાં બાજરી, કઠોળ, શાકભાજી સહિતના પાકોનું વાવેતર થાય છે. હાલમાં વરસાદ ખેંચાતા 74,00 હેક્ટરમાં વાવેતર કરનાર ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે. જયારે પાણી માટે ડ્રાય ગણાતા વિસ્તારના ખેડૂતોએ હજુ ખેતી શરુ કરી નથી.
Share your comments