ખેતરમાં પાક લેવો છે પરંતુ પાણીની કાયમી સુવિધા નથી તેવી ફરિયાદો ઘણાં ખેડૂતો કરી રહ્યાં છે પરંતુ હવે તેમનો આ પ્રશ્ન સોલ્વ થઇ શક્યો છે. પાણીની કાયમી સુવિધા નથી તેવા વિસ્તારો રાજસ્થાન પછી ગુજરાતમાં પણ વધતા ગયા છે અને ખેડૂતોએ નવી પદ્ધતિ અપનાવવાનું શરૂ કર્યું છે. આ ખેતરમાં કેનાલના પાણી પહોંચતા નથી. બોરવેલ ફેઇલ જાય છે. સરફેણ પાણી નથી. પાણીના કાયમી સ્ત્રોત નથી છતાં મબલખ ખેતીવાડી થાય છે.
કચ્છ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, પાટણ અને મહેસાણાના ખેડૂતોએ ઓછા પાણીએ ખેતી કરી બતાવી છે. જે ખેડૂત 50 વીઘા જમીનમાં કમાઇ ન શકે તેટલું 10 વીઘા જમીનમાં કમાઇ શકે છે. ગુજરાતના પડોશી રાજ્યમાં ભલે કોંગ્રેસની સરકાર હોય, ત્યાંના ખેડૂતોની કમાલ જોઇને ગુજરાતના ખેડૂતોએ એ પદ્ધતિથી ખેતીવાડી શરૂ કરી છે. રાજસ્થાનમાં તો 200 ખેડૂતોએ ઇઝરાયલ જેવી ખેતી કરીને કમાલ કરી છે હવે ગુજરાતના આ પાંચ જિલ્લા કમાલ કરી રહ્યાં છે.
રાજસ્થાનના રણમાં જ્યાં રેતીના ટેકરા હતા ત્યાં ખેડૂતોએ ફળદ્રુપ ખેતી શરૂ કરી છે. ખેમારામ નામના એક ખેડૂત પાસે બનાસકાંઠાના કેટલાક ખેડૂતો ગયા હતા. કચ્છના રણની રેતી પર ખેતી કરવા માટે ઉત્સુક એવા આ ખેડૂતોએ તે ટેકનોલોજીનો પ્રયોગ શરૂ કર્યો અને જોતજોતામાં ગુજરાતના પાંચ જિલ્લાના ખેડૂતોએ આ ટેકનોલોજીથી ખેતી કરવાનું શરૂ કર્યું છે.
આ ખેડૂતો પોલીહાઉસ, ટપકસિંચાઇ, સોલાર પેનલ, ફેનપેડ, લીલું ઘાસ અને તળાવના પાણીની મદદથી ખેતી શરૂ કરી છે. જે વિસ્તારમાં બોરવેલનું પાણી કે સરફેસ વોટર જતું નથી. એટલે હવે ટેક્નોલોજીની મદદથી ઓછા પાણીએ પણ ખેતી કરવું શક્ય છે એ સંખ્યાંબધ ખેડૂતોએ કરી બતાવ્યું છે.
શરૂઆતમાં થોડોક ખચકાટ આવે છે કારણ કે વર્ષોથી જે રીતે ખેતી થતી આવી છે તેમાં ફેરફાર કરવાનું ખૂબ અઘરૂં હોય છે પરંતુ એકવાર થઇ ગયા પછી તેમાં ફાયદો જ થાય છે. સરકારો પણ આ દિશામાં પ્રયત્નશીલ છે અને ખાનગી સંસ્થાઓ અને કંપનીઓ પણ મદદ કરી રહી છે. કારણ કે અનિશ્ચિતતાઓના આ સમયમાં ટેક્નોલોજી જ એક સહારો છે. જેને આધારે થોડી તો નિશ્ચિતતા લાવી શકાય છે.
Share your comments