વધતા મોંઘવારીના માર વચ્ચે ગુજરાતના ખેડૂતોને ખુશ કરી દે તેવા સમાચાર સામે આવ્યા છે, તમને જણાવીએ કે રાજકોટ યાર્ડમાં દૈનિક 500થી 600 ક્વિન્ટલની આવક સાથે એરંડાનો ભાવ 1,511 રૂપિયા બોલાયો હતો. જેના કારણે ખેડૂતોમાં ખુશીઓનો અને સારી આવકનો બમણો ડોઝ જોવા મળ્યો હતો.
આ વર્ષે એરંડાના રેકોર્ડ બ્રેક ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. રાજકોટ યાર્ડમાં દૈનિક 500થી 600 કિવન્ટલની આવક સાથે એરંડાનો ભાવ 1 હજાર 511 રૂપિયા બોલાયા હતો. જે અત્યાર સુધીનો સૌથી વધારે ભાવ છે. સૌરાષ્ટ્રમાં અન્ય યાર્ડમાં પણ એરંડાના ભાવ આસમાનને આંબી રહ્યા છે.
સમગ્ર વિશ્વમાં માંગ
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે આ જ સમયમાં એરંડા 920થી 980ના મણ લેખે વેચાતા હતા અને અગાઉ તેના ભાવ 1 હજારની નીચે જ રહ્યો છે. વેપારીઓના મત મુજબ એરંડાની ચીન સહિત અનેક દેશોમાં માગ યથાવત રહી છે. પરંતુ તે મુજબ માલનો પુરવઠો નથી. ગુજરાતમાં માવઠાએ અન્ય પાકની સાથે એરંડાને પણ નુકસાન કર્યું છે. ઉપરાંત નિકાસ પર નિયંત્રણ નથી. એરંડાને પીલાણ કરતા તેમાંથી 40થી 60 ટકા સુધી તેલ નીકળતું હોય છે. જે મગફળી કરતા પણ વધારે વેચાય છે. એરંડિયા પાક મૂળ આફ્રિકા અને ભારતનો છે અને તેની માંગ સમગ્ર દુનિયામાં રહે છે.
ગુજરાતમાં સૌથી વધુ એરંડાનુ ઉત્પાદન
આયુર્વેદિક ઔષધિ તરીકે ઘઉંને આખુ વર્ષ સાચવવાથી માંડીને ઔદ્યોગિક લુબ્રીકેટીંગ ઓઈલ , પેઈન્ટ સહિત અનેક વિધ ઉપયોગમાં આવતા એરંડાના તેલ કે જેને ગુજરાતીમાં એરંડિયુ, હિન્દીમાં અરંડી કા તેલ અને અંગ્રેજીમાં કેસ્ટર ઓઈલ કહે છે તેની વિશ્વભરમાં માંગ રહી છે. ભારતમાં વર્ષે ૧૮ લાખ ટન જેટલું ઉત્પાદન થાય છે. વિશ્વભરમાં ભારત એરંડાનો સૌથી વધુ ઉત્પાદન કરતો અને નિકાસ કરતો દેશ છે, મહત્વની વાત છે કે ભારતમાં પણ સૌથી વધુ એરંડાનો પાક ગુજરાતમાં થાય છે.
કમોસમી વરસાદથી એરંડાના પાકને નુકસાન
ગત વર્ષે આ જ સમયમાં એરંડા રૂપિયા 920થી 980 મણ લેખે વેચાતા હતા અને અગાઉ તેનો ભાવ 1000 રૂપિયાની નીચે જ રહ્યો છે. મળતી માહિતી અનુસાર એરંડાની ચીન સહિત અનેક દેશોમાં માંગ યથાવત્ રહી છે પરંતુ, તે મૂજબ માલનો પૂરવઠો પૂરો પડી શકતો નથી. એરંડાનો છોડ 2 થી 3 મીટર ઉંચો થાય છે અને પાકને સુકુ હવામાન માફક આવે છે. પરંતુ ગુજરાતમાં કમોસમી માવઠાંએ અન્ય પાકની સાથે એરંડાને પણ ભારે નુકસાન પહોંચાડ્યુ હતુ. ઉપરાંત એરંડાના નિકાસ પર પણ હાલ કોઈ નિયંત્રણ નથી.
એરંડાના ઉપયોગ છે અનેક
એરંડાને પીલાણ કરતા તેમાંથી 40 થી 60 ટકા સુધી તેલ નીકળતું હોય છે જે મગફળી કરતા પણ વધારે છે. વળી, આ તેલનો અનેકવિધ રીતે ઉપયોગ થતો રહ્યો છે જે કારણે તેનો વિકલ્પ અન્ય તેલ બનતા નથી. એરંડિયા પાક મૂળ આફ્રિકા અને ભારતનો છે અને તેની માંગ વિશ્વભરમાં રહે છે.
આ પણ વાંચો : ડાયાબિટીસ અને પ્રી-ડાયાબિટીસ વચ્ચે શું તફાવત છે? જાણો આ બંનેના લક્ષણો
આ પણ વાંચો : હિમાચલ પ્રદેશ: પ્રદેશના લસણની બહારના રાજ્યોમાં માંગ, 100 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યુ છે.
Share your comments