Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

લાખો ખેડૂતોના ભવિષ્ય માટે ગુજરાતના કેટલાય ગામોના ખેડૂતો સાંસદને મળવા પહોચ્યા- જાણો શું કરી માંગ

ગુજરાતના બનાસકાંઠા જીલ્લાના દરેક તાલુકાઓમાં સંબંધિત સુજલામ સુફલામ કેનાલમાં પાણી ચાલુ કરવા અંગે શુક્રવારના રોજ થરાદ માર્કેટયાર્ડમાં કાંકરેજ, ડીસા, દિયોદર, લાખણી અને થરાદ તાલુકાના ખેડૂતો સાંસદને મળવા માટે પહોચ્યા હતા. બધા ખેડૂતો સાંસદ પરબતભાઇ પટેલને રજૂઆત કરવા દોડી આવ્યા હતા.

Sukhadev Thakor
Sukhadev Thakor
બનાસકાંઠાના ખેડૂતો ગુજરાતના સાંસદને મળવા પહોચ્યા
બનાસકાંઠાના ખેડૂતો ગુજરાતના સાંસદને મળવા પહોચ્યા

ગુજરાતના બનાસકાંઠા જીલ્લાના દરેક તાલુકાઓમાં સંબંધિત સુજલામ સુફલામ કેનાલમાં પાણી ચાલુ કરવા અંગે શુક્રવારના રોજ થરાદ માર્કેટયાર્ડમાં કાંકરેજ, ડીસા, દિયોદર, લાખણી અને થરાદ તાલુકાના ખેડૂતો સાંસદને મળવા માટે પહોચ્યા હતા. બધા ખેડૂતો સાંસદ પરબતભાઇ પટેલને રજૂઆત કરવા દોડી આવ્યા હતા. આ અંગે તેઓએ જણાવતા કહ્યું હતું કે, બનાસકાંઠાના દરેક તાલુકાઓમાં બધા ગામમાં જળ સંરક્ષણ માટે પસાર થતી સુજલામ સુફલામ કેનાલથી પાણીના તળ ઉંચા આવે અને વીજળીની પણ બચત થાય અને ખેતી લાયક જમીનમાં પૂરતું પાણી મળી રહે એ કારણોથી અગાઉની નરેન્દ્રભાઈ મોદી સરકાર દ્વારા આ કેનાલ બનાવી હતી.

મોદી સરકાર દ્વારા બનાવામાં આવેલી આ કેનાલમાં છેલ્લા ઘણા સમયથી પાણી ચાલુ બંધ કરવામાં આવી રહ્યું છે. જેથી કેનાલ બનાવવાનો ઉદેશ્ય સિધ્ધ થતો નથી તેમ જણાવી કેનાલમાં પાણી છોડાવવા તેઓ જરૂરી દરમિયાનગીરી કરી પાણી સતતને સતત ચાલુ રહે તે પ્રમાણે આયોજન કરવા મદદરૂપ બને તેવી વિનંતી કરી હતી. સાંસદને મળવા આવેલા ખેડુતોએ વધુમાં કહેતા જણાવ્યું હતું કે, કેનાલમાં રિપેરીંગ કરવાના નામે બે વર્ષ પાણી આવ્યું ન હતું. જેના કારણે સંબંધિત તાલુકાઓમાં અંદાજે 5 થી 10 હજાર નવા 1000 ફુટના બોર (ટયુબવેલ) બનાવવા પડ્યા હતા.

જે લોકોને બોર દીઠ 5 થી 6 લાખ ખર્ચ આવ્યો છે. સાથે-સાથે બીજા 5000 બોર નવા બનવા જઇ રહ્યા છે. જેના કારણે ખેતી ખર્ચ વધે છે અને ખેડુતોના દેવામાં વધારો થઇ રહ્યો છે. આ કારણે જો કેનાલ સતત ચાલુ રહે તો નવા બોર બનાવવાની જરૂર જ ના પડે અને ખેડુતોનો ખર્ચ બચી જશે. જેના કારણે કેટલાય ખેડૂતોને રાહત મળે અને ભવિષ્યમાં દેવાથી પણ બચી શકે. જો કેનાલ સતત ચાલુ રહે તો પાણીના તળ ઉંચા આવશે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ખેડુતોની આવક ડબલ કરવાના પ્રયાશો સફળ થશે જે દેશમાં સારા ઉદાહરણરૂપ બનશે. તેમજ સરકારને પણ ફાયદો થઇ શકે છે. જેમ કે સરકારની સબસીડી અને વીજળીની પણ બચત થશે. ચાર તાલુકાની અંદાજિત 8 લાખ હેક્ટર જમીનમાં પિયત જળવાઈ રહેશે.

અહિયાં બતાવેલા તાલુકાઓમાં આખા ગુજરાતમાં પ્રથમ સ્થાન ધરાવતા અનેક વિવિધ પાકોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. જેવા કે ઉનાળુ બાજરી, દિવેલા, બટાટા, મગફળી, દાડમ, રાયડું, જીરૂ અને ઇસબગુલના પાકો અને તેને આધારિત એગ્રોઇન્ડસ્ટ્રીઝ ટકી રહેશે. નહીતર આ બધું ખોવાનો પણ વારો આવી શકે છે. અંદાજે બે થી ત્રણ લાખ લોકો બેરોજગાર પણ થશે. પરબતભાઇ પટેલે અગાઉ પણ આ અંગે સરકારમાં પણ રજુઆત કરી હતી. અને ભવિષ્યમાં પણ કરશે તેવી હૈયાધારણ પણ આપી હતી.

Share your comments

Subscribe Magazine

More on News

More