ખેડૂતોની માંગણી
વાવાઝોડું થી નુકશાન વરસાદ થી નુકશાન ત્યાર બાદ વસ્તુના ભાવ નથી મળતા : ભાવનગરમાં કપાસ પકવતા ખેડૂતોની સમસ્યા , ઊભા પાકમાં થયું હતું નુકસાન
ગુજરાતના ભાવનગર જિલ્લામાં ખરીફ પાકની સીઝન હવે શરૂ થઇ ગઈ છે અને અને જિલ્લાના માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવક ધીમે ધીમે સારું થતા જ માર્કેટિંગ યાર્ડમાં માલ આવાવનું ચાલુ થઇ ગયું છે. જો કે હાલ ઓછો ઉતારો અને શરૂઆતમાં ઓછા ભાવના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોની માંગ છે કે ખેડૂતોને કપાસમાં ભારે નુકશાની થઇ હોવાથી સરકાર કાંઈક મદદ કરે જો કે ખેડૂતો નું કહેવું છે કે વાવાઝોડું અને પાછોતરા વરસાદના કારણે કપાસને ભારે નુકશાન થયું છે. જયારે આ માલ હવે વળતર આપી શકશે નહીં.
- રાજય માં કપાસના ભાવને લઈ ખેડૂતો નારાજ
- રાજ્ય માં એક મણ કપાસના 1000થી 1400 રૂપિયા
- ભવનાગર માં ઉભા પાક પર વરસાદ પડતા નુકસાન
ગુજરાતના ભાવનગર જિલ્લામાં ખરીફ પાકની સીઝન હવે શરૂ થઇ ગઈ છે અને અને જિલ્લાના માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવક ધીમે ધીમે સારું થતા જ માર્કેટિંગ યાર્ડમાં માલ આવાવનું ચાલુ થઇ ગયું છે. જો કે હાલ ઓછો ઉતારો અને શરૂઆતમાં ઓછા ભાવના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોની માંગ છે કે ખેડૂતોને કપાસમાં ભારે નુકશાની થઇ હોવાથી સરકાર કાંઈક મદદ કરે જો કે ખેડૂતો નું કહેવું છે કે વાવાઝોડું અને પાછોતરા વરસાદના કારણે કપાસને ભારે નુકશાન થયું છે. જયારે આ માલ હવે વળતર આપી શકશે નહીં.
૨૦૨૩ માં વરસાદની ઋત્તુ માં પડેલા વરસાદે ખેડૂતોની સમસ્યા વધારી હતી
કપાસની વાત કરવા માં આવે તો ભાવનગર જિલ્લામાં અંદાજે 50 લાખ હેક્ટરમાં કપાસના પાકનું વાવેતર થયું છે. આ ઉપરાંત જો ભાવનગરના યાર્ડમાં થતી કપાસની વાત કરવામાં આવે તો, ભાવનગર યાર્ડમાં 1 હજાર ગાંસડીઓ આવે છે. ભાવ ન ળતા સરકારનો અને ઉભા પાક પર વરસાદ પડતા કુદરતનો એમ બન્ને તરફથી ખેડૂતોને પીસાવાનો વારો આવ્યો છે.
ગુજરાત રાજયના ભાવનગર માં કપાસ તેમજ મગફળીનું વાવેતર સારી માત્ર માં થયું
ભાવનગર જિલ્લામાં ચાલુ સીઝનમાં કપાસનું વાવેતર 3.50 લાખ હેકટરમાં થવા પામ્યુ હતું અને મગફળીનું વાવેતર પણ મોટા પાયે થયું હતું ગત આ સીઝનમાં ખેડૂતોને બે થી ત્રણ વખત વાવેતર કરવું પડ્યું છે અને તેના કારણે આ વરસે ઉત્પાદનમાં ભારે ઘટાડો થવા પામ્યો છે.
તળાજા યાર્ડમાં કપાસની મબલખ આવક
ભાવનગર અને તળાજા માર્કેટિંગ યાર્ડમાં હાલ ખરીફ પાકના માલની સારી આવક થવા પામી છે. હાલ તળાજા યાર્ડમાં કપાસની દરરોજ 3 થી 4 હજાર ગાંસડીઓ વહેંચવામાં આવી રહી છે. જયારે ભાવનગરમાં દરરોજ 1000 ગાંસડી વહેંચવા આવી રહી છે. હાલ ભાવનગર યાર્ડમાં કપાસના ભાવ 1000 થી લઇ ને 1400 સુધી બોલાય છે. જો કે ગત વર્ષે કપાસના ભાવ 2000 થી 2200 સુધી પહોચ્યા હતા. જેની સરખમનીએ આ વર્ષે ભાવ ઓછા છે. આ વર્ષે સૌથી વધુ કપાસનું વાવેતર કરવામાં આવ્યું હતું. જો કે આ વર્ષે એક વખત વાવાઝોડું અને બાદમાં પાછોતરા વરસાદના કારણે કપાસને ભારે નુકશાન થયું હતું અને સુકારાનો રોગ લાગુ પડતા હાલ કપાસ બળી જવા પામ્યો છે. અને ઉત્પાદનમાં પણ ઘટાડો થવા લાગ્યો છે.
Share your comments