વાસ્તવમાં, મહારાષ્ટ્રમાં ડુંગળીના ઓછા ભાવને કારણે, ખેડૂતો તેમના ડુંગળીના પાકને મફતમાં લોકોને વહેંચી રહ્યા છે. તો કેટલાક ખેડૂત ભાઈઓ મજબુરીમાં તેમના પાકને પશુઓને ખવડાવી રહ્યા છે.
150 ક્વિન્ટલ સુધીની ડુંગળીની ઉપજ
તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રના વાશિમ જિલ્લાના વાપ્તી-કુપ્તી ગામમાં રહેતા ખેડૂત રિતેશ પદાર લગભગ દોઢ એકર ખેતરમાં ડુંગળીની ખેતી કરે છે. જેના કારણે તેને લગભગ 150 ક્વિન્ટલ ડુંગળીનું ઉત્પાદન મળે છે. પરંતુ આ ઉપજથી ખેડૂતને કોઈ ફાયદો થયો નથી. કારણ કે ખેડૂતોનું કહેવું છે કે, બજારમાં ડુંગળીના ભાવ એટલા નીચા છે કે તેમને આટલી સારી ઉપજનો કોઈ ફાયદો નથી મળી રહ્યો. જેના કારણે ખેડૂતો બજારમાં ડુંગળીના ભાવ વધે તેની રાહ જોઈ રહ્યા છે. પરંતુ આ વખતે વધુ ગરમીના કારણે ડુંગળીનો પાક અકાળે સડી જવા લાગ્યો છે. જેની અસર એ થઈ કે હવે ન તો કોઈ વેપારી ડુંગળી ખરીદવા તૈયાર છે કે ન તો કોઈ વ્યક્તિ આ ડુંગળી ખરીદી રહી છે.
ઘેટાં –બકરાને ખવડાવી રહ્યા છે ડુંગળી
ખેડૂત રિતેશનું આ વિષય પર કહેવું છે કે, ઘણા લોકોએ તેને મફતમાં પાક આપવાની વાત કરી હતી, પરંતુ મફતમાં પણ રીતેશનો પાક લેવા માટે કોઈ આગળ આવ્યું ન હતું. જેના કારણે રિતેશને ડુંગળીના પાકને બાળવો પડ્યો હતો. આ સિવાય રિતેશે એ પણ જણાવ્યું કે, તે તેના પશુઓ એટલે કે ઘેટાં-બકરાંને ચારા તરીકે ઘણી બધી ડુંગળી ખવડાવી રહ્યો છે.
આ પણ વાંચો:ICICI પ્રુડેન્શિયલ: બોટમ-અપ સ્ટોક પીકીંગ ઇન્વેસ્ટમેન્ટ શું છે? આ રીતે રોકાણ કરો, તમને વધુ ફાયદો થશે
ડુંગળીના બમ્પર ઉત્પાદન માટે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો
ડુંગળી એક મહત્વપૂર્ણ પાક માનવામાં આવે છે. તેનો ઉપયોગ સલાડ, શાક, અથાણું અને મસાલા તરીકે ઘણી રીતે થાય છે. ભારતમાં ડુંગળીની ખેતી મોટા પ્રમાણમાં થાય છે.
ડુંગળીનો ભાવ 1 થી 3 રૂ. સુધી
ડુંગળીના નીચા ભાવ અંગે ખેડૂતોનું કહેવું છે કે, તેઓ જ્યારે પોતાનો પાક લઈને બજારમાં જાય છે, ત્યારે વેપારીઓ 1 થી 3 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ડુંગળી ખરીદે છે. આટલા ઓછા ભાવને કારણે ખેડૂતો તેમની મુડી મેળવવામાં પણ સક્ષમ નથી. કેટલાક ખેડૂતો એવું પણ કહે છે કે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ઊંચા ભાવને કારણે કેટલાક ખેડૂતો તેમના પાકને બજારમાં પહોંચાડી શકતા નથી.
આ પણ વાંચો:આજથી હોમ લોન અને ઈન્શ્યોરન્સ લેવા થયા મોંઘા, આ 6 મોટા ફેરફારની સીધી અસર પડશે તમારા જીવન પર
Share your comments