Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ખેડૂત પણ પત્રકારત્વમાં કાર્કીદી બનાવી શકે છે, પત્રકાર બવના આજે જ રજિસ્ટ્રેશન કરો

કૃષિ જાગરણ નવી ટેકનોલોજી અપનાવવા અને દેશભરમાં એગ્રી મીડિયાને પ્રોત્સાહન આપવા માટે નવીન વિચારો રજૂ કરવા માટે હંમેશા સક્રિય છે.અમને એ વાતની ખુશી છે કે કૃષિ જાગરણે ખેડૂતોને ખેતી વિષયક માહિતી પહોંચાડીને સફળતા પુર્વક પોતાના 25 વર્ષ પૂર્ણ કર્યા છે અને ખેડૂત મિત્રોમાં એક આગવુ સ્થાવ ઉભુ કર્યુ છે.

Sukhadev Thakor
Sukhadev Thakor
ftj
ftj

કૃષિ જાગરણ નવી ટેકનોલોજી અપનાવવા અને દેશભરમાં એગ્રી મીડિયાને પ્રોત્સાહન આપવા માટે નવીન વિચારો રજૂ કરવા માટે હંમેશા સક્રિય છે.અમને એ વાતની ખુશી છે કે કૃષિ જાગરણે ખેડૂતોને ખેતી વિષયક માહિતી પહોંચાડીને સફળતા પુર્વક પોતાના 25 વર્ષ પૂર્ણ કર્યા છે અને ખેડૂત મિત્રોમાં એક આગવુ સ્થાવ ઉભુ કર્યુ છે.

શરૂઆતમાં કૃષિ જાગરણ દ્વારા  માત્ર મેગેઝીન પ્રકાશીત કરી દેશાન ગ્રામ્ય વિસ્તારોમાં એક આગવી ઓળખ ઉભી કરી હતી હતી અને હાલમાં ડીઝીટલ યુગ ચાલતો હોવાથી કૃષિ જાગરણ દ્વારા તેમા પણ ઘણો વિકાર કરવામાં આવ્યો છે. હાલમાં કૃષિ જાગરણ ડીઝીટલ પ્લેટફોમ પર પણ સક્રિય છે અને ખેડૂતો સુધી ખેતી વિષયક માહિતી પહોંચાડી રહ્યુ છે અને ખેડૂતોમાં એક આગવી ઓળખ ઉભી કરી રહ્યુ છે.

કૃષિ જાગરણના વધતા જતા વ્યાપના કારણે કૃષિ જાગરણ દ્વારા એક નવી પહેલ શરૂ કરમાં આવી છે જેનુ નામ છે “ફાર્મર ધ જર્નાલિસ્ટ” તાજેતરમાં જ કૃષિ જાગરણ દ્વારા “ફાર્મર ધ જર્નાલિસ્ટ” નામનો એક પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો હતો કે જેના દ્વારા ખેડૂત પોતે જ પોતાના ખેતી વિષયક સમાચાર પ્રકાશીત કરી શકે અને ખેડૂત જાતે જ કૃષિ વષયક જર્નાલિસ્ટ બની શકે. ખેડૂત જાતે જ પોતાની કાર્કીદી પત્રકારત્વમાં બનાવી શકે તે માટે કૃષિ જાગરણ દ્વારા આ કાર્યક્રમને લોન્ચ કરવામાં આવ્યો છે. ખેડૂત આ પ્લેટફોમ દ્વારા ખેતીવાડીની તમામ માહિતી દેશના ખૂણે ખૂણે ખેડૂત મીત્રોને પહોંચાડી શકશે. ખેડૂત ખેતીવાડીની માહિતી આર્ટીકલના રૂપમાં કે શોર્ટ વિડીયોના રૂપમાં કૃષિ જાગરણને મોકલીને રોકડ રાશી કે સર્ટીફિકેટ પણ મેળવી શકે છે. જો આપ ખેતીવાડી વિષયક માહિતી ખેડૂત સુધી પહોંચાડવા માંગતા હોય ખેતીવાડીના સારા એવા પત્રકાર બનવા માંગતા હોય અને રોકડ રાશી કે સર્ટીફિકેટ મેળવવા માંગતા હોય અને પત્રકારત્વમાં પોતાની કાર્કીદી બનાવવા માંગતા હોય તો આપને આ પ્રમાણેની લાયકાત હોવી જોઈએ અને સારા એવા પત્રકાર બનવા માટે તમારે આટલુ કરવુ પડશે

ખેડૂતે પત્રકારકત્વમાં કાર્કીદી બનાવા આટલુ કરો

  1. ખેતી પર નવીનતમ માહિતી દર્શાવતો આકર્ષક અને સારી ગુણવત્તા વાળો વિડીયો બનાવો.
  2. તમે જે વિડીયો શેર કરો છો તે 3 થી 5 મિનિટનો હોવી જોઈએ અને તે ફક્ત કૃષિ જાગરણ માટે જ બનાવેલ હોવો જોઈએ.
  3. તમે અમારી સાથે વિડીયો શેર કર્યા પછી, કૃષિ જાગરણ વિડીયોનો જ્યારે અને જ્યારે ઈચ્છે ત્યારે ઉપયોગ કરવાનો અધિકાર રહેશે.
  4. સમાચારો લેખિત ફોર્મેટમાં પણ શેર કરી શકો છો જે અમારા ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રકાશિત કરવામાં આવશે.

આર્ટીકલ કે વિડીયો મોકલ્યા પછી મળવા પાત્ર વસ્તુ

રોકડ રાશી

30 રૂપિયા આર્ટીકલ માટે /વીડિયો માટે 5000 હજાર

20 રૂપિયા આર્ટીકલ માટે /વીડિયો માટે 2500 હજાર

10 રૂપિયા આર્ટીકલ માટે /વીડિયો માટે 1000 હજાર

નોંધ: અમારી ટીમ દ્વારા મંજૂર અને ઉપયોગમાં લેવાતા વીડિયો અને આર્ટીકલ જ રોકડ રાશી માટે લાયક ગણાશે.

જે ખેડૂત પત્રકાર 6 મહિનામાં 15 આર્ટીકલ અથવા 15 વિડીયો પહોંચાડશે તે ખેડૂતને પ્રમાણપત્ર આપવામાં આવશે.

વધુ જાણકારી માટે નીચે જણાવેલ માધ્યમો દ્વારા કોન્ટેક્ટ કરી શકો છો

મહત્વપૂર્ણ સંપર્કો:

  1. રજીસ્ટ્રેશન માટે : krishijagran.com/ftj નામની અમારી વેબસાઈટની મુલાકાત લો.
  2. અમારી ટીમ સાથે જોડાવવા આ નંબરો પર સંપર્ક કરો: 9891899197, 9953756433, 9313301029
  3. WhatsApp: 9818893957
  4. નોંધણી કરાવ્યા પછી તમારા વીડિયો/કંટેન્ટ ઈમેલ journalist@krishijagran.com પર શેર કરો

નોંધ: તમે મોકલેલા તમામ મંજૂર વીડિયો/કન્ટેન્ટ માટે તમને મેઇલ દ્વારા જાણ કરવામા આવશે.

આ પણ વાંચો - કૃષિ જાગરણ શરૂ કરવા જઈ રહ્યો છે “ફાર્મર દ જનર્લિસ્ટ” પ્રોગ્રામ, જાણો શુ છે તે

Share your comments

Subscribe Magazine

More on News

More